Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારનાં વચન સાંભળીને શુભઆશયવતી રાજાએ વિચાર કર્યો, અહા ! આ કેવી અચરજની વાત છે કે આ બલિષ્ટ બળદની આજે આવી દયાજનક સ્થિતિ બની ગઈ. એ ખરૂં છે કે સંસારમાં બધા પદાર્થ અનિત્ય છે. આ સંસારમાં કઈ પણ વસ્તુ શાશ્વત નથી જે વૃષભ પિતાના પરાક્રમથી સઘળા બળવાન બળદેને હરાવતે હતો. તેની બરાબરીને અહીં એક પણ બળદ ન હતા. જેનો અવાજ સાંભળીને ધનુષ્યને ટંકાર સાંભળીને જેમ પક્ષીઓ ફફડી ઉઠે તે પ્રમાણે સઘળા બળદ પૂંછડું ઉચું કરીને ભાગવા માંડતા હતા. આજે તે બળદની આવી કરૂણાજનક હાલત થઈ ગયેલ છે. બિચારે વૃદ્ધાવસ્થાથી જર્જરિત કાયાવાળ બની ગયેલ છે, શ્વાસની અધિકતાથી ઘરઘર શબ્દના કારણે તેના બંને હોઠ કાંપી રહ્યા છે. તેની એક તરફની દષ્ટિ પણ નારા પામેલ છે. પરાક્રમ તે સંપૂર્ણપણે લુપ્ત બની ગયેલ છે. ચાલવાની શક્તિ એટલી બધી ક્ષીણ થઈ ગયેલ છે કે એક ડગલું પણ તે ભરી શકતું નથી. પહેલાં આની સામે કાગડા જોવાની પણ હિંમત કરતા ન હતા તે આજે તેના ઉપર બેસીને તેને ફેલીને તેના માંસને ચુંથી રહ્યા છે જેના નેત્રને ઠારે તેવા રૂપને જેઈને જેવાવાળાને એકવાર ચંદ્રમાને જોવાની પણ અરૂચી થતી આજ એને જોવાનું પણ કોઈને સારું લાગતું નથી. અશુચિ પદાર્થના દર્શનની માફક તેને જવામાં ઘણું થાય છે. આથી આ વાત ધ્રુવ સત્ય છે કે, પ્રાણીઓનું વય રૂ૫, બળ, વિભૂત્વ, આદિ સઘળું પત ગની માફક ચંચળ છે. આ સઘળી વાતો દરરોજ લોકેની સામે જે કે બન્યા જ કરે છે તે પણ મેહથી વશ બનેલા કેમાં વિવેક જાગૃત થતો નથી જેથી તેનાથી તે કઈ પણ જાતની શિક્ષા પ્રાપ્ત કરી શકતા નથી. આથી મેહને હટાવીને આ માનવજન્મની સફળતા કરવામાં જ શ્રેય સમાચેલું છે એજ એક માત્ર કર્તવ્ય છે, આ સઘળું વીતરાગ પ્રભુના ધર્મની જીવને પ્રાપ્ત થઈ શકે છે જેથી તેમની મારે આરાધના કરવી જોઈએ.
આ પ્રકારના વિચારથી પરમ વરાગ્યભાવ ઉત્પન થયે. પરભવના સંસ્કારોના ઉદયથી પિતે પિતાની મેળે જ પ્રતિબુદ્ધ થયેલા આ રાજાએ રાજ્યનો તણખલાની જેમ થા વગ કરી દઈને પોતાની મેળે જ કેશોનું લેશન કરીને શાશનદેવ તરફથી આપવામાં આવેલ સરકમુખવાસ્ત્રિકા અને રજોહરણ વગેરેને ગ્રહણ કરીને મુનિ વેશ ધારણ કર્યો. દીક્ષા લઈને પ્રતિબુદ્ધ જીવી પ્રત્યક પ્રતિબુદ્ધ કરક રાજાએ અપ્રતિબદ્ધ વિહારી બનીને ઉગ્ર તપસ્યાની આરાધનાથી અંતમાં સમાધિમરણ કરીને સિદ્ધ ગતિને પામ્યા. એમ ન વિષયમાં કહેવાયેલી આ વાત બીજા સ્થળે આ પ્રમાણે કહેવામાં આવેલ છે.
તિ સુનાતે વિમા 97 વિક્ષ્ય પં નામ છે ऋद्धिं च वृद्धिं च समीक्ष्य बोधात् कलिङ्गराजर्षिरवाप धर्मम्" ॥१॥
I આ કરકÇ રાજાની કથા થઈ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૫ |