Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બીજે ભવ હાથીને આ પ્રમાણે છે.– મરૂભૂતિ આધ્યાનના પ્રભાવથી વિધ્યાચળ પર્વત ઉપર યૂથ અધિપતિ હાથીની પર્યાયમાં ઉત્પન્ન થયે આ સમયની જ આ વાત છે કે, અરવિંદ રાજાને વૈરાગ્યને રંગ લાગી રહ્યો હતે એ વાત આ પ્રકારની છે—
શરદ રૂતુમાં અરવિંદ રાજા પિતાની સ્ત્રિયોની સાથે પિતાના રાજભવનના ઉપરની અગાસી ઉપર બેસીને આનંદ અનુભવ કરી રહેલ હતું તે સમયે તેણે વીજળીના ચમકારા સ થે ગર્જના કરતા મેઘને ચા આવતે જે. ડી જ વાર પછી જ્યારે તેમણે ફરી આકાશ તરફ જોયું તે ઈદ્રધનુષ્યથી દેદીપ્યમાન એવું મેઘનું આગમન તેમની દષ્ટિએ ન પડયું. આ પ્રમાણે જોયા પછી એના દિલમાં એકાએક પ્રકાશ જાગી ઉઠે. અને તે મને ગત વિચારવા લાગ્યું કે, મેં થોડી જ વારમાં પહેલાં મેઘની જે ઘટ ચઢેલી જોયેલ હતી તે કેટલી ચિત્તને આકર્ષણ કરનાર હતી. જળમાં જે પ્રમાણે તેલનું નાનું સરખું ટીપું ફેલાઈને મોટું દેખાય છે. આ પ્રમાણે મેઘ પણ આકાશમાં ફેલાઈને કેવું આકર્ષણ જમાવી રહેલ હતું. પરંતુ વાયુથી એનું આ પ્રકારનું સુંદર રૂપ સહન ન થયું જેથી પિતાના ઝપાટાથી ભાગ્યહીન પુરૂષની ઈચ્છા જે પ્રમાણે છિન્નભિન્ન જ થવા સરજાય છે તે પ્રમાણે અકાળે જ તેને છિન્નભિન્ન કરી દીધા. આથી એ વાત સિદ્ધ થાય છે કે, જે પ્રકારે જોતજોતામાં એ મેઘ વિલીન થઈ ગયા. એજ રીતે સંસારના સઘળા પદાર્થ પણ જોતજોતામાં નષ્ટ થઈ જનારા છે. આથી મેલના અભિલાષીએ એનામાં જરાપણ અનુરાગ રાખવો ન જોઈએ એમાં અનુરાગ રાખનારા અજ્ઞાની છે. આ પ્રકારની વિચારધારાએ અરવિંદ રાજના જીવનને તાત્કાલ જ બદલી નાખ્યું. તેણે પોતાના પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરી વૈરાગ્ય ભાવની જાતિથી અને જાતિસ્મરણ જ્ઞાનથી પ્રસનગુપ્તાચાર્યની પાસે જઈને ભગવતી દીક્ષા ધારણ કરી લીધી. દીક્ષા ધારણ કર્યા પછી ક્રમશઃ તે ગીતાર્થ પણ બની ગયા અને અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું. એક સમયની વાત છે કે, જ્યારે તે ગુરૂ મહારાજની આજ્ઞા લઈને એકાકી રામાનુગ્રામ વિચરતાં વિચરતાં મરૂભૂતિને જીવ એ હાથી જે વનમાં રહેતે હતો ત્યાં પહોંચ્યા. મધ્યાહંકાળ હોવાને કારણે એક વૃક્ષની શીતળ છાયા નીચે બીરાજમાન થયા. આ સમયે એક સાથે ત્યાં તેમની પાસે આવ્યો. એને અધિપતિ હત સાગરદત્ત શેઠ. એ સાથે મુનિરાજને નમન કરી એક બાજુ બેસી ગયો. એ સમયે હાથણીઓના વૃંદ સાથે મરૂભૂતિને જીવ એ હાથી પણ ત્યાં જળક્રીડા કરવા માટે તળાવની પાસે આવી પહોંચ્યા, ત્યાં તેણે પિતાની ઈચ્છા અનુસાર જળક્રીડા કરી અને મનમાન્યું જળ પણ પીધું. પછી હાથણીથી ઘેરાયેલ એ હાથી પાણીમાંથી નીકળીને બહાર આવ્યું. બહાર નીક. ળતાં તેણે પિતાની દષ્ટિ ઉંચી કરી અને ચારે તરફ જવા માંડયું ત્યારે તેની નજર વૃક્ષની નીચે બેઠેલા સાથ ઉપર પડી. સાથને જોતાં જ એકાએક તેનામાં ક્રોધ ઉત્પન્ન થયા અને ક્રોધથી આંધળે બનેલ એ હાથી યમરાજની માફક એકદન્ એના ઉપર તૂટી પડવા ઘણા જ વેગથી તેના તરફ દેડ. હાથીને વિકરાળરૂપ કરી પોતાના તરફ દે આવતે જોઈને સાર્થના માણસે પોતાના જીવને બચાવવા અહીંતહીં નાસી છુટયા. જ્યારે અર.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૯