________________
મનોદ્રવ્યને દેખીને મન:પર્યવજ્ઞાની કે અનુત્તરવાસિદેવ પોતાના પ્રશ્નોના જવાબને અનુમાનથી જાણે છે. એટલે કેલિભગવંતને પ્રશ્નોના ઉત્તર આપવા માટે દ્રવ્યમનની જરૂર રહે છે. તથા દેશના સમયે વચનની પ્રવૃત્તિ હોય છે અને વિહારાદિમાં કાયાની પ્રવૃત્તિ હોય છે. તેથી તે સયોગીકેવળી કહેવાય છે. તેઓને જે ગુણસ્થાનક છે તે “સયોગીકેવલિગુણસ્થાનક” કહેવાય.
કોઈક ક્ષપક પોતાનું માત્ર અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે, ત્યારે ઘાતીકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે સયોગી અવસ્થામાં માત્ર અંતર્મુહૂર્તકાળ રહીને, પછી અયોગ અવસ્થાને પ્રાપ્ત કરીને મોક્ષમાં પહોંચી જાય છે. અને કોઈક પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો ક્ષપક સાધિક ૮ વર્ષ ન્યૂન પૂર્વક્રોડવર્ષ (દેશોનપૂર્વક્રોડવર્ષ) સુધી સયોગીકેવલી અવસ્થામાં રહીને, પછી અયોગીકેવલી અવસ્થાને પ્રાપ્ત કરીને મોક્ષમાં પહોંચી જાય છે. એટલે સયોગીગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ કહ્યો છે.
સયોગીકેવલિભગવંત પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે “ભવોપગ્રાહી” કર્મોને ખપાવવા માટે કેવલીસમુદ્દાત કે યોનિરોધની વિશિષ્ટ ક્રિયાઓ કરતા પહેલા “આયોજિકાકરણ' કરે છે. આ=મર્યાદા, યોજિકા=વ્યાપાર, કરણ=ક્રિયા,
કેવળીની દૃષ્ટિરૂપ મર્યાદાવાળા અત્યંત પ્રશસ્ત મન-વચન અને કાયાના વ્યાપારને આયોજિકાકરણ કહે છે. જો કે કેવલિભગવંતને મન-વચન અને કાયાનો વ્યાપાર શુભ (પ્રશસ્ત) જ હોય છે. તો પણ જેનાથી કેવલીસમુદ્ધાત કે યોગનિરોધની વિશિષ્ટ ક્રિયા થઈ શકે એવા અત્યંતશુભ મન-વચન અને કાયાના વ્યાપારને આયોજિકાકરણ કહે છે. આયોજિકાકરણ કર્યા પછી જે કેવળી, ભગવંતને પોતાના આયુષ્યની સ્થિતિ અપ્રમત્તગુણસ્થાનક કરતાં વેદનીયાદિની સ્થિતિ અધિક પ્રમત્તગુણસ્થાનક હોય તે કેવલી ભગવંતો સમ્યક્ત્વગુણસ્થાનક પોતાના આયુષ્યની જેટલી સારવાદનગુણસ્થાનક
સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનકો
દેશવિરતિગુણસ્થાનક
મિશ્રગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
૧૪૫
ચ ગીકેવ ણસ નક સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોલગુણસ્થાનક ઉપશાંતમોહગુણસ્થાનક
સયોગીકેવલીભગવંત એ