________________
એ પ્રમાણે, “સકલકર્મનો ક્ષય” કરીને સિદ્ધિપદને પામેલા અને દેવના ઈન્દ્ર = દેવેન્દ્રવર્ડ” અથવા “દેવેન્દ્રસૂરિમહારાજવડે” વંદન કરાયેલા એવા “મહાવીરસ્વામીને” નમસ્કાર થાઓ...
મિથ્યાર્દષ્ટિગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા
અનાદિમિથ્યાદૃષ્ટિની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ.
ર
૨ ૨૬ ૨
અનેકજીવની અપેક્ષાએ.
પ
બદ્ઘાયુ એક જીવની અપેક્ષાએ. અબદ્ઘાયુ એક જીવની અપેક્ષાએ ૫
૫
2
2
૯ ૨
ના. ગો. અં. કુલ.
૧૨૬ ૬૪ °૮૮ ૨ ૫ ૧૪૧
८८ ર
૫૧૧૩૯
૨૬ ૧ ८८ ર ૫ ૧૩૮
૫. મિથ્યાર્દષ્ટિગુણઠાણે સત્તામાં શા૦, ૬૦, વે૦ અને અં૦ કર્મમાં કાંઈ જ ફેરફાર થતો નથી. બાકીના ૪ કર્મમાં જ ફેરફાર થાય છે. મોહનીયકર્મમાં અનાદિ મિથ્યાદૃષ્ટિજીવને સત્તામાં ૨૬ હોય છે. અને સાદિમિથ્યાદૃષ્ટિ જીવને સત્તામાં ૨૮, ૨૭ કે ૨૬ હોય છે. અનાદિમિથ્યાદૃષ્ટિ જીવ જ્યારે ઉપશમસમ્યક્ત્વ પામે છે ત્યારે સત્તામાં ૨૮ હોય છે. પછી તે જીવ સમ્યક્ત્વથી મિથ્યાત્વે ચાલ્યો જાય, તો મિથ્યાત્વગુણઠાણે સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ગલના શરૂ કરે છે. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાય ત્યારે સમોની સંપૂર્ણ ઉદ્ગલના (નાશ) થઈ જવાથી સત્તામાં ૨૭ પ્રકૃતિ રહે છે. ત્યારબાદ પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ જાય ત્યારે મિશ્રમોહનીયની સંપૂર્ણ ઉદ્દલના થઈ જવાથી સત્તામાં ૨૬ પ્રકૃતિ રહે છે.
૬. આયુષ્યકર્મની બાબતમાં અનાદિમિથ્યાર્દષ્ટિ કે સાદિમિથ્યાર્દષ્ટિ જીવો ચારે પ્રકારનું આયુષ્ય બાંધી શકતા હોવાથી, અનેકજીવની અપેક્ષાએ ચારે આયુષ્યની સત્તા ગણાય છે અને એક જીવની અપેક્ષાએ, જો પરભવાયુ બાંધેલુ હોય, તો બે આયુષ્યની સત્તા ગણાય છે અને જો પરભવાયુ બાંધેલુ ન હોય, તો એક જ આયુષ્યની સત્તા ગણાય છે. અહીં ખાસ ધ્યાન રાખવું કે, જે જીવ મનુષ્ય હોય અને તેને જો પરભવાયુ મનુષ્યનું જ બાધ્યું હોય અને જે જીવ તિર્યંચ હોય અને તેને જો પરભવાયુ તિર્યંચનું જ બાંધ્યું હોય, તો તે સજાતિય હોવાથી બદ્ઘાયુવાળો હોવા છતાં પણ તેને એક જ આયુષ્યની સત્તા ગણાય છે.
૭. સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના સમૂહને સત્તાસ્થાન કહે છે. મિથ્યાત્વગુણઠાણે નામકર્મના ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ કુલ ૭ સત્તાસ્થાન હોય છે. કારણકે દરેક સમ્યગ્દષ્ટિ જીવો તીર્થંકરનામકર્મને અને અપ્રમત્તસંયમી આહારકદ્ધિકને બાંધે જ એવો નિયમ નથી, કોઈક બાંધે અને કોઈક ન પણ બાંધે. એટલે (૧) જે જીવ તીર્થંકર
૨૦૫