Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 263
________________ પ્રશ્ન : (૮૧) ઉદયયોગ્ય ૧૨૨ કર્મપ્રકૃતિમાંથી એક જીવને એકીસાથે વધુમાં વધુ કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય ? જવાબ :- કોઈપણ એક જીવને દેવના ભવમાં એકી સાથે જ્ઞાનાવરણીય૫, દર્શનાવરણીય-૪, બે વેદનીયમાંથી-૧+ મોહO૮ (મિથ્યાત્વ, ક્રોધાદિ૪માંથી કોઇપણ એક કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે, બે યુગલમાંથી૧, પુત્રવેદ) + દેવાયુ + નામ-૨૯ (ધ્રુવોદયી-૧૨, દેવગતિ, પંચે), વૈદ્રિક, ૧લું સંસ્થાન, શુભવિહા), ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસચતુષ્ક, સુસ્વર, સુભગ-દુર્ભાગમાંથી-૧, આદેય-અનાદેયમાંથી-૧, યશઅપયશમાંથી-૧) + ઉચ્ચગોત્ર + અંતરાય-૫ = ૫૪ પ્રકૃતિનો ઉદય અવશ્ય હોય છે અને ભય-જગુપ્તા-નિદ્રાદિકમાંથી-૧=૩ પ્રકૃતિનો ઉદય ( વિકલ્પ હોય છે. કોઈપણ એક માણસને એકી સાથે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય૪, શાતા કે અશાતામાંથી એક વેદનીય, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર, અંતરાય૫, મિથ્યાત્વ, અનંતાનુબંધી વગેરે ચારે પ્રકારનો કોઈપણ એક કષાય, હાસ્ય-રતિ, કે શોક-અરતિમાંથી કોઈપણ એક યુગલ, પુરુષવેદ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકદ્રિક, તૈ૦શ૦, કામણશરીર, ૬માંથી કોઈપણ એક સંઘયણ, ૬માંથી કોઈપણ એક સંસ્થાન, વર્ણાદિ-૪, શુભઅશુભ વિહાયોગતિમાંથી એક, ત્રણચતુષ્ક, સુભગ-દુર્ભગમાંથી એક, સ્થિરઅસ્થિર, શુભ-અશુભ, આદેય-અનાદેયમાંથી એક, સુસ્વર-દુઃસ્વરમાંથી એક, યશ-અપયશમાંથી એક, પરાઘાત, ઉપઘાત, શ્વાસોચ્છવાસ, નિર્માણ, અગુરુલઘુ એ પ૫ પ્રકૃતિનો ઉદય અવશ્ય હોય છે અને ભય-જુગુપ્સા, નિદ્રાપંચકમાંથી-૧=૩ પ્રકૃતિનો ઉદય વિકલ્પ હોય છે. | એ રીતે, નરકના ભવમાં કોઈપણ એક નારકીને એકીસાથે અને તિર્યંચના ભવમાં એકેન્દ્રિયાદિને એકીસાથે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય (વિપાકોદય) હોય છે, તે યથાયોગ્ય વિચારવું... પ્રશ્ન : (૮૩) આયુષ્યકર્મની જેમ સર્વેકર્મો વિપાકોદયથી જ ભોગવાય, તો શું વાંધો આવે ? જવાબ :- આયુષ્યકર્મની જેમ સર્વે કર્મો વિપાકોદયથી જ ભોગવાય, તો જીવનો ક્યારેય મોક્ષ થાય નહીં. કારણકે આઠમાગુણઠાણાના છઠ્ઠાભાગ સુધી ૨૫૯૧

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280