________________
એટલે અવિરતસમ્યગુદૃષ્ટિગુણઠાણે મનુષ્યભવને યોગ્ય અને દેવભવને યોગ્ય કર્મપ્રકૃતિઓ બંધાય છે પરંતુ દેશવિરતિ વગેરે ગુણઠાણે મનુષ્યભવને યોગ્ય કર્મપ્રકૃતિ બંધાતી નથી. કારણકે દેવો અને નારકો વધુમાં વધુ ચારગુણઠાણા સુધી જઈ શકે છે. ત્યાંથી આગળના દેશવિરતિ વગેરે ગુણઠાણે જઈ શકતા નથી અને દેશવિરતિ તિર્યંચો અને દેશવિરતિ મનુષ્યો દેવપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને જ બાંધે છે. તેથી દેશવિરતિ વગેરે ગુણઠાણે મનુષ્યપ્રાયોગ્ય મનુષ્યત્રિક, ઔદારિકદ્રિક, પહેલું સંઘયણ બંધાતું નથી એટલે સમ્યત્વગુણઠાણાના અંતે મનુષ્યત્રિકાદિ-૬નો બંધવિચ્છેદ કહ્યો છે.
ને વેઠુ, તે વન્યરૂ એવું શાસ્ત્રવચન છે. એટલે જે કષાય ઉદયમાં હોય, તે કષાય બંધાય એવો સામાન્ય નિયમ છે. એટલે ચોથા ગુણઠાણા સુધી અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોવાથી જીવને ચોથા ગુણઠાણા સુધી અપ્રત્યાખ્યાનીયકષાય બંધાય છે. ત્યાર પછીના દેશવિરતિ વગેરે ગુણઠાણે અપ્રકષાયનો ઉદય હોતો નથી કારણ કે તે દેશવિરતિગુણનો ઘાતક હોવાથી, જ્યારે દેશવિરતિગુણપ્રાપ્ત થાય છે ત્યારે અમ0કષાયનો ઉદયવિચ્છેદ થઈ જાય છે. તેથી દેશવિરતિ વગેરે ગુણઠાણે અપ્રવેકષાય બંધાય નહીં. એટલે સમ્યત્વગુણઠાણાના અંતે અપ્રવકષાયનો બંધવિચ્છેદ કહ્યો છે. દેશવિરતિગુણઠાણે-૬૭ નો બંધ :- અવિરતસમ્યગૃષ્ટિ ગુણઠાણાના અંતે પ્રથમસંઘયણાદિ-૧૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૭૭માંથી ૧૦ કર્મપ્રકૃતિ ઓછી કરતાં દેશવિરતિગુણઠાણે, ૬૭ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. આ૦ ના ગોળ અં૦ કુલ
૫ +
૬ + ૨
+ ૧૫ + ૧
+ ૩૨
+ ૧
+ ૫ = ૬૭
૬. જે પ્રકૃતિ મનુષ્યગતિની સાથે બંધાય છે, તે મનુષ્યપ્રાયોગ્ય કહેવાય છે અને જે પ્રકૃતિ દેવગતિની સાથે બંધાય છે, તે દેવપ્રાયોગ્ય કહેવાય છે. ૭. કોઈપણ સમ્યગૃષ્ટિ જીવ અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી જો મિથ્યાત્વે આવે, તો ત્યાં અનંતાનુબંધી કષાયનો ઉદય શરૂ થઈ જાય છે. તે વખતે એક આવલિકા સુધી અનંતાનુબંધીના ઉદય વિના પણ અનંતાનુબંધીનો બંધ હોય છે.
૧૫૯.
DO)