________________
IV
બંધહેતુના અભાવથી બંધનો અંત અને સદ્ભાવથી કર્મનો બંધ :જે ગુણઠાણે, જે બંધહેતુનો અંત આવે છે, તે ગુણઠાણે તેના નિમિત્તે બંધાતી કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે પણ જ્યાં સુધી જે બંધહેતુનો સદ્ભાવ હોય, ત્યાં સુધી તેના નિમિત્તે બંધાતી કર્મપ્રકૃતિના બંધનો અંત આવતો નથી.
દા. ત. મિથ્યાત્વગુણઠાણાના અંતે “મિથ્યાત્વ” નામના બંધહેતુનો અંત આવે છે. તે જ ગુણઠાણાના અંતે તેના નિમિત્તે બંધાતી નરકત્રિકાદિ૧૬ કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે પરંતુ સાસ્વાદન ગુણઠાણે અવિરતિ વગેરે બંધ હેતુનો સદ્ભાવ હોવાથી તેના નિમિત્તે બંધાતી તિર્યંચત્રિકાદિ ૧૦૧ કર્મપ્રકૃતિના બંધનો અંત આવતો નથી.
અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણાના અંતે “અવિરતિ” નામના બંધ હેતુનો અંત આવે છે તે જ ગુણઠાણાના અંતે તેના નિમિત્તે બંધાતી તિર્યંચત્રિકાદિ-૩૫ કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે. પરંતુ દેશિવરતિ ગુણઠાણે કષાયાદિ બંધહેતુનો સદ્ભાવ હોવાથી તેના નિમિત્તે બંધાતી પ્રત્યાખ્યાનીયકષાય વગેરે-૬૭ કર્મપ્રકૃતિના બંધનો અંત આવતો નથી.
સૂક્ષ્મસંપરાયગુણઠાણાના અંતે “કષાયોદય” નામના બંધહેતુનો અંત આવતો હોવાથી, તેના નિમિત્તે બંધાતી પ્રત્યાખ્યાનીયકષાય વગેરે ૬૮ કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે. પરંતુ ઉપશાંતમોહાદિ-૩ ગુણઠાણે યોગ નામના બંધહેતુનો સદ્ભાવ હોવાથી, તેના નિમિત્તે બંધાતી માત્ર શાતાવેદનીય કર્મનો બંધ ચાલુ રહે છે.
૧૩મા ગુણઠાણાના અંતે યોનિરોધ થવાથી શાતાવેદનીયકર્મના બંધનો અંત આવે છે. એટલે અયોગિકેવળીભગવંતને યોગના અભાવે કર્મબંધ થતો નથી.
એ રીતે જે ગુણઠાણે, જે બંધહેતુનો અંત આવે, તે તે ગુણઠાણે તેના નિમિત્તે બંધાતી કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે. પરંતુ જ્યાં સુધી જે બંધહેતુનો અંત આવતો નથી ત્યાં સુધી તેના નિમિત્તે બંધાતી કર્મપ્રકૃતિના બંધનો અંત આવતો નથી.
બંધિવિધ સમાપ્ત
૧૬૮
---