Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તરતજ કુટીલતાથી જવાબ આપ્યો કે, હું ભૂખી હતી જેથી ખાવા માટે બેસતી હતી ત્યાં આપ આવ્યા જેથી થાળ પીરસેલ રહેલ છે. અને મારે આપના માટે કમાડ ખોલવા આવવું પડયું. આ સાંભળીને નગ૨ક્ષકે કહ્યું તું પાછળથી ખાઈ લેજે. આ વખતે હું ખૂબ ભૂખે થ છું જેથી તારી પહેલાં હું ખાઈ લઉં છુ આમ કહીને જ્યારે તે ખાવા બેસવાની તૈયારી કરતા હતા તેવામાં તેને પતિ વસુદેવ આબે અને અવાજ દીધો કે, કમાડ ખોલે. તેના પતિનું અચાનક આગમન જાણીને નગરરક્ષકે કહ્યું કે, કહો હવે ક્યાં જાઉં? આ સાંભળીને કુમાલાએ કહ્યું કે, આપ તેલના કોઠારમાં દૂર ન જતાં પાસે જ એક તરફ છુપાઈ જાવ. ખૂણામાં છુપાતાં નહીં. કારણ કે, ત્યાં સર્ષ રહે છે. ત્યારપછી જઈને કુડુમલાએ પોતાના પતિને માટે કમાડ ખોલ્યું. પતિ અંદર આવ્યો, ભેળા એવા તે બીચારાએ ખીરથી પીરસેલા થાળને જોઇને કહ્યું કે, ખીરને થાળ કોના માટે પીરસ્યો છે? ત્યારે તેણે એ જવાબ દીધે કે. હું ભૂખી હતી અને થાળ પીરસી જ્યાં જમવાનો વિચાર કર્યો ત્યાં આપે દર વાજો ખેલવાનો અવાજ દીધા જેથી આને જેમની તેમ છોડી ને આપના માટે દરવાજો ખેલવા ચાલી આવી. જેથી આ ખીર પીરસેલી પડી છે. પત્નિની વાત સાંભળીને વસુમિત્રે કહ્યું, પ્રિયે! મારે કાર્યવશાત બીજી જગ્યાએ જવાનું છે જેથી હંજ તે ખાઈ લઉં છું. આ સાંભળીને તે કુડુમાએ કહ્યું, નાથ ! આજ તે અષ્ટમી છે તે સ્નાન કર્યા વગર આપ કેમ ખાશે. તે સાંભળીને વસુમિત્રે કહ્યું. મારે સ્નાન કરવાની શું આવશ્યકતા છે? તે સ્નાન તે કર્યું છે. તે માની લે કે, મેં નાન કર્ય” છે પતિની વાત સાંભળીને કુડુમલા પછીથી બેલી કે, આપણે તે શૈવધર્મી છીએ એ સ્નાન કર્યા વગર ભૂજન કરવું ઉચિત નથી. આ તરફ પત્નિના કહેવા પર વસુમિત્રે જરાય ધ્યાન આપ્યું નહીં અને જબરજસ્તીથી ખાવા બેસી ગયો.
બીજી તરફ તેલના કોઠારના એક ખુણામાં છુપાયેલા નટે વિચાર કર્યો કે “આ વખતે હું ખૂબ ભૂખ્યા થયો છું જેથી અહીં ભરેલા તલને ખાઈને મારી ભૂખને શા માટે શાન્ત ન કરૂં” આ વિચાર કરીને તેણે તલને મસળીને તેમજ ફંકીને ખાવાની શરૂઆત કરી તેને આ કુંકાર સાંભળીને ગ્રામરક્ષકે વિચાર કર્યો કે, કમલાએ ખૂણામાં સર્ષ હોવાની જે વાત કરેલ હતી તે ખરેખર સત્ય જ છે. કારણ કે ખૂણામાંથી સપનો કુંકાર સંભળાઈ રહ્યો છે. કદાચ તે નીકળીને જે મને કરડશે તે મારૂં અકાળ મરણ થશે જેથી જ્યારે ઘરને માલીક ખાવામાં તલ્લીન થઈ ગયે છે એવી સ્થિતિમાં છુપાઈને અહીંથી નીકળી જવામાં હરકત જેવું નથી. આ વિચાર કરીને તે નગરરક્ષક તે તેલના કોઠારમાંથી છુપાઈને નાસી છુટયો. નટે પણ “આ સમય ભાગવાને છે” એવો વિચાર કર્યો. જેથી તે પણ છુપાઈને ભાગી ગયે. વસમિત્રે જ્યારે જી પુરૂષને આ પ્રમાણે ઘરમાંથી બહાર નીકળતા જોયા તે તેણે કુમલાને પૂછયું કે ઘરમાંથી આ બે કોણ નીકળ્યા ત્યારે કુડુમલાએ કહ્યું, નાથ! મેં નિરંતર સેવા કરવાને માટે ઘરમાં શંકર પાર્વતીને રોકી લીધા હતા પરંતુ આજે આપે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૦