________________
અસકલ્પનાથી..... અંતઃકોકોસાળ ૨૪૦ સમય
=
માનવામાં આવે તો.......
= ૨ સમય =
ચિત્રનં.૧૭માં બતાવ્યા મુજબ ૬ નામનો દેવ દેવગતિની અંતઃકોકોસા = ૨૪૦ સમયની નિષેકરચનામાંથી નીચેથી ઉદયાવલિકા ૨ નિષેકને મૂકીને, તેની ઉપરના ૩ થી ૨૪૦ નિષેકમાંથી કેટલાક દલિકોને પ્રયત્ન વિશેષથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખીને ભોગવે છે તેને દેવગતિની ઉદીરણા કહે છે. એ જ રીતે, દેવ-અને દેવભવના છેલ્લા સમય(મરણસમય) સુધી દેવાયુને છોડીને, બાકીની દેવગતિ વગેરે વિપાકોદયવાળી, પ્રકૃતિની ઉદીરણા ચાલુ રહે છે. દેવાયુની ઉદીરણા ૧ આલિકાન્સૂન ૨ સાગરોપમ = ૧ થી ૫૮ સમય સુધી ચાલુ રહે છે. ત્યારપછી છેલ્લી ઉદયાવલિકા ૨ (૫૯ મો / ૬૦મો) નિષેકને ઉદયથી ભોગવીને નાશ કરે છે. કારણકે દેવાયુની છેલ્લી ઉદયાવલિકા ઉપર દેવાયુનું દલિક હોતું નથી તેથી દેવાયુની ઉદીરણા થતી નથી.
=
ધ્રુવોદયી મતિજ્ઞાનાવરણીયાદિ-૨૭ પ્રકૃતિની ઉદય-ઉદીરણા અનાદિકાળથી ચાલુ છે. જ્યારે જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-પની છેલ્લી એક આવલિકા જેટલી સ્થિતિસત્તા બાકી રહે છે ત્યારે ઉદીરણા બંધ પડે છે. છેલ્લી આવલિકાને વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે. બાકીની ૧૩ પ્રકૃતિની ઉદીરણા પોત-પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી ચાલુ રહે છે.
સકલકર્મક્ષયવિધિ
કર્મનો બંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી ચાલુ છે. તેથી સત્તા પણ અનાદિકાલીન છે અને સત્તામાં રહેલા કર્મો પોત-પોતાનો અબાધાકાળ પૂરો થતાંની સાથે અવશ્ય ફળનો અનુભવ કરાવી રહ્યાં છે તેથી ઉદયઉદીરણા પણ અનાદિકાળથી ચાલુ છે. “જ્યાં સુધી કર્મબંધની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી કર્મસત્તાનો અંત આવતો નથી અને જ્યાં સુધી સત્તામાં કર્મ હોય ત્યાં સુધી ઉદય-ઉદીરણાની પ્રક્રિયાનો પણ અંત આવતો નથી. તેથી સકલકર્મોનો ક્ષય કરવાની ઈચ્છાવાળા જીવોએ સૌ પ્રથમ કર્મબંધની પ્રક્રિયાને અટકાવવી જોઈએ.
(૫૬)