Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિદ્યાધરના મસ્તક ઉપર તરવારનો પ્રહાર કર્યો. એ પ્રહાર પડતાં જ વિદ્યાધર એ સમયે ત્યાંજ મૂચ્છિત થઈને પડી ગયે. તે એવી રીતે પડે કે, ભયંકર વાવાઝેડાથી મૂળ સાથે ઉખડીને વૃક્ષ જમીન ઉપર પટકાઈ જાય એ રીતે વિદ્યાધરનાં પડતાં જ તેને કુમારે ૯-વિધાધર તમને આમંત્રણ આપું છું કે, જ્યારે તમે સ્વસ્થ થઈ જાવ ત્યારે ફરી મારી સાથે યુદ્ધમાં ઉતરજો. કુમારની આવી વાત સાંભળીને વિદ્યાધરે કહ્યું–મહાબાહ! યુદ્ધમાં આપે મને પરાસ્ત કરીને ઘણું જ સારું કામ કર્યું છે. મિત્ર ! મારા વિશ્વના છેડે આ સમયે બે મણી મૂલિકાઓ બાંધેલ છે. તે આપ એને ઘસીને તે મારા મસ્તક ઉપર લગાડો. વિદ્યાધરની આ વાત સાંભળીને પ્રસન્ન થઈને કુમારે એ પ્રમાણે કર્યું" માથા ઉપર લેપ લાગવાથી એ વિધાધર એજ વખત સ્વસ્થ બની ગયે. કુમારે વિદ્યાધરને આ વૃત્તાંતને પૂછયું ત્યારે વિદ્યારે કુમારને પોતાનું વૃત્તાંત આ પ્રકારથી કહ્યું—
હે કુમાર! હજુ આ જે છોકરી છે તે, વિદ્યાધરોના અધિપતિ અમૃતસેનની પ્રિય પુત્રી છે. તેનું નામ રત્નમાલા છે. એ ખૂબજ ગુણવતા છે. જ્યારે આ યુવાવસ્થાએ પહોંચી ત્યારે તેના પિતાએ તેના ભાવિ પતિ માટે કેઈ ખિીને પૂછ્યું, ત્યારે તે જ્યોતિષીએ કહેલું કે, તેનો પતિ અપરાજીત કુમાર થશે. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તે પણ પિતાના ચિત્તને તેનામાં આસકત કરીને રહેવા લાગી. મેં જયારે એને જોઈ ત્યારે મારું મન એની સાથે વિવાહ કરવા માટે લલચાઈ ગયું. મેં તેને મારી સાથે વિવાહ કરવા ખૂબ લલચાવી ઉપરાંતમાં ઘણી વખતે તેને વિનંતી પણ કરી પરંતુ તે પિતાના ધ્યેયથી જરા પણ વિચલિત ન બની જયારે મેં તેની આ હઠાગ્રહતા જોઈ ત્યારે મેં તેને મારા વશમાં કરવા માટે અનેક વિદ્યાઓની સિદ્ધિ કરવાનો પ્રારંભ કર્યો. હું શ્રીષેણ વિધાધરનો પુત્ર છું. મારું નામ સુરકાન્ત છે. વિદ્યા સાધીને જયારે હું નિશ્રીત બની ગયે ત્યારે ફરીથી મેં એને મારી સાથે સંબંધ કરવા કહ્યું, ત્યારે એ સમયે તેણે મને એવું કહ્યું કે, જુએ જયાં મારું મન આસકત બની રહેલ છે એવા તે અપરાજીત કુમાર કાંતે મારા પતિ બનશે અથવા તે અગ્નિ જ મારે આશ્રય બનશે. તેના સિવાય ત્રીજી કઈ વ્યકિત આ મારા શરીરનું રક્ષણ કરનાર બની શકશે નહી. આથી જયારે મારે એ દઢ સંક૯૫ છે ત્યારે તમારા જેવી વ્યકિત માટે મારા હૃદયમાં અવકાશ મળી જાય એ વાત સર્વથા અસંભવ છે આ પ્રમાણે હે કુમાર મેં તેની વાત સાંભળી ત્યારે મને હદયમાં ઘણેજ ભારે ક્રોધ ચડો. એનાથી મારૂં હદય સહસા ક્રોધિત બની ગયું અને એ ક્રોધના આવેશમાં આવીને મેં તેનું હરણ કરેલ છે. અને હરણ કરીને તેને અહીં લઈ આવેલ છું. અને તેને કહી રહ્યો હતું કે, હવે તારું રક્ષણ કરનાર આ એક અગ્નિ જ છે. આને મારીને હું અગ્નિમાં નાખી દેવાનું ચાહતે હતું કે, એટલામાં એના કરૂણ રૂદનને સાંભળીને આપ એના અને મારા પુણ્ય ઉદયથી અહીં આવી પહોંચ્યા.
આપના આ પ્રકારના આગમનથી હું સ્ત્રી હત્યાના પાપથી પ્રાપ્ત થનારી દુર્ગતિના પતનથી બચી ગયો છું તથા આ સ્ત્રી પણ બચી ગયેલ છે. આપે અમારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૯