Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શા માટે કરી રહ્યા છો ? બ્રાહ્મણની વાત સાંભળીને સઘળા સૈનિકે એ જે કાંઈ બીના બનેલ હતી તે યથાર્થરૂપથી તેને કહી સંભળાવી. સાંભળીને બ્રાહ્મણે કહ્યુંતમે લેકે વિષાદ ન કરે. ક રણકે, જે સંસારમાં જન્મ્યા છે તેનું મૃત્યુ તો અવશ્ય છેજ “નારા દિ ઘો મૃત્યુ એ સિદ્ધાંત છે. એકાન્તતઃ આત્યંતિક સુખ અને દુઃખ આ પ્રાણીને સંસારમાં સ્થિર રૂપથી હોતાં નથી. કહ્યું પણ છે–
“કામિ Tigg નીવાપ, વિવિદવસના
તે નથિ વિદાળ, ગં સરે ન સંમડું ” આ કારણે ચીતામાં પ્રવેશ કરવાથી આપ લેક રોકાઈ જાવ. હું જઈને સગર ચક્રવતીને સઘળા સમાચાર કહી દઉં છું. આ પ્રકારના બ્રાહ્મણના વચનથી તે સઘળા સિનિક ચીતામાં પ્રવેશ કરતાં શેકાઈ ગય.
બીજી બાજુ સનિકોને આશ્વાસન આપી નીકળેલ તે બ્રાહ્મણ કેઈ અનાથ મરેલા બાળકને લઈને રાજદ્વારમાં પહોચ્યા. અને ત્યાં પહોંચીને રાડો પાડીને જોરજોરથી રોવા લાગે. વારંવાર જોરશોરથી ચિત્કાર કરતા એ બ્રાહ્મણને પિતાની પાસે બેલાવિને સગર ચક્રવતીએ પૂછ્યું. હે બ્રહ્મદેવ ! કહે કેમ રાઈ રહ્યા છે ? બ્રાહ્મણે કહ્યું, રાજન મારે આ એકજ પુત્ર હને તેને સાપ કરડી ખાધો છે. જેથી તે ચતન્ય સહિત થઈને આ અવસ્થાને પામ્યો છે. કૃપા કરીને તેને આપ જીવતો કરી દે. હું તેના વગર એક ક્ષણ પણ જીવીત રહી શકું તેમ નથી. જે આપ મારી આ બાળકને જીવાડી દેશે તે ખૂબજ દયા થશે મહારાજ ! બ્રાહ્મણ જ્યારે આ પ્રકારની વાત કરી રહેલ હતો એજ સમયે રાજકુમારની સાથે ગયેલા સામંત જન આદિ
ત્યાં આવીને બેસી ગયા. રાજાએ વિષવૈદ્યને બોલાવવા માણસને દોડાવ્યા વિષવિદ્યા આવ્યા અને ચિકિત્સાનો પ્રારંભ પણ કર્યો પરંતુ તે મરેલ બાળક કેઈ પણ રીતે જીવીત થઈ શકે નહીં. ચક્રવતીએ જ્યારે આ જોયું તો તેણે એ બ્રાહ્મણને દીલાસો આપવા નિમિત્તથી આ પ્રમાણે કહ્યું, હે બ્રાહ્મણ ! જે ઘરમાં કેઈનું પણ મૃત્યુ થયેલ ન હોય તેવા ઘેર જઈને રખ લઈ આવો. એટલે હું તમારા પુત્રને જીવતો કરી દઈશ. ચ વતીની વાત સાંભળીને બ્રાહ્મણ નગરમાં પ્રત્યેક ઘર પર જઈને ચક્રવર્તીના કહ્યા અનુસાર રાખની માગણી કરવા લાગ્યા. પરંતુ કોઈ પણ જગ્યાએ તેને આ પ્રકારની રાખ મળી નહીં. આથી તે નિરાશ થઈને ચક્રવતીની પાસે પાછો ફર્યો. સગરે બ્રાહ્મણને જોઈને કહ્યું, હે બ્રાહ્મણ ! હૈયે ધારણ કરે. પુત્રના મરણ જન્ય સંતાપ છેડે, એ કઈ પણ પ્રાણી જગતમાં નથી કે, જે પેદા થઈને મરે નહીં'. જે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે જમારા ૫ ઘણુ પૂર્વ જે કાળનો કેળીઓ બની ચૂક્યા છે. મૃત્યુ તે કેઈને પણ છોડતું નથી. સઘળાએ કે એક દિવસ રવાનું તે છે જ. કહ્યું પણ છે કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
४७