________________
પૂર્ણવિરામ કર્મબંધની પ્રક્રિયાનો :
કર્મબંધની પ્રક્રિયાના કારણો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. જો કારણનો નાશ થાય, તો કાર્યનો નાશ થાય. એ ન્યાયે મિથ્યાત્વાદિ દોષરૂપ કારણનો નાશ થાય, તો કર્મબંધની પ્રક્રિયારૂપ કાર્યનો અંત આવે. એટલે કર્મબંધની પ્રક્રિયાને અટકાવવી હોય, તો મિથ્યાત્વાદિ દોષોને દૂર કરવા જોઈએ અને મિથ્યાત્વાદિ દોષોને દૂર કરવા હોય, તો સમ્યક્ત્વાદિગુણોને પ્રાપ્ત કરવા જોઈએ. કારણકે મિથ્યાત્વની સાથે સમ્યક્ત્વ, અવિરતિની સાથે વિરતિ, કષાયની સાથે વીતરાગતા, અને યોગની સાથે અયોગી અવસ્થા પરસ્પર વિરુદ્ધ હોવાથી સમ્યક્ત્વાદિ ગુણરૂપ પ્રકાશ થતાંની સાથે જ મિથ્યાત્વાદિ દોષરૂપ અંધકારનો નાશ થાય છે અને મિથ્યાત્વાદિ દોષો દૂર થતાંની સાથે જ મિથ્યાત્વાદિ પ્રત્યયિકી કર્મપ્રકૃતિની બંધાદિ પ્રક્રિયાનો અંત આવે છે. તો, હવે કર્મબંધાદિ પ્રક્રિયાના ક્ષયનું કારણ જે સમ્યક્ત્વાદિ ગુણો છે તે કેવી રીતે પ્રાપ્ત થાય ? એ વિચારીએ..... આવિર્ભાવ આત્મિકગુણનો :
અનાદિકાળથી અનંતજ્ઞાનાદિમય શુદ્ધ આત્મા કર્મોથી ઢંકાયેલો છે. જેમ જેમ કર્મમલ ઓછો થતો જાય છે તેમ તેમ આત્મા શુદ્ધ થવાથી જ્ઞાનાદિગુણો અધિકાંશે ખુલતા જાય છે. જ્યારે સકલકર્મોનો ક્ષય થઈ જાય છે ત્યારે જ્ઞાનાદિગુણો સંપૂર્ણતયા પ્રગટે છે. એટલે આત્માની અશુદ્ધ અવસ્થાથી માંડીને સંપૂર્ણ શુદ્ધ અવસ્થા સુધીની જ્ઞાનાદિગુણોના વિકાસને જણાવનારી આત્મિક અવસ્થાઓ અસંખ્ય છે. પરંતુ તે સર્વેનો મહાપુરૂષોએ મિથ્યાદર્શનાદિ કાર્યની અપેક્ષાએ વર્ગીકરણ કરીને ૧૪ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેથી ગુણસ્થાનક ૧૪ કહ્યાં છે. તેને “મોક્ષમહેલની સીડીના પગથિયાની ઉપમા” આપી છે.
મોક્ષ
મોક્ષમહેલ
મોક્ષમહેલની સીડી = ક્રમશઃ મોક્ષમહેલની સીડીના પગથિયા
=
=
અનંતગુણ વિશુદ્ધપરિણામની ધારા.
ગુણસ્થાનક.
=
સકલકર્મક્ષય.
સિદ્ધશિલા.
૫૮