________________
અષ્ટક પ્રકરણ
૧૧
૧-મહાદેવ અષ્ટક
સર્વ પ્રાણીઓમાં રાગાદિ જોવામાં આવતા ન હોવાથી અને પ્રતિનિયત (Fકેટલાક) જીવોમાં રાગાદિ જોવામાં આવતા હોવાથી તમોએ આપેલા હેતુમાં વ્યભિચાર (=દોષ) છે.
(૨) વળી પોતાના આત્મામાં પણ કોઇ વિષયવિશેષમાં (=કોઇક પદાર્થમાં) રાગાદિનો અભાવ જોવામાં આવતો હોવાથી કોઇકને દરેક સ્થળે અને દરેક કાળે સર્વથા રાગાદિનો અભાવ થાય એ વિરુદ્ધ નથી. કહ્યું છે કે-“જેવી રીતે પોતાના આત્મામાં કોઇક પદાર્થમાં રાગાદિનો અભાવ જોવાયો છે તેવી રીતે કોઇકને બધા સ્થળે અને સર્વકાળમાં રાગાદિનો અભાવ થાય તેમાં બાધક કોઇ પ્રમાણ નથી.”
(૩) તથા રાગાદિ ભાવોનો સર્વથા ક્ષય સંભવે છે. કેમકે તેમનો દેશથી (=આંશિક) ક્ષય જોવામાં આવે છે. જે પૌદ્ગલિક ભાવો અલ્પ-અધિક-અધિકતર ઇત્યાદિ રીતે દેશથી (આંશિક) ક્ષયવાળા થાય છે તે પૌલિક ભાવો સંપૂર્ણપણે ક્ષય પામેલા જોવામાં આવ્યા છે. જેમ કે, સૂર્યકિરણોને ઢાંકનારી વાદળની શ્રેણિઓ દેશથી ક્ષય પામે છે તો સંપૂર્ણપણે પણ ક્ષય પામતી જોવામાં આવે છે. આથી રાગાદિ દોષોનો સર્વથા ક્ષય સંભવે છે. કહ્યું છે કે “જેવી રીતે દેશથી નાશ પામનારા મેઘશ્રે િવગેરે ભાવો સંપૂર્ણપણે નાશ પામેલા જોવામાં આવ્યા છે, તેવી રીતે રાગાદિ દોષો સંપૂર્ણપણે નાશ પામનારા મનાયેલા છે.”
પ્રશ્ન- રાગાદિનો સર્વથા અભાવ સંભવે તો પણ રાગાદિનો સર્વથા અભાવ ચિત્તવૃત્તિરૂપ હોવાના કારણે રાગાદિના સર્વથા અભાવવાળા પુરુષવિશેષને (મહાદેવને) કેવી રીતે જાણી શકાય ?
ઉત્તર– તેના સ્વરૂપથી અને ચરિત્રથી (=વર્તનથી) જાણી શકાય છે. જેનું સ્વરૂપ સ્ત્રીથી, શસ્ત્રથી અને રુદ્રાક્ષ (વગેરે)ની માળાથી રહિત છે, તથા જેનું ચરિત્ર શૃંગાર વગેરે રસથી રહિત છે, એકાંતે શાંતરસથી પ્રસન્નતાવાળું છે, ન જીતી શકાય તેવા આંતર શત્રુઓના જયવાળું છે, અને અનુચિત ચરિત્ર નથી, તે જ રાગાદિના સર્વથા અભાવવાળો છે એમ જાણવું. કહ્યું છે કે-સ્ત્રીના સમાગમથી અનુમાન કરી શકાય તેવો રાગ જેને નથી, શત્રુને કાપી નાખનાર શસ્ત્રથી જાણી શકાય તેવો ષ જેને નથી, અનુચિત આચરણથી ઉત્પન્ન થનારા દોષોથી સિદ્ધ કરી શકાય તેવો મોહ જેનામાં નથી, તે દેવ છે, અને તે દેવ આ પ્રમાણે (-હમણાં કહ્યું તે પ્રમાણે) અરિહંત છે.” તથા “અરિહંતોના શૃંગાર વગેરે રસરૂપ અંગારાઓથી જીવોનું હિત બળી ગયું નથી. કારણ કે અરિહંતોમાં શૃંગારાદિ રસો હોતા નથી. અરિહંતોનું એકાંત શાંતરસથી યુક્ત આચરણ અદ્ભુત છે.”
બીજા દેવોનું તો રાગાદિની સત્તાના કારણે અનુચિત સ્વરૂપ અને અનુચિત વર્તન અત્યંત પ્રસિદ્ધ જ છે. તે આ પ્રમાણે- “૧. બ્રહ્માનું મસ્તક છેદાયું. ૨. વિષ્ણુની ચક્ષુમાં રોગ થયો. ૩. મહાદેવનું શિશ્ન (=પુરુષચિહ્ન) છેદાયું. ૪. સૂર્યનું પણ શરીર છોલાયું. ૫. અગ્નિદેવ બધું ખાનારો છે. ૬. ચંદ્ર કલંકથી યુક્ત છે. ૭. ઇંદ્ર પણ શરીરમાં રહેલી યોનિઓથી વિષમ=વિષમ શરીરવાળો કરાયો. સન્માર્ગથી ખસવાથી પ્રાયઃ સમર્થોને પણ આપત્તિઓ થાય છે.” “તથા ૮. બ્રહ્મા ચાર મુખવાળો થયો. ૯. વિષ્ણુદેવ ઠીંગણો થયો. ઇંદ્રનું શરીર હજાર યોનિઓથી વ્યાપ્ત થયું. ૧૦. ચંદ્ર ક્ષયવાળો થયો. ૧૧. સર્પો જીભના ભેદને પામ્યા. રાહુ માત્ર મસ્તકવાળો થયો. હે તૃણા દેવી ! લોકની આ સઘળી વિડંબના તમારાથી કરાઇ છે.”
(૧) પ્રશ્ન- બ્રહ્માનું મસ્તક કેવી રીતે છેદાયું ?