________________
ઉપશાંતમોહગુણઠાણે ઋષભનારાચ અને નારાચસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. કારણકે પ્રથમના ત્રણસંઘયણવાળા જ ઉપશમશ્રેણી માંડી શકે છે અને ઉપશમક ૧૧મા ગુણઠાણા સુધી જ જઈ શકે છે. ત્યાંથી આગળના ગુણઠાણે જઈ શકતો નથી. એટલે ૧૧મા ગુણઠાણા સુધી જ પ્રથમના ત્રણ સંઘયણનો ઉદય હોય છે. ૧૨મે, ગુણઠાણે ક્ષપકને માત્ર પ્રથમસંઘયણનો ઉદય હોય છે. ઋષભનારાચ કે નારાચસંઘયણનો ઉદય હોતો નથી. તેથી ૧૧મા ગુણઠાણે ઋષભનારાચ અને નારાચસંઘયણનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
૧૨મા-૧૩મા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદયઃ—
सगवन्न खीणदुचरिमि, निद्ददुगंतो अ चरिमि पणवन्ना I नाणं-तराय - दंसण चउछेओ, सयोगि बायाला ॥ ૨૦ 11 सप्तपञ्चाशत् क्षीणद्विचरमे, निद्राद्विकान्तश्च चरमे पञ्चपञ्चाशत्। જ્ઞાનાન્તરાય-વર્ણન પતુ છેવ: સોગિનિ દ્વિવારિશત્ || ૨૦ ||
ગાથાર્થ :- ક્ષીણમોહગુણઠાણાના દ્વિચરમસમયે ૫૭ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. તે જ સમયે નિદ્રાદ્વિકનો અંત થાય છે. એટલે ક્ષીણમોહના છેલ્લા સમયે ઉદયમાં ૫૫ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં જ્ઞાનાવરણીય, અંતરાયકર્મ અને દર્શનાવરણીયચતુષ્કનો ઉદયવિચ્છેદ થાય છે. (તથા જિનનામનો ઉદય થાય) એટલે સયોગીકેવલીગુણઠાણે ૪૨ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન :- ઉપશાંતમોહગુણઠાણે ઉદયમાં ૫૯કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી બીજા-ત્રીજાસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૫૯માંથી ૨ કર્મપ્રકૃતિ ઓછી કરતાં, ક્ષીણમોહગુણઠાણે ઉદયમાં ૫૭પ્રકૃતિ હોય છે. Sllo εο વેજ આયુર ના અં કુલ .
ગો
.
.
-
.
૫ + ૬ + ૨ + ૧ +૩૭૧૧+
+ ૫ = ૫૭
૧૧. મનુગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૩ + ઔઅં૦ + વજ્રઋષભનારાચસંઘયણ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ ૧૯ + પ્ર૦૫ + ત્રસાદિ-૧૦ + અસ્થિર +
અશુભ + દુઃસ્વર ૩૭
=
=
.
૧
૧૮૪