Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાઓ ખેંચીને બાળી નાખી. કેટલાકની વસ્ત્રાપાત્રદિક ઉપધીને બાળી નાખી. એ ગામમાં એક સુશીલ કુંભાર પણ રહેતો હતો. તેણે મુનિયે તરફ આચરવામાં આવતું અનાર્યો તરફને આવે વ્યવહાર જોયે ત્યારે સઘળાને સમજાવી બુઝાવીને શાંત કર્યા અને સાધુઓની રક્ષા કરી. આ સમયે એમણે એ સંબંધી કર્મ બંધ કર્યો. એક દિવસની વાત છે કે તેમાંના કોઈ એક રે કઈ ગામમાં જઈને રાજભવનમાં ચેરી કરી. રાજાના માણસોએ ચોરને પીછો પકડયે. એ ગામે રાજના સનિકે પહોંચી ગયા. ગામમાં એક કુંભારને સાધુપુરુષ સમજીને તેને ગામમાંથી બહાર કાઢીને પછીથી એ ગામના સઘળા ઘરના દરવાજા બંધ કરી દઈને એ ચિરોની સાથે સઘળા ગામને બાળી મૂક્યું. આથી એ સઘળા સાઠ હજાર (૬૦૦૦૦) અનાર્યો અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. મરીને એ સઘળા વિરાટ દેશમાં અંતિમ ગ્રામમાં કેદ્રવ ધાન્યની પર્યાયમાં ઉત્પન્ન થયા. કેદ્રવ ધાન્ય રૂપથી પૂંજીભૂત થયેલ એ અનાર્ય અને કેઈ હાથીએ પિતાના પગ તળે મસળી નાખ્યા. એ પર્યાયથી ચુત થઈને પછીથી તેઓ નાના પ્રકારના દુઃખે ભેગવતા અનેક યુનીઓમાં પરિભ્રમણ કરતા રહ્યા. અનન્તર ભવમાં એમણે કાંઈક પુણ્યનો સંચય કર્યો એના પ્રભાવથી તેઓ સગર ચક્રવતીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. પરંતુ દુષ્કર્મ એમના ઉદયમાં અવશિષ્ટ હતાં જેથી કરીને એના પ્રભાવથી જ નાગોના ક્રોધ રૂપી અગ્નિમાં આ રીતે પ્રજવલિત બન્યા છે. એ કુંભાર કે જેણે પહેલાં એ અનાર્યોને સાધુઓ ઉપર ત્રાસ ન ગુજારવા સમજાવેલ. એ પુણ્યબંધથી પિતાનું આયુષ્ય પૂરું થતાં મરીને કેઈ નગરમાં ધનધાન્યાદિક સમૃદ્ધ વણિક કુળમાં ઉત્પન્ન થયું. ત્યાં તેણે દાનાદિક દ્વારા સત્યને ખૂબ સંચય કર્યો, સાધુઓની સારી રીતે સેવા કરી અને એ રીતે ધાર્મિક વૃત્તિથી પિતાને સમય કાઢયે. એ પછી ત્યાંથી મારીને તે કઈ રાજાને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયે, ત્યાં તેણે સારી રીતે રાજકાર્ય સંભાળ્યું. શુભાનું બંધવાળા શુભ કર્મોના ઉદયથી તે રાજકુમારે પછીથી રાજ્યને પરિત્યાગ કરી દીક્ષા અંગિકાર કરી. શુદ્ધ ચારિત્રનું સારી રીતે પાલન કરીને એ ત્યાંથી મરીને દેવ પર્યાયમાં ઉત્પન્ન થયા ત્યાંથી યવીને આજે તે યુવરાજ જહૂનુના પુત્ર ભગિરથ નામથી અવતરેલ છે. હે રાજન ! એ તમેજ છે. આ પ્રકારનાં મુનિરાજનાં વચન સાંભળીને ભગિરથે તેમની પાસે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. અને શુદ્ધ શ્રાવક બનીને એ ત્યાંથી પોતાના નગરમાં પાછા ફર્યા. પાપા
મધવા ચક્રવર્તી કી કથા
તથા–“વફા” ઇત્યાદિ !
અન્વયાર્થ–માનતો-મદસાદ મહાયશસ્વી નવનિધિ અને ચૌદ રત્નના અધીશ્વર અથવા વૈક્રિય લબ્ધિથી મુક્તિ માં નામ ચા-નવા નામ વત્રવર્તી મઘવા નામના ત્રીજા ચક્રવતીએ મારવા-મરતં વર્ષ ભરતક્ષેત્રના પખંડની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૧