________________
છે શ્રેણિગત ૮ થી ૧૨ ગુણઠાણા પ્રશ્ન : (૫૮) ગુણસંક્રમ એટલે શું ? તેનાથી જીવને શું લાભ થાય ? જવાબ :- અપૂવકરણગુણસ્થાનકથી માંડીને દશમાગુણસ્થાનક સુધી નહીં બંધાતી અશુભકર્મપ્રકૃતિના દલિકોને પૂર્વ-પૂર્વના સમય કરતા પછી-પછીના સમયે અસંખ્યગુણાકારે બંધાતી સજાતિય કર્મપ્રકૃતિમાં સંક્રમાવવા, તે ગુણસંક્રમ કહેવાય. | ગુણસંક્રમથી અશુભકર્મપ્રકૃતિના જે કર્મદલિકો નહીં બંધાતી સજાતીયમાં | સંક્રમે છે, તે સર્વે પોતાનો દુઃખદાયકાદિ સ્વભાવને છોડીને સુખદાયકાદિ
સ્વભાવને પ્રાપ્ત કરતા હોવાથી, તે કર્મદલિકો જીવને સુખનો અનુભવ કરાવશે. દા. ત. ગુણસંક્રમથી અશાતાના જે કર્મદલિકો શાતામાં સંક્રમે છે, તે સર્વે પોતાના દુઃખદાયક સ્વભાવને છોડીને સુખદાયક સ્વભાવને પ્રાપ્ત કરતા હોવાથી, તે સર્વે કર્મદલિકો જીવને સુખનો અનુભવ કરાવશે. એ જ મહાન લાભ ગુણસંક્રમથી થાય છે. પ્રશ્ન : (૫૯) ક્યારે કઈ કઈ પ્રકૃતિનો ગુણસંક્રમ થાય ? જવાબ :- અપૂર્વકરણગુણઠાણાના પ્રથમસમયથી થીણદ્વિત્રિક, અશાતાવેદનીય, મધ્યમ આઠકષાય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અરતિ, શોક, તિર્યંચદ્રિક, નરકદ્ધિક, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, પ્રથમ વિનાના પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ, સ્થાવરદશક અને નીચગોત્ર એ ૪૬ કર્મપ્રકૃતિનો ગુણસંક્રમ શરૂ થાય છે. અને ૮માના બીજા ભાગથી નિદ્રાદ્રિક, ૮માના છઠ્ઠા ભાગથી ઉપઘાત તથા અશુભવર્ણચતુષ્ક અને ૯માં ગુણઠાણાના પહેલા સમયથી હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાનો ગુણસંક્રમ શરૂ થાય છે. પ્રશ્ન : (૬૦) અપૂર્વકરણગુણઠાણે જો દરેક જીવના અધ્યવસાયની વિશુદ્ધિ જુદી જુદી હોય, તો ત્રિકાળવર્તી અનંતજીવો અપૂર્વકરણગુણઠાણાનો સ્પર્શ કરતા હોવાથી, કુલ અનંતા અધ્યવસાય હોવા જોઈએ ને? પણ શાસ્ત્રમાં અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયો કહ્યાં છે. તેનું શું કારણ? જવાબ :- ત્રિકાળવર્તી અનંતજીવો આઠમા ગુણઠાણાનો સ્પર્શ કરે છે. તેમાંના