Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધારણ કરી લીધી, શંખરાજાનેઈ ક્ષિત જાણીને તેના મિત્ર માતપ્રલે પણ દીક્ષા ધાવણુ કરી લીધી, ચશે!મતીયે પણ સુત્રતા પ્રવૃતિની પાસે દીક્ષા લઇ લીધી, શંખમુનિએ ક્રમશઃ ગીતા અનીને વીસ સ્થાનાનુ કરી ફરીથી સેવન કરી સ્થાનકવાસીપણાની આરાધના કરીને, તથા અભિગ્રહ આદિ દુષ્કર તપ કરીને મતિપ્રભની સાથે અંત સમયમાં એક માસનું અનશન કર્યુ. અને મરીને એ બન્ને અપરાજીત વિમાનમાં જઇને ઉત્પન્ન થયા. તથા યશોમતીએ પણ એક માસનું અનશન કરોને મરણુ કર્યું. તે પણ એ વિમાનમાં ઉત્પન્ન થઈ. આ દેવભવ આઠમા થયા. ૫૮ાા
૫ નવમેા તીર્થંકરભવ આ પ્રકારના છે. ——
શ'ખના જીવે અપરાજીત વિમાનમાં રહેવાની પેતાની તેત્રીસ સાગરની સ્થિતિને ભાગવીને સમાપ્ત કરી ત્યારે તે ત્યાંથી અપરાજીત વિમાનથી ચવીને ભરતક્ષેત્રના અંદર આવેલા દૈયપુર નામના નગરમાં દશાર્ણોના મોટાભાઇ સમુદ્રવિજય રાજાની મગળ સ્વરૂપ રાણી શિવાદેવીની કુક્ષીથી અવતરિત થયા. જ્યારે તે અવતર્યા ત્યારે શિવા દેવીએ ચૌદ સ્વપ્ના જોયાં. ગર્ભાવસ્થાના સમય આનંદ પૂર્વક પૂર્ણ થયે ત્યારે શીયાદેવીએ એક સુકુમાર પુત્રને જન્મ આપ્યા. જયારે કુમારના જન્મ થયા ત્યારે તે સમયે દીકકુમારોએ આવીને પ્રસૂતિ ક્રમ કર્યું. આ તીર્થંકર પ્રભુના જન્મ મહાત્સવને સઘળા ઇન્દ્રોએ આઠ દિવસ સુધી મનાન્યેા. સમુદ્રવિજય રાજાએ પણ પેાતાના નગરમાં મહાન સમારોહની સાથે પુત્ર જન્મના ઉત્સવ ઉજવ્યા. પ્રભુ જ્યારે ગમાં આવેલ હતા ત્યારે માતા શિવાદેવીએ સ્વપ્નમાં અષ્ટિ રત્નમય નેમિનુ નિરીક્ષણ કરેલ હતું અથવા પ્રભુના ગર્ભમાં આવતાં જ સઘળા વિરાધી રાજાએ નમ્ર બની ગયા હતા. આ કારણે માતાપિતાએ ભગવાનનું નામ “અરિષ્ટનેમી” એવુ રાખ્યું. જ્યારે પ્રભુ ધાવમાતાએથી લાલનપાલન થઈને કૅમગ્ર આઠ વર્ષના થયા ત્યારે યોામતીના જીવ અપરાજીત વિમાનથો ચવીને ઉગ્રસેન રાજાની રાષ્ટ્ર ધારિણી દેવીની કૂખેથી અવતરિત થયેા. ગ`ના સમય પૂરા થતાં ધારિણીદેવીએ પુત્રીને જન્મ આપ્યા. માતાપિતાએ તેનું નામ રાજીમતી રાખ્યું. કન્યાએ ક્રમશ: વધતાં વધતાં સઘળી કળાઓમાં વિશેષ નિપુણતા પ્રાપ્ત કરી લીધી. અને તારૂણ્ય વયને પ્રાપ્ત કરી. આ તરફ નેમીપ્રભુ પણ સઘળી કળાઓમાં નિપુણૢતા પ્રાપ્ત કરીને તરૂણ અવ સ્થાએ પહોંચ્યા. જે સમયની આ વાત છે. એ સમયે મથુરા નગરીમાં વસુદેવના પુત્ર કૃષ્ણે જરાસંધની પુત્રી જીવયશાના પતિ ક ંસને મારી નાખ્યા હતા. કારણ કે, તે ક્રોધિત મનીને યદુવંશીયાના નાશ કરવામાં તત્પર બનેલ હતેા. જ્યારે એ સમાચાર યદુવંશીયાને મળ્યા ત્યારે તેએ ભયભીત થઈને પેાતાના કુટુના ષીના કહેવા પ્રમાણે પશ્ચિમ સમુદ્રના ઉપર પહોંચ્યા. ત્યાં શ્રી કૃષ્ણે વૈષ્ણવ દેવની આરાધના કરીને એમની સહાયતાથી ખાર યાજન લાંબીઅને નવ નવયેાજન પહાળી એક પુરીની રચના કરાવી અને તેનુ નામ દ્વારકા રાખમાં આવ્યું. દ્વારકાપુરી જાત્યસ્વમયી હાવાના કારણે એ જોવાવાળાને લંકાની શંકા ઉત્પન્ન કરી દેતી હતી. એમાં ખલદેવ અને કૃષ્ણ આદિ યાદવગણુ નિર્ભય થઈને રહેવા લાગ્યા. અહીંથી કૃષ્ણે પ્રતિ વાસુદેવ જરાસંધને મારવાની ચેાજના તૈયાર કરી. જરાસ ધને મારી કૃષ્ણે ભરતક્ષેત્રના ત્રણ ખડા ઉપર પેાતાનું રાજ્ય સ્થાપિત કર્યું. ભગવાન અરિષ્ટનેમિ જે તરૂણૢ વયવાળા હતા તે આનંદપૂર્વક સમય વ્યતીત કરતા હતા છતાં તેઓ લાગેથી પરાંઢગમુખ ખની રહેલ હતા. uu
ચૈાતિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૨