________________
ત્રિભુવનના વિષયમાંથી કેવી રીતે સંકોચવું, એના પર વિષસંકેચ–અગ્નિસંકેચ-જલહાસનાં દૃષ્ટાન્ત, મન-વચન-કાયયોગના નિરોધ; વાણી અને વિચાર શા પદાર્થ છે ? કાયયોગથી આત્માની સાબિતિ, શૈલેશીમાં કર્મક્ષયપ્રક્રિયા, શુકલધ્યાનના ૪ પ્રકારનું સ્વરૂપ, આ પ્રકારની અનુપ્રેક્ષા,આશ્રવ દ્વારના અનર્થ, સંસારને અશુભ સ્વભાવ, અનંતભવ–પરંપરા, ને વસ્તુના વિપરિણામનું સ્વરૂપ, એમ શુકલધ્યાનના અવધ અસંહ-વિવેક–વ્યુત્સર્ગ એ ૪ બાહ્ય લિંગનું સ્વરૂપ, સર્વને મન વિના ધ્યાન કેવી રીતે ? બધી ક્રિયામાં ધ્યાન અંગભૂત કેમ ? શુકલધ્યાન પછી શરીર કેમ રાખે ?... વગેરે વર્ણવ્યું છે. | ધર્મધ્યાનના ફળમાં શુભાશ્રવ–સંવર-નિર્જરા–દિવ્યસુખ, શુકૂલના ફળમાં એ વિશિષ્ટ; તથા બંને ધ્યાન સંસાર–પ્રતિપક્ષી કેમ, મોક્ષહેતુ કેમ, એ વર્ણવી, ધ્યાનથી કર્મનાશ અંગે પા–અગ્નિી-સૂર્યનાં દૃષ્ટાન્ત આપી યોગેનું ને કર્મનું તપન–શેષણ–ભેદન વર્ણવ્યું. ધ્યાન એ કર્મગ ચિકિત્સા, કર્મદાહક દવ, કર્મવાદળ વિખેરનાર પવન તરીકે બતાવી ધ્યાનના પ્રત્યક્ષ ફળમાં ઈષ્ય-વિષાદાદિ માનસ દુઃખનાશ સમજાવ્યું. હર્ષ એ દુઃખ કેમ ?
ધ્યાનથી શારીરિક પીડામાં દુઃખ કેમ નહિ ? શ્રદ્ધા–જ્ઞાન-ક્રિયાથી ધ્યાન નિત્ય સેવ્ય બતાવી ક્રિયાઓ પણ ધ્યાનરૂપ શી રીતે એ સમજાવ્યું.
આટલે મોટે પદાર્થસંગ્રહ મનને કામે લગાડી દેવા માટે છે, માનસિક ચિંતનમાં આની જ રટણ ચલાવ્યા કરવા માટે છે, તેથી જ આ ગ્રંથરનનું વારંવાર વાંચન-મનન ટૂંકી નોંધ અને એની સ્મૃતિ–ઉપસ્થિતિ કરવા જેવી છે. તો જ એ ચિંતનમાં ચાલતી રાખી શકાય. આની જીવન પર ગજબની સુંદર અસર પડશે, વાતવાતમાં ઊઠતાં આતંરૌદ્ર ધ્યાન અટકાવી શકાશે, અનેકવિધ ધર્મધ્યાનને મનમાં રમતા કરી શકાશે.
કલકત્તા વિરે સં. ૨૪૭, માહ સુદ ૫ રવિ ઇ
–પંન્યાસ ભાનુવિયે