Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધન-સામગ્રી
‘તારીખે મુઝફ્ફરશાહી’માં મુઝફ્ફ્ફરશાહ ૨ જાના શાસન(ઈ.સ. ૧૫૧૧–૧૫૨૬) દરમ્યાનના ઇતિહાસ છે. એના કર્તાનું પૂરું નામ મીર સૈયદ અલી કાશાની હતુ. એ દરબારી ઇતિહાસ-લેખક હતા અને કવિ પણ હતા. ‘તારીખે મુઝફ્ફરશાહી’ના લખાણના અર્ધા ભાગ કર્તાની કે બીજા કવિઓની કાવ્ય-પક્તિએથી ભરેલા છે. સુલતાન મુઝફ્ફરશાહ ૨ જાએ માળવાનું પાયતખ્ત માંડૂ ઈ.સ. ૧૫૧૭ માં છતી સુલતાન મહમૂદ ખલજી (ર જા)ને પરત કર્યું હતું એને વિગતવાર હેવાલ એમાં છે. જે કાંઈ એણે જાતે જોયેલું અથવા બનાવામાં ભાગ લેનારાઓ પાસેથી સાંભળેલુ' તે ઉપર એણે સામગ્રી માટે આધાર રાખ્યો હતા. જે દિવસ, મહિના, સાલ, અને જે સ્થળે બનાવા બનેલા તેઓના નિર્દેશ સાથે એ બનાવને એણે વર્ણવેલા છે. એમ જણાય છે કે મજકૂર ચડાઈમાં એ સુલતાન સાથે માળવા ગયા હતા અને એના ફરમાન મુજબ સંભાળપૂર્વક એણે નાંધા રાખી હતી અને એ આધારે હેવાલ તૈયાર કર્યા હતા. સુતાનની પ્રશંસા કરવા બાબતમાં એમાં પાર વિનાની અત્યુક્તિ છે.
૧ ૩]
[પ
.
હુસામખાન ગુજરાતીની ‘તારીખે બહાદુરશાહી'માં દિલ્હી સલ્તનતથી માંડીને સુલતાન બહાદુરશાહના શાસન ( ઈ.સ. ૧૫૨ ૬-૧૫૩૭) ના અંત સુધીના ઇતિહાસના અથવા એછામાં એછુ ઈ.સ. ૧૫૩૩ સુધીના ઇતિહાસને સમાવેશ કરવામાં આવેલ છે. ‘મિતે સિકંદરી 'એ એના ધણા ઉપયાગ કર્યો છે, જે હાજી ઉદ્દીરે એ પુસ્તકના ઉલ્લેખ ‘તખકાતે બહાદુરશાહી તથા કર્તાના નામ ઉપરથી ‘ તબકાતે હુસામખાની ' નામેાથી પણ કરેલા છે. એની એક પણ પ્રત પ્રાપ્ય નથી, પરંતુ એમાંનાં વિપુલ અવતરણ એના પછી રચાયેલા મિતે સિક દરી', ‘ ઝક્વાલિહ ’. ‘ તબકાતે અકબરી’ વગેરે ઇતિહાસામાં મળે છે,
'
*
• ગંજ આની ' નામના એક મસનવી કાવ્યને રચનાર શાયર સુતી ઈ.સ. ૧૫૩૧ ની લગભગ મક્કાથી દીવ આવ્યા હતા અને સુલતાન બહ!દુરશાહને મળ્યા હતા. એ કાવ્યમાં સુલતાન બહાદુરશાહે માળવા જીતી લઈને ગુજરાતમાં ભેળવી દીધું એનેા તથા બૃહદુરશાહે પોર્ટુગીઝ પર વિજય મેળવ્યે। એ વિશે ઉલ્લેખ છે. સુલતાન બહાદુરશાહના સમયના એકમાત્ર પ્રાપ્ય હેવાલ તરીકે એનું મહત્ત્વ વિશેષ છે.
"
‘તારીખે ઇબ્રાહીમી' યા ‘તવારીખે હુમાયૂ' નામના ઇતિહાસ-ગ્રંથમાં ભારતને સામાન્ય ઇતિહાસ છે. એમાં ઝફરખાન નાઝિમ તરીકે ઈ.સ. ૧૩૯૦ માં ગુજરાતમાં આવ્યે ત્યારથી માંડીને સુલતાન મહમૂદશાહ ૨ જાના સમય એટલે કે ઈ.સ. ૧૫૩૭ સુધીતેા ટૂંક હેવાલ છે.
આરામશાહ કશ્મીરી નામના એક લેખકે ‘ તાકતુસાદાત ' નામના ગ્રંથ