Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તાપસે પૂછ્યું કે, હે પુત્રી! તમે કેણુ છે, અને અહીં એકલી શા માટે આવી છે ? તાપસની આ વાતને સાંભળીને રાણીએ તેને પેાતાને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યેા. કે હું રાજા ચેટકની પુત્રી છું અને ચંપાપુરીના રાજા દધિવાહનની પત્ની છું. મારૂ' નામ પદ્માવતી છે. મને એક મદોન્મત્ત હાથી ઉપાડીને અહીં લઇ આવેલ છે. તાપસે જ્યારે પદ્માવતીના મેઢેથી આ પ્રકારની હકીકત સાંભળી ત્યારે તેને ધૈય આપતાં કહ્યું કે, પુત્રી ! હવે તું ચિંતા, ભય અને શેક ન કર. હું તારા પિતા ચેટકના મિત્ર છું. આ પ્રમાણે કહીને તે તપસ્વીએ પદ્માવતીને પાકા ફા આદિથી સત્કાર કર્યાં, પછીથી તે તેને સાથે લઇને આગળ ચાલ્યું અને ચાલતાં ચાલતાં જગલને વટાવ્યા બાદ તે એ લ્યા હે ભદ્રે ! આ સામું દેખાય તે ભદ્રપુર નગર છે. એટલે તેમાં જઈને હવે તું નિર્ભયતાથી રહેજે. હું તારી સાથે આવત પરંતુ આ સમયે જમીનમાં હળ ચાલી હેલ છે-ચાતુર્માસ છે, જેથી તેની અ ંદરથી ચાલવુ. તે મારા આચારથી વિરૂદ્ધનું છે. આ માગે જતાં જતાં તને દંતપુર નામનું નગર મળશે તેના ઋષિપતિ દંતવક છે ત્યાંથી તું કરી ચંપા નગરીમાં સારી રીતે પહેાંચી શકીશ. ત્યાંથી આગળ કોઈ ભય નથી. આ પ્રમાણે પદ્માવતીને જવાના સ્થાનનાં પુરાં ઠેકાણાં ખતાવીને તે ર્પિસ પાછા ફરી ગયા. પદ્માવતી આ પ્રમાણે તપસ્વીએ બતાવવામાં આવેલા માગે ચાલીને દ ંતપુર પહોંચી. આ સમયે ત્યાં સુશુપ્તવ્રતા સાઘ્ધિ પધારેલાં હતાં. તે તેની પાસે ગઈ ત્યાં જઇને તેણે સાધ્વીજીની ત્રણ વાર વંદના કરી. સાધ્વીજીએ પદ્માવતીને પૂછ્યું, હું શ્રાવિકૈ, તું આ સમયે કયાંથી આવી રહી છે ? પેાતાના ગર્ભની વાત છુપાવીને પદ્માવતીએ પેાતાના સઘળા વૃત્તાંત સાધ્વીજીને કહેવા માંડયા. કહેતાં કહેતાં જ્યારે તેને પૂર્વ અનુભવેલા દુ:ખાનુ સ્મરણ થતું તે વચમાં વચમાં તે રડવા લાગ જતી. રાણીની આ પ્રકારની સ્થિતિ જાણીને પ્રવૃતિ નીજીએ તેને કહ્યુ, રાણી હવે તમેા ખેદ ન કરો. કર્મોના વિપાક જ એવા હાય છે કે, જે દેવતાઓને પણ ચક્કરમાં નાખીને તેમને મૂઢ બનાવી દે છે. તેને કાઈ ઉપાય નથી. પત્રનથી પ્રેરિત ધજાના જેમ ઉપલે। ભાગ હેાય છે તેની માફ્ક આ ધન ધાન્યારૂિપ ઐશ્વર્યાં ચાંચળ છે. પ્રિયજનના સંગમ પણ સદા સ્થાયી નથી. અને સમાગમમાં કંઇ સુખ પણ નથી.
આ સંસાર જન્મ, જરા અને મરણ આદિ ભયંકર એવા ઉપદ્રવેાથી ભરાયેલા છે. તો પછી ભલા, એમા રહેવાવાળા પ્રાણીઓને દુઃખના સિવાય સુખ કયાંથી મળી શકે. ? વિષય આદિના ઉપભેગથી જેને સંસારીએ સુખ માની રહ્યા છે. તે વાતવમાં સુખ નથી. પરિણામમાં વરસ હાવાથી તે તેા એક દુઃખના પ્રકારજ છે. જે નિર'તર દુ:ખેનુ સ્થાન છે, તેનું નામ જ સંસાર છે. આ માટે વિવેકી જન મેક્ષ માને અપનાવે છે, અને તેને છેડવાના પ્રયાસ કરે છે. આ પ્રમાણે સાધ્વીજીની ધ દેશનાતુ પાન કરીને પદ્મવતીનું મન વૈરાગ્યથી ભરપૂર થઇ જવાના કારણે દીક્ષા ગ્રહણ કરવાને માટે તે તૈયાર થઇ ગઇ. સાવીજી તેને ગભ હોવાની વાત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૮