Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચકાચુધ સખ્યું. કમશઃ વૃદ્ધિને પામતાં ચક્ર યુધ જ્યારે યૌવન અવસ્થાએ પહોંચ્યા ત્યારે સ્વયંવરવિધિ અનુસાર તેણે અનેક રાજકુમારીઓની સાથે વિવાહ કર્યો.
આ પ્રમાણે પુત્રાદિકથી યુકત પચીસહજાર (૨૫૦૦૦) વર્ષ સુખપૂર્વક રહેતાં રહેતાં વ્યતીત થઈ ગયાં. ત્યારે ભગવાન શાંતિનાથના શસ્ત્રાગારમાં ચકરત્નની ઉત્પત્તિ થઈ તેના બળ ઉપર તેઓએ છ ખંડ ભરતક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો. અને તેમાં પિતાનું એકછત્ર રાજ્ય સ્થાપિત કર્યું. પછીથી તે શાંતિનાથ ચકવતી કે જેના ચરણોની સેવામાં બત્રીસ હજાર મુગટધારી રાજા હાજર રહેતા હતા તેમજ તેઓને બહારને શત્રુસંઘ શાંત બની ચૂકેલ હતું. વિજય પ્રાપ્ત કરીને તેઓ હસ્તિનાપુર પાછા ફર્યા. આ પછી દેવ અને રાજવીગણેએ મળીને તેમને દ્વાદશ વષય ચક્રવતી પદ ઉપર અભિષિકત થવા મહાન ઉત્સવ કર્યો ચકવતીની અનુપમ વિભૂતિને ભેગવતાં તેમનાં પચીસ હજાર વર્ષ વ્યતીત થયાં. પછીથી “તીર્થની આ પ્રવૃત્તિ કરે” ”આ પ્રમાણે લેકાતિક દેવેએ જ્યારે તેમને કહ્યું ત્યારે તેઓએ નિનિદાન, વાર્ષિકદાન દીન, અનાથ અને સાધમકજનેને આપ્યું. અને રાજ્યગાદીએ ચાયુધ ને સ્થાપિત કર્યો અને સર્વાર્થી નામની પાલખીમાં બેસીને તેમણે સહસ્રઆમ્રવન નામના ઉદ્યાનમાં જઈને એ પાલખીમાંથી ઉતર્યા. આ સમયે તેમને નિષ્ક્રમણ મહોત્સવ સુરેન્દ્ર અસુરેન્દ્ર અરે નરેન્દ્રોએ ઘણા ઠાઠ માઠથી કર્યો પ્રભુએ જ્યારે દીક્ષા ધારણ કરી તેમની સાથે એક હજાર બીજા રાજાઓએ પણ દીક્ષા ધારણ કરી. દીક્ષા ધારણ કરતાં જ ભગવાન શાંતિનાથને શું મન:પર્યય નામનું જ્ઞાન પ્રાપ્ત થયું. એમ ભગવાનને ગર્ભમાં આવવાથી માંડીને જ્યાં સુધી તેઓ દીક્ષિત નહોતા થયા ત્યાં સુધી મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય જ છે. પરંતુ જ્યારે તેઓ દીક્ષા ધારણ કરે છે ત્યારે તે સમયે તેમને ચોથું મન પર્યય જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે શાંતિનાથ ભગવાન દીક્ષિત બનીને વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી બની ને ભૂમંડળમાં વિહાર કરતા કરતા ફરીથી એક વર્ષ પછી તે સહ આમ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા તેમને શુકલધ્યાનના આશ્રયથી ઉજજવલ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુને કેવળજ્ઞાન થવાથી સુર અને અસુરેનું આસન કંપવા લાગ્યું. તેમણે જ્ઞાન મૂકીને જોયું તે જણાયું કે ઓહો ! રમાતે ભગવાનને કેવળજ્ઞાન થયું. આથી તેઓ સઘળાં ભગવાનનું સમવસરણ રચવા માટે તે ઉદ્યાનમાં તાત્કાલિક હાજર થયા. અને ત્યાં જ સમવસણની રચના કરી. જ્યારે સમવસણ રચાઈ ગયું ત્યારે પ્રભુએ દેવ મનુષ્યની પરિષદા એ દેવ મનુષ્યને દેશના આપવાનો આરંભ કર્યો. ઉદ્યાનપાલને જ્યારે આ વાતની નજરોનજર ખબર પડી ત્યારે તેણે ઉતાવળે પગલે જઈને મહારાજ ચક્રાયુધને ભગવાન શાંતિનાથને થયેલા કેવળજ્ઞાનના સમાચાર આપ્યા ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાના સમાચાર ઉદ્યાનપાલકના મુખેથી સંભળીને ચકાયુધ રાજાને અપાર હર્ષ થયું. એણે એ વખતે વધાઈ પહોંચાડનાર ઉદ્યાનપાલકને પ્રીતિ દાન આપીને વિદાય કર્યો અને પિતે ખુશખુશાલ થતા સહસ્ત્ર આમ્રવનમાં આવ્યા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩