Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરી. આથી એની માંદગી ચાલી ગઈ આ વિદ્યાધર શ્રાવકની પાસે એકસો ગોળીઓ હતી જેનાથી સઘળા અભીષ્ટની સિદ્ધિઓ થતી હતી. એ શ્રાવકેએ સઘળી ગાળિયો એ કુબજા દાસીને આપી દીધી. અને પ્રવજ્યા ગ્રહણ કરવા માટે તે પોતે ભગવાનની પાસે ચાલ્યા ગયા. કુજા દાસીએ એ ગોળી માથી એક ગોળી હું સેનાના વણ જેવી બની જાઉં” એવા અભિપ્રાયથી ખાધી તો તે એજ વખતે સેનાના જેવા રંગવાળી બની ગઈ. અને તેથી સુવર્ણ ગુલીક એવું એનું નામ પણ પડી ગયું. ડોક કાળ વીત્યા પછી ચારે બાજુએ ફેલાયેલી એ વાતને સાંભળીને ચંડપ્રોદ્યતને તેને બેલાવવા માટે પિતાના દૂતને મોકલ્યા. એ દતે વીતભય પાટણમાં આવીને સુવર્ણ ગુલીકાને કહ્યું કે હું અવંતિ નરેશ ચંડ પ્રદ્યતન તરફથી તમારી પાસે આવેલ છું. જેથી તમો મારી સાથે અવંતિ ચાલો. આ પ્રકારનું દૂતનું વચન સાંભળીને સુવર્ણ ગુલીકાએ કહ્યું કે આ નીતિ છે કે, કોઈ સ્ત્રી પહેલાં નહીં જોયેલ પુરૂષની પાસે પિતાની મેળે જતી નથી. આથી જે ચંડઅદ્યતન રાજા અહીં આવે તે હું તેની સાથે આવું. એ સીવાય નહીં. આ પ્રકારનું સુવર્ણગુલીકાનું કહેવાનું સાંભળીને દૂત પાછો અવંતી ચાલી ગયે. અને ચંડપ્રદ્યોતન રાજને સુવર્ણયુલીકાએ જે કાંઈ કહ્યું હતું તે સઘળું કહ્યું. ચંડપ્રદ્યોતના દૂત સાથે આવેલા સુવર્ણ ગુલીકાના પ્રત્યુતરને સાંભળીને અવંતિથી તે પોતાના ગંધ હસ્તી અનલગિરી હાથી ઉપર સવાર થઈને ચા. ચાલતાં ચાલતાં રાત્રીના સમને ગુપ્ત રીતે તે વિતભય પાટણ પહોંચ્યો. ત્યાં આવતાં જ તે સુવર્ણયુલીકાને ગુપ્ત રીતે મળે. રાજા તેને હાથી ઉપર બેસાડીને ઉજજયીની લઈ ગયે. અનલગિરી હાથી વીતભય પાટણમાં આવેલ હતું ત્યારે તેણે ત્યાં મળમૂત્ર કરેલું ગંધને સુંઘતાં જ ત્યાંના સઘળા હાથીઓ મદ વગરના થઈ ગયા અને ગંધ હસ્તી જે દિશામાં ગયે જ દિશા તરફ સઘળા હાથી સુંઢને ઉંચી કરીને મોઢું ફાડી રાખીને જોતા જોતા ઉભા હતા. સવાર થતાંજ મહાવતેએ જ્યારે આ દેખાવને જોયે. અને હાથીઓને મદવગરના બકરીના જેવા જોયા ત્યારે સબ્રાંત બનીને રાજાની પાસે દેડી ગયા. અને આ સઘળા સમાચાર તેમણે રાજાને સંભળાવ્યા. રાજાએ જ્યારે હાથીઓની આવા પ્રકારની દયામય સ્થિતિ સાંભળી તે તેમણે તુરત જ હાથીઓની ચિકિત્સા કરવાવાળા વદોને હાથીઓની ચિકિત્સા કરવા માટે મોકલી આપ્યા. તેઓએ ત્યાં પહોંચીને ઘણી જ સાવધાનીથી ચિકિત્સા કરીને તે હાથીને મૂળ સ્થિતિમાં લાવી દીધા. પછીથી રાજા પાસે જઈને તેમણે એ પ્રમાણે કહ્યું-મહારાજ ! આપના આ સઘળા હાથી ગંધહાથીના મળમૂત્રની ગંધને સુંઘવાથીજ નિર્મદ થયા છે. આ સિવાય આવા રોગથી સમડાઈ જવાની કેઈ પણ સંભાવના રહેતી નથી. ગંધહસ્તીના અધિપતિ જે આ સમયે કઈ પણ હોય તો તે એક ચંપ્રદ્યોત રાજાજ છે ખબર પડે છે કે, તેમને એ હાથી રાત્રીના વખતે અહીંયા આવેલ છે. જ્યારે આવી વાત તે વૈદરાજે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૩