Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રીમત્ અરનાથ કી કથા
તથા–“રારં? ઈત્યાદિ !
અન્વયાર્થ-નાની નાધિપ મા-ગરઅર નામના સાતમા ચક્રવર્તીએ ગચંપત્તો-ગરના પાક વૈરાગ્ય પ્રાપ્ત કરીને સાત મહિ–સામાન્ત મારા આ સાગરાન્ત ભરતક્ષેત્રને જં-વહુ નિશ્ચયથી રાણા પરિત્યાગ કરીને
" તું જોવા નત મા સર્વાકુષ્ટ સિદ્ધગતિને પ્રાપ્ત કરી. આ અઢારમાં તીર્થકર થયા છે. એમની કથા આ પ્રમાણે છે–
આ જમ્બુદ્વીપની અંદર પૂર્વ વિદેહમાં વત્સ નામનું એક વિજય છે તેમાં સીમાપુરી નામનું નગર હતું ત્યાંના શાસક ધનપતિ નામના મહાપરાક્રમી રાજા હતા. કોઈ સમય એમને વિરાગ્યભાવની પુષ્ટિથી સમન્તભદ્રાચાર્ય નામના એક મુનીશ્વરની પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ધારણ કરી એકાદશાંકિંગના પૂર્ણપાઠી થઈને વિંશતિસ્થાનની સમારાધના દ્વારા સ્થાનકવાસીપણાની આરાધનાના પ્રભાવથી તીર્થંકર નામ શેત્રનું ઉપાર્જન કર્યું. ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના કરતાં કરતાં જ્યારે તેમને ઘણો કાળ વ્યતીત થયે ત્યારે આયુના અંતમાં દેહને પરિ. ત્યાગ કરીને અંતિમ ગ્રેવેયકમાં દેવની પર્યાયમાં ઉત્પન્ન થયા. જ્યારે ત્યાંની સ્થિતિ સમાપ્ત થઈ ત્યારે ત્યાંથી અવીને ભારતવર્ષના એક ભાગમાં હસ્તિનાપુરમાં ત્યાંના શાસક શ્રી સુદર્શન રાજાની પટ્ટરાણી દેવી નામની રાણીના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા ગર્ભમાં તેમના જીવે પ્રવેશ કરતાં જ રાણીએ રાત્રીના પાછલા પહોરમાં ચૌદ સ્વપ્નો જોયાં. સ્વનેને વૃત્તાંત પોતાના પતિને કહેવાથી જ્યારે તેને એમ લાગ્યું કે, મારી કુખેથી જે પુત્ર અવતરશે તે વિશિષ્ટ પ્રભાવશાળી થશે. આ જાણુને એ ખૂબ જ હૈષિત બની અને ખૂબજ પ્રસનનાથી પોતાના ગર્ભની સંભાળ રાખવા લાગી. જ્યારે ગર્ભને સમય પુરા નવમાસ અને સાડા સાત દિવસ પૂર્ણ થયું ત્યારે રાણીએ સુવર્ણની કાંતિ જેવા અને આંખોને આનંદ પમાડે તેવા મનોહર સુકુમાર પુત્રને જન્મ આપે. છપ્પન દિગકુમારીએ નાં આસન કંપવાથી તેઓ તીર્થંકર પ્રભુને જન્મ થયે જાગી તાબડતોબ ત્યાં પહોંચી ગઈ અને પ્રતિકાર્યમાં લાગી ગઈ આજ પ્રમાણે ઈન્દ્રનું આસન પણ કંપવાથી તેઓ “તીર્થકર” પ્રભુનો જન્મ થઈ રહ્યો છે એવું અવધિજ્ઞાનથી જાણીને દેવેની સાથે ત્યાં પહોંચ્યા અને આઠ દિવસ સુધી બાળકુમારના જન્મને ઉત્સવ મનાવ્યું રાજા સુદર્શન પણ પુત્રના જન્મની ખુશીથી એટલા હષિત બની ગયા કે, ઘણીજ ઉદારતાની સાથે દીન, અનાથ જનને દાન દેવા લાગ્યા માતાએ સ્વપ્નમાં રત્નને અર-આરા જોયા હતા. આથી એજ અનુસાર પુત્રનું અર (નાથ) એવું નામ રાખ્યું. અરનાથ વધતાં વધતાં યૌવન અવરથાએ પહોંચ્યા ત્યારે માતાપિતાએ તેમને વિવાહિક સંબંધ અનેક રાજકન્યાઓની સાથે કર્યો. ત્યારબાદ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૭૩