________________
જવાબ :- અબદ્ધાયુ ક્ષાયિકસમ્યગુદૃષ્ટિ જીવે જો જિનનામ નિકાચિત ન કર્યું હોય, તો તે જ ભવમાં મોક્ષમાં જાય છે અને બદ્ધાયુ ક્ષાયિકસમ્યગુદૃષ્ટિ જીવ વધુમાં વધુ ત્રણ કે ચાર ભવ કરી શકે છે. ' જે મનુષ્ય પહેલાં દેવ કે નરકનું આયુષ્ય બાંધેલું હોય, તે મનુષ્ય જો ક્ષાયિકસમ્યકત્વ પામે, તો પહેલોભવ મનુષ્યનો ગણાય. તે જીવ ત્યાંથી દેવ કે નરકમાં ઉત્પન્ન થાય, તે બીજો ભવ ગણાય. ત્યાંથી મનુષ્યમાં આવે છે તે ત્રીજો ભવ ગણાય. ત્યાંથી અવશ્ય મોક્ષમાં જાય છે.
જે મનુષ્ય પહેલા યુગલિકતિર્યંચ કે યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધેલું હોય, તે જો ક્ષાયિકસમ્યકત્વ પામે, તો પહેલો ભવ મનુષ્યનો ગણાય છે. ત્યાંથી યુગલિકમનુષ્ય કે યુગલિકતિર્યંચમાં ઉત્પન્ન થાય છે તે બીજોભવ ગણાય. ત્યાંથી અવશ્ય દેવમાં ઉત્પન્ન થાય, તે ત્રીજોભવ ગણાય. ત્યાંથી મનુષ્યમાં આવે, તે ચોથોભવ ગણાય છે. ત્યાંથી અવશ્ય મોક્ષમાં જાય છે.
| ક્યારેક કોઈજીવ દુપ્પસહસૂરિમહારાજની જેમ વધુમાં વધુ પાંચ ભવ પણ કરે છે. દુપ્પસહસૂરિમહારાજ જે ભવમાં ક્ષાયિકસમ્યકત્વ પામ્યા, તે પહેલો ભવ ગણાય છે. ત્યાંથી દેવલોકમાં ગયા, તે બીજો ભવ ગણાય છે. ત્યાંથી મનુષ્યમાં આવીને દુપ્પસહસૂરિ મહારાજ થશે તે ત્રીજો ભવ ગણાય. તે વખતે મોક્ષપ્રાપ્તિને યોગ્ય ક્ષેત્ર, કાળ, સંઘયણાદિ ન મલવાથી, તે મોક્ષમાં જઈ શકતા નથી. એટલે ત્યાંથી દેવલોકમાં જશે, તે ચોથો ભવ ગણાય છે. ત્યાંથી મનુષ્યમાં આવે છે. તે પાંચમો ભવ ગણાય છે. ત્યાંથી અવશ્ય મોક્ષમાં જાય છે. પ્રશ્ન : (૩૯) કયું સમ્યકત્વ કેટલા કાળ સુધી રહી શકે ? જવાબ :- ક્ષાયિકસમ્યકત્વનો કાળ “સાદિ-અનંત” છે. કારણકે જે જીવે ક્ષાયિકસમ્યત્વ પ્રાપ્ત કર્યું હોય, તે જીવ વધુમાં વધુ સાધિક ૩૩ સાગરોપમ સુધી સંસારમાં રહીને, પછી અવશ્ય મોક્ષમાં જાય છે. ત્યાં તે અનંતકાળ રહે છે. એટલે ક્ષાયિકસમ્યત્વનો કાળ સાદિ-અનંત કહ્યો છે. ક્ષયોપશમ સમ્યત્ત્વનો કાળ વધુમાં વધુ સાધિક ૬૬ સાગરોપમ છે અને ઉપશમસમ્યકત્વનો કાળ અંતર્મુહૂર્ત છે. પ્રશ્નઃ (૪૦) કયું સમ્યકત્વ વધુમાં વધુ કેટલીવાર પ્રાપ્ત થઈ શકે? જવાબ :- એક જીવને ભવચક્રમાં ક્ષાયિક અને વેદક સમ્યત્વ એક જ વાર પ્રાપ્ત થઈ શકે છે. ઉપશમ અને સાસ્વાદન સમ્યકત્વ પાંચ વાર પ્રાપ્ત થઈ શકે છે અને ક્ષયોપશમસમ્યકત્વ અસંખ્યવાર પ્રાપ્ત થઈ શકે છે.