________________
ચારિત્રમોહનીયકર્મનો ક્ષય :
ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરીને, અપૂર્વકરણગુણઠાણામાં અપૂર્વક૨ણ કરે છે. ત્યારબાદ અનિવૃત્તિગુણઠાણામાં અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના પ્રથમસમયે અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ-૪ અને પ્રત્યાખ્યાનીયક્રોધાદિ-૪ની માત્ર પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ ગયા પછી થીણદ્વિત્રિક, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયાદિજાતિચતુષ્ક, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણનામકર્મ એ કુલ ૧૬ પ્રકૃતિની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે છે. જો કે અપ્રત્યા૦-૪ + પ્રત્યા૦-૪ને ક્ષય કરવાની શરૂઆત પહેલા કરી હતી પરંતુ તેનો સંપૂર્ણ ક્ષય થયો નથી અને વચ્ચમાં જ થીણદ્ઘિત્રિકાદિ ૧૬ પ્રકૃતિનો ક્ષય કરી નાંખે છે. ત્યારબાદ અંતર્મુહૂર્તકાળે કષાયાષ્ટકનો ક્ષય
8238
૭.
ત્યારપછી નોકષાય+સં૦૪=૧૩ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. તે વખતે જે જીવને જે વેદ અને જે કષાયનો ઉદય હોય, તે વેદ અને તે કષાયની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત જેટલી રાખીને, અને અનુદયવતી પ્રકૃતિની પ્રથમસ્થિતિ ૧ આવલિકા જેટલી રાખીને, તેની ઉપર અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાંથી દલિકોને ખસેડીને, તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધિસ્થિતિ (અંતરકરણ) કરે છે. ત્યારબાદ અનુક્રમે નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યષટ્ક, પુરુષવેદ, સંક્રોધ, સંમાન, સંમાયા અને બાદરલોભનો
૩૪. કેટલાક આચાર્યમહારાજના મતે અનિવૃત્તિકરણના પ્રથમસમયે થીણદ્ધિ વગેરે ૧૬ની માત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગસ્થિત્તિસત્તા રહે છે અને અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ જાય ત્યારે કષાયાષ્ટકનો માત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ રહે છે. એટલે વચ્ચમાં ૮ કષાયનો કરીને પછીથીણદ્ધિ વગેરે ૧૬ પ્રકૃતિનો ક્ષય કરે છે.
સ્થિતિસત્તા અપ્રમત્તગુણસ્થાનક
ક્ષય
પ્રમત્તગુણસ્થાનક
સમ્યક્ત્વગુણસ્થાનક
દેશવિરતિગુણસ્થાનક
મિશ્રગુણસ્થાનક
સાસ્વાદ-ગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
૧૩૯
અયોગીકેવલી ગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક
ક્ષીણમોહગુણસ્થાનક
તમોગુણસ્થાનક સૂક્ષ્મ રા ગુણસ્થાની અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક
ચામોક્ષપકા