Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હતું. એ સ્ત્રીજમાં ઉત્તમ એવા શીલ, ઔદાર્ય આદિ સદગુણોથી યુકત અને ખૂબજ મહર હતી એ વામાદેવીએ એક દિવસ રાત્રિના સમયે ચૌદ મહાસ્વપ્ન જોયાં. પ્રાતઃકાળે શય્યામાંથી ઉઠીને રાત્રે જોયેલ સ્વપ્નાની વાત રાજાને કહેવા માટે તેમની પાસે ગઈ. રાજા પાસે જઈને ચૌદ સ્વપ્નાની વાત તેણે રાજાને કહી, રાણીના મુખેથી ચાદ મહાસ્વપ્નની વાત સાંભળીને રાજાએ કહ્યું દેવી! આ સ્વપ્ન જોવાથી એવું જાણી શકાય છે કે, તમારા ઉદરથી જગત્પતિ એ પુત્ર અવતરશે. આ પ્રકારના સ્વપ્નના ફળને જાણીને વામદેવી અત્યંત પ્રસન્ન થઈ રૌત્ર મહિનાની કૃષ્ણ ચતુથીની રાત્રે વીમાદેવીની કૂખેથી દસમા પ્રાણુતક૯૫થી ચવીને સુવાબાનો જીવ લકત્રયમાં અપ્રાય એવા ત્રણ જ્ઞાન સાથે અવતરીત થયો. નવમાસ અને સાડા સાત દિવસ ગર્ભના પૂરા થયા ત્યારે વામાદેવાએ પ્રાર્થપ્રભુને જન્મ આપે. ભગવાનની કાન્તી નીલા રંગની હતી તથા સર્પના ચિહ્નથી તેઓ ચુકત હતા. પ્રભુને જન્મ થતાં જ પોતાનાં આસન કંપાયમાન બનતાં પ્રભુને જન્મ થયાનું જાણીને છપન દિક્કમરીઓએ આવીને પ્રસૂતિ ક્રિયા કરી. દેવોએ પણ અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ થયાનું જાણીને આષ્ટાદિક મહોત્સવ કર્યો. અશ્વસેન રાજાને આ સમયે અપાર આનંદ થયો. તેમણે આ આનંદના પ્રસંગે કારાગારમાં આજન્મ મહાન ભયંકર રીતે કેદ જોગવતા કેદીઓને પણ છોડી દીધા. જે સમયે પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા હતા એ કૃષ્ણ રાત્રીના સમયે માતા વામાદેવીએ એક ફણીધર ભયંકર સપને પોતાની પાસેથી જતા જોયેલ હતો. જ્યારે આ વાત વામાદેવીએ પોતાના પતિને કહી ત્યારે તેમણે કહ્યું કે, હે દેવી! આ તમારા ગર્ભમાંના બાળકને જ મહાન પ્રભાવ છે અને એજ કારણે અંધકારમાં પણ તમારી પાસેથી જઈ રહેલા સપને તમે જોઈ શક્યાં ગર્ભસ્થ બાળકના આ પ્રકારના પ્રભાવને જાણીને માતાપિતાએ તેમનું નામ પાર્શ્વકુમાર રાખ્યું પિતાએ પાWકુમારના લાલન પાલન માટે પાંચ ધાઈ નિયુકત કરી જેમણે ઘણા જ પ્રેમ પૂર્વક તેમનું લાલન પાલન કર્યું. ઇન્દ્ર ભગવાનના અંગૂઠામાં અમૃત રાખ્યું જેથી તેઓ નિત્ય એનું પાન કર્યા કરતા હતા. આ પ્રમાણે જગતરૂપી સમુદ્રના ચંદ્રમાં સ્વરૂપ એ ભગવાન પાકુમાર ક્રમશ: વધતાં વધતાં યુવાવસ્થાએ પહોંચ્યા. એમના શરીરની ઉંચાઈ નવ હાથની હતી. અને સઘળું શરીર સર્વાગ સુંદર હતું શૌર્ય અને રૂપથી તથા. સત્ય શીલ સદાચરણ અને ઔદાર્ય આદિ ગુણોથી જનતાના મનને પ્રભુ વિશેષરૂપથી હર્ષિત કરતા હતા.
કોઈ એક દિવસની વાત છે કે જ્યારે અશ્વસેન રાજા રાજયાસન ઉપર બિરાજમાન હતા ત્યારે દ્વારપાળે આવીને નમન કરી ઘણું જ વિનયની સાથે કહ્યું કે, હે નાથ! કેઈ એક પુરૂષ આપને કાંઈક કહેવા માટે આવેલ છે અને દ્વાર ઉપર ઉભેલ છે. જે આપની આજ્ઞા હોય તે અંદર લઈ લાવું. રાજાએ દ્વારપાલની વાત સાંભળીને તે પુરૂષને અંદર લઈ આવવાનું કહ્યું. આથી નમન કરી દ્વારપાલ જઈને તે પુરૂષને અંદર લઈ આવ્યું. એ પુરૂષે આવતાં જ રાજાને નમ્રતાપૂર્વક કહ્યું હે દેવ! આ ભારતક્ષેત્રમાં કુશસ્થળપુર નામનું એક નગર છે. ત્યાંના રાજાનું નામ પ્રસેનજીત છે. પ્રસેનજીત રાજાએ સારી સુકીતિ મેળવી છે. એને એક પ્રભાવતી નામની પુત્રી છે. જે રૂપગુણને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૯