________________
એટલે નિદ્રાકાલે પણ અંતર્મુહૂર્ત પ્રમત્ત-અપ્રમત્તગુણઠાણાનું પરાવર્તન ચાલુ હોય છે. એટલે ૪-૫ કલાકની નિદ્રામાં પણ પ્રમત્તગુણઠાણાનો અંતર્મુહૂર્ત કાળ ઘટી શકે છે.
પ્રશ્ન : (૫૬) વર્તમાનકાળમાં ભરત-ઐરાવતક્ષેત્રમાં રહેલા જીવો વધુમાં વધુ કેટલા ગુણઠાણા સુધી જઈ શકે ? જવાબ :- વર્તમાનકાળમાં ભારત અને ઐરાવતક્ષેત્રમાં રહેલા જીવો વધુમાં વધુ “સાતગુણઠાણા” સુધી જઈ શકે છે. ત્યાંથી આગળ વર્તમાનકાળમાં છેવટ્ટ સંઘયણ હોવાથી જઈ શકાતું નથી.
પ્રશ્ન : (૫૭) વિસંયોજના અને ક્ષય એટલે શું ? તે બન્નેમાં શું ફેર ? વિસંયોજના કયા કર્મની થાય ? અને કોણ કોણ કરી શકે ? જવાબ :- જે કર્મપ્રકૃતિની સત્તાનો નાશ થયા પછી ફરીથી તે કર્મપ્રકૃતિનો બંધ થવાની શક્યતા હોય, તે કર્મપ્રકૃતિના નાશને “વિસંયોજના” કહે છે અને જે કર્મપ્રકૃતિનો નાશ થયા પછી ફરીવાર તે કર્મપ્રકૃતિ ક્યારેય બંધાવાની નથી. તે કર્મપ્રકૃતિના નાશને “ક્ષય” કહે છે.
વિસંયોજના અને ક્ષયમાં એ જ ફરક છે કે, “જે કર્મપ્રકૃતિની વિસંયોજના થઈ હોય, તે કર્મપ્રકૃતિનો ફરી બંધ થવાનો સંભવ છે.” અને જે કર્મપ્રકૃતિનો ક્ષય થયો હોય, તે કર્મપ્રકૃતિ ફરીવાર ક્યારેય બંધાતી નથી.” દાવતઅનંતાનુબંધીની વિસંયોજના કરનારા જીવને મિથ્યાત્વ મોહનીયકર્મ સત્તામાં હોવાથી, તે જીવ જો મિથ્યાત્વગુણઠાણે આવી જાય, તો ત્યાં ફરીથી અનંતાનુબંધી બંધાય છે અને જે જીવે મિથ્યાત્વમોહનીયનો નાશ કર્યો હોય, તે જીવ ફરીવાર ક્યારેય મિથ્યાત્વમોહનીયને બાંધી શકતો નથી. એટલે ફરીવાર મિથ્યાત્વમોહનીયની સત્તા પ્રાપ્ત થતી નથી.
૧૫૮ કર્મપ્રકૃતિમાંથી “અનંતાનુબંધીચતુષ્કની” જ વિસંયોજના થાય છે. બાકીના કોઈપણ કર્મની વિસંયોજના થતી નથી અને ૪ થી ૭ ગુણઠાણે રહેલા ક્ષયોપશમસમ્યગુદૃષ્ટિ સંજ્ઞીપર્યાપ્તાજીવો અનંતાનુબંધીચતુષ્કની વિસંયોજના કરી શકે છે.
૨૪૩)