Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સદેશેા રાજા સુધી અવશ્ય પહોંચાડીશું. તે લેાર્ક તરફથી આ પ્રમાણે વીકાર કરાયા પછી એ દેવ ત્યાંથી અંતર્ધ્યાન થઇ ગયા.
એ નૌકાના પ્રવાસીએ એ પછી સમુદ્રના કિનારે નિવિઘ્ને પહેાંચો ગયા અને ત્યાંથી ચાલીને વીતભય પાટણમાં જઈને વિદ્યુન્ગાલીદેવે આપેલા સ ંદેશાને કહીને તે દારૂ-પેટીને તે લેાકાએ રાન્ન ઉદાયનને આપી. આજે આ પેટીને ખેલવામાં આવશે. આ વૃત્તાંતને સાંભળીને ત્યાં ઘણાં બ્રાહ્મણે। આવી પહોંચ્યા અને તેમાંથી કેટલાક એમ કહેવા લાગ્યા “ જે આ સંસારના સૃષ્ટા છે તથા સ્વસૃષ્ટ વેદના જે સર્વ પ્રથમ ૠષઓને ઉપદેશ આપે છે એવા તે દેવાધિદેવ બ્રહ્માના સંપ્રદાયાનુગત વેશ આ પેટીમાં છે. તેમનું નામ લેવાથી આ પેટી ખૂલી જાય. એવું કહીને જ્યારે તે લેાકેાએ તેના ઉપર કુહાડાના ઘાત કર્યો કે તે સમયે તે કુહાડા શાસ્ત્રના ભૂલી જવાથી જેમ પતિની બુદ્ધિ કુંઠિત ખની જાય તે પ્રમાણે બુઠ્ઠો થઇ ગયેા, કેટલોક એમ કહેવા લાગ્યા “જે યુગના અંતમાં પેટની અંદર સઘળા વિશ્વને ધારણ કરે છે તથા વિશ્વદ્રોહી રાક્ષસાને જે નાશ કરે છે તે બ્રહ્માંડ રક્ષક વિષ્ણુ સ'પ્રહાય અનુગત વેશ આમાં છે, માટે તેમનું નામ લેવાથી આ પેટી ખૂલી જશે. આવુ કહીને જયારે તે લેાકેાએ વિષ્ણુનું નામ લઈને તે ઉપર કુહાડાના ધા કર્યા ત્યારે તેની શકિત એવી મુઠ્ઠિ થઇ ગઈ કે જે પ્રકારે નદીના પ્રવાહમાં અગ્નિની શકિત હરાઈ જાય તે પછીથી કેટલાક માથુસાએ તીક્ષ્ણ કુહાડાને લઇને એ પ્રમાણે કહેવા લાગ્યા કે, “ જે દેવાના પણ દેવ છે તથા વિશ્વયાની અને અયાનીજ છે એવા સકળ કારણભૂત મહાદેવના સંપ્રદાય અનુગત વેશ આમાં છે. તેથી એ મહાદેવના અંશત બ્રાહ્મા અને વિષ્ણુ છે. જેથી તેમના નામના પ્રભાવથી આ પેટી ઉઘડી જાવ. એવું કહીને જ્યારે તેના પર તે લેાકાએ કુહાડાના આધાત કર્યો ત્યારે જે પ્રકારે સિંહની પુંછડીથી ગિરિતટ ભેાતા નથી તે પ્રમાણે તે પેટી પણ તેનાથી તૂટી નહીં. આથી લેાકેામાં ભારે આશ્ચર્ય થયું. આ વૃત્તાંતને જ્યારે રાણી પ્રભા વતીએ સાંભળ્યુ ત્યારે તે ત્યાં આવી પહોંચી તેણે પેાતાના હાથમાં કુહાડાને લઇને એવી અમૃતાપમ વાણીથી કહ્યુ` કે, “ જે રાગ દ્વેષ અને મેહ આદિ વિકારે થી સર્વથા રહિત છે તથા આ સંસારરૂપ સમુદ્રને જેએ પાર કરી ગયા છે, જે સઘળા ભવ્ય પ્રાણીઓના એક માત્ર આધારભૂત છે તથા સર્વ દેવાના પણ અભિદેવ છે. સજ્ઞ અને જીન છે તેમને મારા નમસ્કાર એમના જ સંપ્રદાય અનુગત વેશ આમાંછે. તેમના પુણ્ય નામ સ્મરણથી મા પેટી ઉઘડી જાય એમ કહીને જયારે તેણે કુહાડીને એ દારૂ પેટીને સ્પર્શ કરાવ્યે એટલામાં જ તે કુહાડોના સ્પર્શ માત્રથી સૂર્યના કિરણના સ્પર્શ માત્રથી જેમ ક્રમળ ખૂલી જાય છે તેમ તે ઉઘડી ગઇ. તે ખૂલતાં જે સધળાને ઘણું જ આશ્ચય થયુ કે, તેની અંદર તેા સોરકમુખસ્ત્રિકા
39
16
',
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૦