Book Title: Bhaktamar Tubhyam Namaha
Author(s): Rekha Vora
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ ઉચ્ચ સાધક અને ત્યાગી મહાત્માઓએ ભિન્ન ભિન્ન પ્રાપ્તિ કરી છે. આથી જ આ સ્તોત્ર કોઈને વ્યાવહારિક લાભનું કારણ લાગ્યું છે, તો કોઈને પરમ ધ્યાનના સ્વર્ગ સમું દિખાયું છે. આવા મહિમાવંતા સ્તોત્ર વિશે રેખાબહેન વોરાએ ખૂબ ઊંડું અધ્યયન કર્યું. ગ્રંથભંડારોમાં જઈને જૂની હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. આ મહાન સ્તોત્ર વિશે પ્રકાશિત પુસ્તકો સમીક્ષાત્મક દૃષ્ટિએ જોયાં અને આ સઘળા પરિશ્રમના ફળરૂપ આવો શ્રી ભક્તામર સ્તોત્ર વિશે સર્વગ્રાહી આકરગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે. આ ગ્રંથના પ્રાગટ્ય માટે એમના પિતાશ્રી આદરણીય શ્રી વ્રજલાલભાઈ વોરાએ પણ એટલો બધો ઊંડો રસ લીધો કે આ ગ્રંથના એકેએક પાને કોઈ ભાષા કે વિગતની અશુદ્ધિ ન રહે તે માટે પરિશ્રમ કર્યો. મારી દૃષ્ટિએ આ ગ્રંથ વિરલ એ માટે છે કે જીવનમાં પોતાને ધર્મના સંસ્કારો આપનારા સ્તોત્ર વિશે આટલો ગહન અભ્યાસ કરવો અને એ માટે માતા-પિતાનું પ્રબળ પ્રોત્સાહન સાંપડવું તેમજ આ વિષયની સર્વાગી રજૂઆત માટે ખંત, ઉત્સાહ અને અભ્યાસનિષ્ઠાથી કામ કરવું એ વિરલ જ ગણાય. આવું મુશ્કેલ કાર્ય સિદ્ધ કરવા માટે શ્રી રેખાબહેનને ધન્યવાદ. તા. ૧૭–૧૦–૨૦૦૯ – કુમારપાળ દેસાઈ XII

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 544