________________
પ્રશ્ન : (૪૬) ચારિત્રની પ્રાપ્તિ ક્યા કર્મોના ક્ષયોપશમથી થાય છે ? જવાબ :- દર્શનમોહનીય અને અનંતાનુબંધી વગેરે બાર કષાયના ક્ષયોપશમ વિના ચારિત્ર (ભાવચારિત્ર)ની પ્રાપ્તિ થતી નથી. એટલે ભાવચારિત્રનું મુખ્ય કારણ દર્શનમોહનીયનો અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. તેની સાથે જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતી કર્મોનો ક્ષયોપશમ પણ જરૂરી છે. કારણકે ચારિત્રના પાલન માટે જઘન્યથી પણ અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનની જરૂર રહે છે. એટલે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ પણ જોઈએ. ઈર્યાસમિતિના પાલન માટે ચક્ષુદર્શનની પણ જરૂર રહે છે. માટે દર્શનાવરણીયકર્મનો ક્ષયોપશમ પણ જોઈએ. અને વિહારાદિમાં શારીરિકશક્તિની જરૂર રહે છે. એટલે અંતરાયકર્મનો ક્ષયોપશમ પણ જોઈએ. એટલે સામાન્યથી ચારિત્રની પ્રાપ્તિનું કારણ ઘાતકર્મનો ક્ષયોપશમ પણ કહી શકાય છે. પ્રશ્ન : (૪૭) અભવ્યને કયા કર્મના ક્ષયોપશમથી ચારિત્રની પ્રાપ્તિ થાય? જવાબ :- અભવ્યને ભાવચારિત્રના કારણભૂત દર્શનમોહનીયનો અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ ક્યારેય પ્રાપ્ત થતો નથી. કારણ કે અભવ્યને મિથ્યાત્વગુણઠાણું જ હોય છે. ત્યાં દર્શનમોહનીય અને અનંતા૦૧૨ કષાયનો ક્ષયોપશમ હોતો નથી. તેથી અભવ્યને ભાવચારિત્ર હોતું નથી પણ દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં મોહનીય વિના જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતી કર્મોનો ક્ષયોપશમ સહાયક બને છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુદર્શનાદિની પ્રાપ્તિથી ઇર્યાસમિતિનું પાલન અને અંતરાય (લાભનંતરાય) કર્મના ક્ષયોપશમથી ચારિત્રને માટે જરૂરી સામગ્રી મળે છે. એટલે અભવ્યને સામાન્યથી ચારિત્રની પ્રાપ્તિનું કારણ મોહનીય વિના જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતકર્મનો ક્ષયોપશમ પણ કહી શકાય છે. પ્રશ્ન : (૪૮) દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર એટલે શું ?
| ભાવ = આત્મિકપરિણામ જવાબ :- દર્શનમોહનીય અને અનંતાનુબંધી વગેરે બાર કષાયનો ક્ષયોપશમ થવાથી જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “ભાવચારિત્ર” કહેવાય. ७. चारित्रमपि दर्शनमोहकषायद्वादशक्षयोपशमाज्जायते सकलविरति लक्षणम्।
| (તસ્વાર્થ સૂત્ર - ૨/૫ ની ટીવI) (૨૩૯)
( ૨૩૯