Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તરફ જે ભકિત હતી તે ઓછી ન થઈ ખરૂં છે કે, પ્રાણીઓને દૃષ્ટિર ગની નીલેરાગની માફક દુખેંચ હોય છે. આ દેવીએ એક સમય તપસ્વીઓમાંથી રાજાને અનુરાગ દૂર કરવા માટે પોતે જ તાપસનું રૂપ લઈને રાજાને માટે ઘણાં જ અમૃતમય ફળે લાવીને આપ્યાં રાજાએ જ્યારે તેને ચાખ્યાં તો તેને તેના સ્વાદ એકદમ આનંદપ્રદ લાગ્યો. અને ખાઈને તે ઘણા જ ખુશી થઈને તે આવેલા તપસ્વીને કહેવા લાગ્યા. તપસ્વીન ! કહો તો ખરા છે, આવાં ફળ કયાં ઉત્પન્ન થાય છે, સાંભળીને તાપસે કહ્યું –ાજન ! અહિંથી થોડે દૂર અમારા આશ્રમમાં આવાં જન દુર્લભ ફળ ઘણાંજ છે. રાજાએ જયારે આ વાત સાંભળી ત્યારે એ ફળની ચાહનાથી આકૃષ્ટ થઈને તે તાપસના આશ્રમે ગયા. આના પહેલાં એ દેવીરૂપ તાપસે પોતાની દૈવીશક્તિના પ્રભાવથી તાપસ આશ્રમ અને તપસ્વીઓને ત્યાં બનાવ્યા હતા. જયારે તે રાજાની સાથે આશ્રમે પહોંચ્યા ત્યારે તે દેવી કલિપત તાપોએ તેને કહ્યું-“ અરે ! તમે કોણ છો, અને અહીં શા માટે આવ્યા છો?” આ પ્રમાણે ક્રોધાવેશથી બોલતાં બોલતાં તે લેકે રાજાને મારવા માટે તૈયાર થઈ ગયા. રાજાએ જ્યારે તેમને આવો વહેવાર જોયો ત્યારે મનમાં વિચાર્યું કે, સઘળા તાપસ લેકો દુષ્ટ છે. એમની સાથે પરિચય રાખ યોગ્ય નથી. આ પ્રકારના વિચારથી ભયભીત બનીને તે પિતાના નગરની તરફ ભાગવા માંડે, તેને ભાગતે જોઈને તાપસ પણ તેની પાછળ પાછળ દેડયા. દેડતા એ રાજાને તે જંગલમાં કેટલાક મુનિ નજરે પડ્યા. જેથી રાજાએ ઘણા જોરથી રડે પાડીને કહ્યું. મહારાજ આપ કો મને આ પાપકારી તાપથી બચાવે. હું આપની શરણમાં આવેલ છું. રાજાની વાત સાંભળીને મુનિઓએ કહ્યું-રાજન ! ગભરાવ નહી. હવે જ્યારે તમે અમારી શરણમાં આવી ચૂક્યા છે તે, કઈ પણ પ્રકારને તમારા માટે ભય નથી. આ પ્રમાણે જ્યારે તે મુનિઓએ રાજાને કહ્યું તે, એ દેવીએ પિતાના પ્રભાવથી ઉત્પન્ન કરેલા તાપસે ત્યાંથી પાછા વળી ગયા. મુનિઓના શરણમાં આવેલા આ વીતભય પાટણના અધીશ્વરને કર્ણોને પ્રિય લાગે તેવાં અમૃતતુલ્ય વચનોથી જૈનધર્મને ઉપદેશ સંભળાવ્યો. ઉપદેશ સાંભળીને રાજા પ્રતિબુદ્ધ થઈ ગયા તેમણે ત્યાંને ત્યાંજ શ્રાવક ધર્મને અંગિકાર કરી લીધું. પ્રભાતમાં મેઘની ગજના જે દેને ઉપાય નિષ્ફળ થતું નથી. આ પછી એ દેવી રાજાને જૈનધર્મમાં સ્થિર કરીને અને પિતાનું સ્વરૂપ પ્રગટ કરીને પિતાના સ્થાને ચાલી ગયાં. આ પ્રકારે રાજા શ્રાવક ધર્મમાં દઢ થઈ જવાથી તેમના અનુયાથી બીજા રાજા તથા તેમની સઘળી પ્રજાએ શ્રાવક ધર્મને સ્વીકાર કરી લીધા.
એક સમયની વાત છે કે, કઈ વિદ્યાધર શ્રાવક વૈરાગ્ય ભાવનાથી વાસિત અંત:કરણવાળ બનીને ભગવાન મહાવીર પ્રભુની વંદના કરવા માટે આવી રહેલા હતે ચાલતાં ચાલતાં રસ્તામાં તેને વીતભય પાટણ આવ્યું. તે ત્યાં આવીને રાજાને મહેમાન થયે. કમ સંજોગે તે ત્યાં પહોંચતાંજ માં પડયે. રાજાની એક દાસી હતી જેનું નામ કુબજા હતું. તેણે એ શ્રાવકની સેવા પિતાના પિતાની માફક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩ર