Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાજાની પુત્રી હતી. પદ્માવતી ફિલઆદિ સદગુણોથી વિભૂષિત હોવાના કારણે પતિ કીવાહન રાજને વિશેષ રૂપથી પ્રિય હતી. રાજાની સાથે પિતાના પુણ્ય ફળને ભેગવી રહેલી પદ્માવતી સુખપૂર્વક કાળને વ્યતિત કરતી હતી. કાળાન્તરે એને ગર્ભ રહ્યો ગર્ભના પ્રભાવથી રાણીને એ પ્રકારની ભાવ દેહદ ઉત્પન્ન થયે કે, હું વિવિધ રૂપ વિશેષણોથી અલંકૃત બની પટ્ટહાથીના સ્કંધ ઉપર બેસાને ઉદ્ય નમાં ફરૂં પરંતુ લજજાના કારણે રાણી પોતાના આ ભાવને રાજાની સમક્ષ પ્રગટ કરી ન શકી આથી પોતાનામાં જાગેલો ભાવ પૂરો ન થવાના કારણે કૃષ્ણ પક્ષની ચંદ્ર કળાની માફક તે ધીરે ધીરે સુકાવા લાગી. રાજાએ જ્યારે રાણીના દેહને આ રીતે સુકાતે ભાળે ત્યારે તેણે “આ કૃષતાનું કારણ શું છે?” એ જાણવા માટે રાણીને પૂછયું, રાણીએ જેમ તેમ પોતાનો ભાવજ એનું કારણ છે ” આવી વાત રાજાને કહી. રાજાએ એના ભાવની પૂર્તિ માટે રાજી પિતે પિતાની આ રાણીની સાથે “ જય કુંવર ” હાથી ઉપર સવાર થઈને બગીચામાં પહોંચ્યા. બગીચાની શોભા આ સમયે વર્ષો
તુના આગમનથી અતિ રમણીય દીસતી. રાજાએ ચાલતી વખતે રાણીના ઉપર પિતે પિતાના હાથેથી પૂર્ણ ચંદ્ર જેવું રમણીય છત્ર ધરી રાખેલ હતું. સાથમાં સેનિકજને પણ ચાલતા હતા. પુરવાસીઓએ પણ હર્ષ મનાવ્યો. બગીચામાં પહેચતાં જ હાથી વર્ષોના નવીન જળથી ભીંજાયેલી ભૂમિમાંથી આવતી તૃપ્તિકારક સુગંધને ધ્રાણેન્દ્રિય દ્વારા સુંઘતા જ તેનામાં વિધ્યાચળની સ્મૃતિ જાગી જતાં તે તરફે એ બન્નેને લઈને ભાગ્યે. અનેક દ્ધાઓએ તે હાથીની આ ઉડતાનું નિવારણ કરવાનો ઘણે પ્રયત્ન કર્યો તે પણ હઠાગ્રહથી શઠની માફક તે પિતાની એ ગમનરૂપ ઉડતાથી અટકે નહીં. પાછા ફેરવવાની ક્રિયામાં અસફળ બનેલા એ યોદ્ધાઓના જોતાં જોતાંમાં જ તે તે ગજરાજ રાજા રાણીને લઈને એક ભયંકર જંગલમાં પહોંચી ગયે. રાજાએ દૂરથી આવી રહેલા એક વટવૃક્ષને જેને રાણીને કહ્યું, જુઓ ! આ હાથી પિલા સામે દેખાતા વટવૃક્ષની નીચે થઈને પસાર થશે તે તમે તેની નીચે લટકતી વટવૃક્ષની ડાળીને પકડી લેજે હું પણ પકડી લઈશ. આથી આપણે આ હાથીની સ્વછંદ ગતિથી સુરક્ષિત બની આનંદ પૂર્વક આપણ નગરમાં પહોંચી જઈશું. રાજા આ પ્રકારે રાણીને સમજાવી રહ્યા હતા કે, એટલામાં જ તે હાથી એ વટવૃક્ષની નીચે આવી પહોંચે પહોંચતા જ રાજાએ તેની ડાળીને પકડી લીધી પરંતુ રાણીએ જ્યાં ડાળીને પકડવાને પ્રયાસ કર્યો કે, એટલામાં તે ગજરાજ ત્યાંથી આગળ નીકળી ગયે. આથી રાણી એકલી જ હાથી ઉપર રહી ગઈ. હાથી જ્યારે દૂર નીકળી ગયા ત્યારે વટવૃક્ષથી નીચે ઉતરેલા રાજાએ પિતાની રાણીના વિરહમાં દુઃખી બની વિલાપ કરવા માંડયા. વિલાપ કરતાં રાજાએ કહ્યું, હે રાણી ! ભયંકર વનમાં પહોંચીને તારી એકલીની ત્યાં શું દશા થશે? હવે હું તને કઈ રીતે મળી શકીશ? હાય હાય ! આ હાથીરૂપી વેરીએ મને ઠગીને મારા ઘરનું સત્યાનાશ વાળી દીધું. હે રાણી ! કહો તે ખરાં કે, હું આ દવાગ્વિન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩