________________
Alth
(૧) સ્વરૂપ સત્તા :- જે કર્મનું પોતાના મૂળસ્વભાવને છોડ્યા સિવાય આત્માની સાથે રહેવું, તે “સ્વરૂપસત્તા” કહેવાય...
| બંધ સમયે જે કર્મદલિકમાં જે સ્વભાવ નક્કી થયો હોય, તે કર્મદલિકનો તે “મૂળસ્વભાવ” કહેવાય..
- જેમ કે, બંધસમયે ૨૦૦૦ કર્મદલિકોમાં સુખ આપવાનો સ્વભાવ નક્કી થાય છે, તે સુખદાયક સ્વભાવને જ તેનો મૂળસ્વભાવ કહેવાય..... અને જેટલો કાળ તે ૨000 કર્મદલિકો સુખદાયક સ્વભાવને જાળવી રાખે છે તેટલા કાળ સધુી તે કર્મદલિકની સ્વરૂપ સત્તા કહેવાય છે.
એટલે કે, જ્યાં સુધી શાતાવેદનીયકર્મ પોતાના મૂળ સ્વભાવને (સુખ આપવાના સ્વભાવને) જાળવી રાખે છે ત્યાં સુધી શાતાની સ્વરૂપ સત્તા કહેવાય છે.
(૨) પરરૂપસત્તા :- જે કર્મોનું અન્ય સજાતીય કર્મપ્રકૃતિમાં સંક્રમીને (પોતાના મૂળસ્વભાવને છોડીને) પરરૂપે થઈને આત્માની સાથે રહેવું, તે “પરરૂપસત્તા” કહેવાય છે. - એકનું બીજામાં રૂપાંતર થવું, તે “સંક્રમ” કહેવાય.....
સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના દલિકો પોતાના મૂળસ્વભાવને છોડીને, બંધાતી સજાતીય કર્મપ્રકૃતિના સ્વભાવને પ્રાપ્ત કરે છે, તે વખતે જે એક કર્મનું બીજા કર્મમાં રૂપાંતર થયું, તે “સંક્રમ” કહેવાય.
- જેમ કે, સત્તામાં રહેલા અશાતાના કર્મદલિકો પોતાના દુ:ખદાયક મૂળસ્વભાવને છોડીને, બંધાતી શાતામાં પડીને, સુખદાયક સ્વભાવને પ્રાપ્ત કરે છે. તે વખતે અશાતાના કર્મદલિકોનું શાતાના કર્મચલિકોમાં જે રૂપાંતર થયું, તે “સંક્રમ” કહેવાય છે અને અશાતાના જેટલા કર્મદલિકો શાતારૂપે બને છે તેટલા દલિકો જ્યાં સુધી શાતારૂપે જ આત્મા ઉપર પડ્યા રહે, ત્યાં સુધી તે દલિકોની પરરૂપસત્તા કહેવાય છે.
ચિત્રનં.૯માં બતાવ્યા મુજબ શાતાની નિષેકરચનામાં શાતાના દલિકોની સ્વરૂપ સત્તા છે અને અશાતાની નિષેકરચનામાં અશાતાના દલિકોની સ્વરૂપ સત્તા છે. પણ ચિત્રનં.૯માં બતાવ્યા મુજબ અશાતાની નિષેકરચનામાંથી જેટલાં દલિકો શાતામાં જઈ રહ્યાં છે તેટલા દલિકો
(૩૫)