Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 272
________________ આઈન્સ્ટાઈનના મત મુજબ અને જગતના નિયમ પ્રમાણે......... બે વિપરીત ધ્રુવો પર વિશ્વ રચાયેલું છે. * પ્રકાશ છે તો અંધકાર છે. * ધરતી છે તો આકાશ છે. * અગ્નિ છે તો જળ છે. * રાત છે તો દિવસ છે. * જેલ છે તો મુક્તજીવન પણ છે. બસ એ જ ન્યાયે સુખના સાધનો અને તેને ભોગવવાની ભૂખ પર “અપેક્ષિત જો પરાધીન સુખ” છે તો સંપૂર્ણ રીતે “અનપેક્ષિત એવું સ્વાધીન સુખ” પણ હોવું જોઈએ. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદનો નિયમ છે કે, અહીં આવું છે, તો ત્યાં તેવું હોવું જોઈએ. અહીંનું આ હોવું, તે જ ત્યાં તેવું હોવાની સાબિતી છે. અહીં જો પરાધીન સુખ છે, તો એવું પણ કોઈક સ્થાન છે કે જ્યાં સ્વાધીન સુખ હોય. એવું પણ એક સ્થાન છે કે, * જ્યાં ભૂખ નથી માટે ભૂખને સંતોષવાના સાધનની પણ જરૂર નથી. જ્યાં તરસ નથી માટે તરસને છીપાવવાના સાધનની પણ જરૂરનથી. જ્યાં ઈન્દ્રિય નથી માટે ઈન્દ્રિયજન્ય સુખની લાલસાને સંતોષવાના સાધનની પણ જરૂર નથી. જ્યાં શરીર નથી માટે જન્મ-જરા-મરણની ઉપાધિ પણ નથી. એટલે સંસારની જે પરિસ્થિતિ છે. તેનાથી બિલકુલ વિપરીત ઢંગની પણ એક દુનિયા છે. જો સંસારનું સુખ “પરાધીન” છે. જો સંસારનું સુખ “ઈન્દ્રિયગમ્ય” છે. જો સંસારનું સુખ “ક્ષણભંગુર’” છે. જો સંસારનું સુખ “ખંડિત” છે. તો તેનાથી બિલકુલ વિપરીત સ્વાધીન સુખ, ઈન્દ્રિયાતીત સુખ, ૨૬૮

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280