________________
વિશુદ્ધ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તે યથાપ્રવૃત્તકરણ કહેવાય. જ્યારે યથાપ્રવૃત્તકરણ નામનો અધ્યવસાય પ્રાપ્ત થાય છે ત્યારે જીવ “ગ્રન્થિદેશે” (ગ્રન્થિપાસે) આવ્યો કહેવાય છે. | ગાઢમિથ્યાદૃષ્ટિ અને મંદમિથ્યાદષ્ટિજીવો ઘણીવાર ગ્રન્થિદેશે આવે છે. પણ ગાઢમિથ્યાદૃષ્ટિજીવો સંકલેશ વધી જવાથી, ત્યાંથી જ પાછા ફરી જાય છે અને મંદમિથ્યાષ્ટિમાંથી પણ જે જીવ અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલો હોય, તે આસન્નભવ્ય ગ્રન્થિભેદ કરવા માટે આગળ જાય છે અને જે અપૂર્વવર્ષોલ્લાસને ફોરવી શકતો નથી તે ત્યાંથી જ પાછો ફરી જાય છે.
જેમ મહાનગરમાં જવાની ઈચ્છાથી નીકળેલા ત્રણ મુસાફરો ભયંકર અટવીમાં પ્રવેશ્યા પછી “ઘણો માર્ગ” પસાર થઈ ગયા બાદ તીક્ષ્ણ ધારવાળી તલવાર જેમના હાથમાં છે એવા “બે ચોરો” સામેથી આવતા જોઈને, એક મુસાફર તો પાછો ભાગી જાય છે. બીજો મુસાફર ચોરના શરણે થઈ જાય છે. અને ત્રીજો મુસાફર ચોરનો સામનો કરીને, ઈષ્ટનગરે પહોંચી જાય છે. તેમ સંસાર અટવીમાં રહેલા ત્રણ પુરુષ જ્યારે “અતિદીર્ઘકર્મસ્થિતિ”નો ક્ષય કરીને “ગ્રન્થિદેશે” આવે છે. ત્યારે એક મુસાફર તો રાગ-દ્વેષની ગ્રન્થિરૂપ ભયંકર ચોરને જોઈને ત્યાંથી જ પાછો ફરી જાય છે. બીજો મુસાફર ચોરના શરણે થઈ જાય છે. એટલે કે, તે ગ્રન્થિ ભેદ કરી શકતો નથી કે ત્યાંથી પાછો ફરી શકતો નથી, અમુકકાળ સુધી તે જ અવસ્થામાં રહે છે. અને ત્રીજો મુસાફર રાગદ્વેષરૂપ ચોરોનો સામનો કરીને (ગ્રન્થિભેદ કરીને) સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે.
યથાપ્રવૃત્તકરણવર્તી ગાઢમિથ્યાદૃષ્ટિ અને મંદમિથ્યાદૃષ્ટિજીવ વિશુદ્ધ અધ્યવસાયવાળા હોવા છતાં પણ તે બન્નેની વિશુદ્ધિમાં ઘણો ફરક હોય છે. જે જીવ ગ્રન્થિભેદ કરવાનો છે તે ગાઢમિથ્યાષ્ટિની અપેક્ષાએ અનંતગુણ વિશુદ્ધિવાળો હોય છે. તેનું જે યથાપ્રવૃત્તકરણ છે, તે “ચરમયથાપ્રવૃત્તકરણ” કહેવાય છે. અપૂર્વકરણની પૂર્વેનું જે છેલ્લું યથાપ્રવૃત્તકરણ થાય છે, તે ચરમયથાપ્રવૃત્તકરણ કહેવાય છે.
દે રિતિ હસન
યથાપ્રવૃત્તકરણવર્તી
૭૧