________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
- એક વખત જયસિંહદેવને એકલે રાજ્યનું પાલન કરવા મૂકી કર્ણસમાન દાનેશ્વરી કણદેવ યાત્રા કરવા નિકળે. માર્ગમાં દેવ પાટણથી આસુગમ સાત કેસ છેટેથી શ્રી સોમનાથને પ્રાસાદ જોઇ તેણે એ અભિગ્રહ કર્યો કે, “જ્યારે હું પાપક્ષય હાર, ચંદ્રાદિત્ય કુંડળ, શ્રીતિલક અને બાજુબંધ શ્રી સોમેશ્વર દેવને ચઢાવી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક તેમની પૂજા કરીશ?” ત્યારે અન્નપાણી લેઇશ; નહીં તો તાંબૂલ પણ ગ્રહણ નહીં કરું.” પછી દેવપાટણમાં આવી કર્ણદેવે સ્નાન કરી સદરહુ આભૂષણે માગ્યાં; ત્યારે કેષાધિપતિ નમ્રતાપૂર્વક બોલ્યો કે, “મહારાજ નિકળતી વખતે મને સૂચના નહીં થવાથી તે આભૂષણે પાટણમાં રહ્યાં છે.” તે સાંભળી રાજાનું મન ઘણું ઉદાસ થયું. આ વખતે મદનપાલ નામને માંડલિક રાજા તેની પાસે બેઠેલે હતા તે બે, “મહારાજ આપ દીલગીર શા માટે થાઓ છો ? મારી સાથે મંત્રસિદ્ધિમાં વિશારદ શ્રીધનેશ્વરસૂરિ પધાર્યા છે. તે આપના સર્વ મનોરથ પૂર્ણ કરશે. આ સમયેચિત ભાષણથી રાજાને હિંમત આવી, એટલે તેણે સૂરિશ્વર પાસે જઈ પ્રાર્થના કરી. સૂરીશ્વરે આર્ષણ વિદ્યાના બળથી ઇષ્ટ આભરણે મંગાવી આપ્યાં. તેથી કર્ણદેવે સૂરિને વિજ્ઞપ્તિ કરી કે, “મહારાજ, આપે મારે અભિગ્રહ પૂર્ણ કરી મને જીવિતદાન આપ્યું છે, માટે આ રાજ્યને સ્વીકાર કરે. સૂરિ બેલ્યા, “રાજેદ્ર, અમારે રાજયથી પ્રજન નથી. માત્ર બે નવરાત્રમાં જીવહિંસાનું નિવારણ કરવો. ” ભૂપતિએ હાથ જોડી કહ્યું કે, “હું આપની આજ્ઞા મસ્તકે ચઢાવું છું”
પછી કર્ણદેવે સૌરાષ્ટ્રમંડળ પિતાને તાબે કરી વામનસ્થળીમાં જઈ સજજનને ત્યાંને દંડનાયક નિ અને મદનપાળે વિજ્ઞપ્તિ કરવાથી શ્રીધનેશ્વરસૂરિસાથે તે રેવતાચળ પર ચા. ત્યાં શ્રીનેમિનાથ ભગવાનનું દેવાલય જીર્ણ કાષ્ટમય જોઇ શ્રીધનેશ્વર સૂરિએ ભાગ્યશાળી સજજનને તેને ઉદ્ધાર કરવા સારૂ એ ઉપદેશ કર્યો કે, “જેઓ ખખળી ગયેલાં અને પડી ગયેલાં જિન મંદિને ભક્તિપૂર્વક ઉદ્ધાર કરે છે તેઓ ભયંકર ભવસમુદ્રમાંથી
For Private and Personal Use Only