Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાધનસામગ્રી
બરનીના વખાણ કરતાં વિશેષ પદ્ધતિસરનું અને એક્સાઈભર્યું છે, પરંતુ એમાં આશ્રયદાતાની પ્રશંસા વિશેષ છે. એ પુસ્તક ઈ.સ. ૧૩૯૮ પછી લખાયું હતું.
યહ્યા બિન અહમદ સરહિંદીએ “તારીખે મુબારકશાહીમાં મુહમ્મદ બિન સામથી લઈને ઈ.સ. ૧૪૩૪ સુધી થઈ ગયેલા દિલ્હીના સુલતાનના હેવાલ આપેલ છે. એમાં ગુજરાતના ઇતિહાસ અંગે થોડી વિગત મળે છે. એમાં અનેક જગ્યાએ ગ્રંથકારે બની અને શમ્સ સીરાઝ અફીફના ઇતિહાસમાં આપેલી વિગતને સુધારેલી છે અને એમણે અધૂરી છોડેલી વિગતને પૂરી કરેલી છે.
સુલતાન ઝફરખાન ઉર્ફે મુઝફરશાહના શાસનને હેવાલ “મુઝફફરશાહી” નામના ગ્રંથમાં મળે છે. એમાં ઈ.સ. ૧૩૯૧ થી માંડી ઈ.સ. ૧૪૧૧ સુધીને સંક્ષિપ્ત ઈતિહાસ છે. એ પુસ્તકની પ્રત હવે પ્રાપ્ય નથી, પરંતુ પાછળથી લખાયેલા ઈતિહાસમાં એમાંથી આધાર લેવાયેલા છે.
સુલતાન મુઝફફરશાહના પૌત્ર સુલતાન અહમદશાહનાં કાર્યોને હેવાલ એના દરબારી ઈતિહાસ-આલેખક હલવી શીરાઝીએ એના મસનવી કાવ્ય “તારીખે અહમદશાહીમાં આપેલ છે અને એમાં એ સાથે મજકૂર સુલતાન મુઝફરશાહ વિશેની વિગત પણ આવે છે. એ પુસ્તક હાલ ઉપલબ્ધ નથી.'
સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં સુલતાનના ઇતિહાસ વિશે ઘણા ગ્રંથ લખાયા હતા એમ જણાય છે. અબ્દુલહુસેન નૂનીએ લખેલી મઆસિરે મહમૂદશાહી'માં ગુજરાતના સુલતાનને ઇતિહાસ છે. મહમૂદશાહ બેગડાના ફરમાનથી એણે એ લખી હતી. એમાં ગુજરાતના સુલતાને વિશેને, ઈ.સ. ૧૩૯૧ માં ઝફરખાન ગુજરાતને સૂબો નિમાયા ત્યારથી માંડીને ઈ.સ. ૧૪૮૬ સુધીને, વિગતવાર હેવાલ છે. કર્તાએ માહિતી મેળવવા માટે સરકારી દફતરોને વિશેષ ઉપયોગ કર્યો હોય એવું જણાય છે. સમકાલીન બનાવોને હેવાલ એણે પોતે જે કાંઈ જોયેલું અથવા તેમાં ભાગ લેનારાઓ પાસેથી જે કાંઈ સાંભળેલું તેના ઉપર આધારિત છે. કેટલીક બાબતમાં એણે પાર વિનાની અયુક્તિ કરેલી છે.
બીજા એક “મઆસિરે મહમૂદશાહી” નામના ઇતિહાસની પ્રત પ્રાપ્ય છે, પરંતુ એમાં એના કર્તાનું નામ આપવામાં આવ્યું નથી. એના વિશે માત્ર એટલું જ જાણવા મળે છે કે એ સુલતાન મહમૂદશાહ બેગડાના આશ્રમમાં રહેતો હતો અને એણે એના ફરમાનથી આ ગ્રંથની રચના કરી હતી. એ હિ. સ. ૯૩૦ (ઈ.સ. ૧૫૩)માં હયાત હોવાનું જણાય છે. આ ગ્રંથને રચનાર, ગુલઝારે અબુસરના કર્તા મુહમ્મદ ગૌસીના કથન મુજબ, શમ્સદ્દીન મુહમ્મદ ઝીરક હતે