________________
नरअणुपुव्वि विणावा, बारस चरिमसमयंमि जो खविउं । પત્તો સિદ્ધિ વિંદ્ર વંવિર્ય નમહ તં વીર રે ૩૪ // द्वासप्ततिक्षयश्च चरमे त्रयोदश मनुज-त्रसत्रिकं यश-आदेयम् । સુમા-નિનો-પન્દ્રિય-સાત સાતૈતરછેદ્રઃ || ૩૩ // नरानुपूर्वी विना वा द्वादश चरमसमये यः क्षपित्वा ॥ પ્રાત: સિદ્ધ વેવેન્દ્રન્દ્રિતં નમત તે વીરમ્ / ૩૪ /
ગાથાર્થ : (અયોગગુણઠાણાના દ્વિચરમ સમયે) ૭૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે અને છેલ્લાસમયે મનુષ્યત્રિક, ત્રસત્રિક, યશ, આદેય, સુભગ, જિનનામ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય, શાતા-અશાતામાંથી એક વેદનીય..... એ ૧૩ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. અથવા મનુષ્યાનુપૂર્વ વિના ૧૨ કર્મપ્રકૃતિનો અયોગીગુણઠાણાના છેલ્લા સમયે ક્ષય કરીને, મોક્ષને પામેલા અને દેવેન્દ્રવડે વંદન કરાયેલા એવા મહાવીરસ્વામીને નમસ્કાર થાઓ.....
વિવેચન :- અયોગ ગુણઠાણાના દ્વિચરમસમયે સત્તામાંથી દેવગતિ વગેરે ૭૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે અને અયોગીના છેલ્લા સમયે (૧) મનુષ્યગતિ, (૨) મનુષ્યાનુપૂર્વી, (૩) મનુષ્યાયુ, (૪) ત્રસ, (૫) બાદર, (૬) પર્યાપ્ત, (૭) પંચેન્દ્રિયજાતિ, (૮) યશકીર્તિ, (૯) આદેય, (૧૦) સુભગ, (૧૧) જિનનામ, (૧૨) ઉચ્ચગોત્ર અને (૧૩) શાતાઅશાતામાંથી એક વેદનીય.... એ ૧૩ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. - કેટલાક આચાર્ય મહારાજ સાહેબ એમ માને છે કે, મનુષ્યાનુપૂર્વી ક્ષેત્રવિપાકી હોવાથી, તેનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. ભવસ્થજીવોને આનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી અયોગીગુણઠાણે મનુષ્યાનુપૂર્વી અનુદયવતી છે. એટલે ચિત્રનં.૪૬માં બતાવ્યા મુજબ અયોગીગુણઠાણાના છેલ્લા સમયે અનુદયવતી દેવગતિની જેમ અનુદયવતી મનુષ્યાનુપૂર્વીનું પણ ચરમનિષેકમાં રહેલું કર્મકલિક સજાતિય ઉદયવતી કર્મપ્રકૃતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમી જવાથી, તેની સ્વરૂપ સત્તાનો નાશ થાય છે. એટલે અયોગીગુણઠાણાના ચરમસમયે મનુષ્યાનુપૂર્વીની સત્તા હોતી નથી. તેથી ચરમસમયે મનુષ્યગતિ વગેરે ૧૨ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. એટલે અયોગીગુણઠાણાના દ્વિચરમસમયે ૭૩ કર્મપ્રકૃતિનો અને ચરમસમયે ૧૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે.