Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાતમી લક્ષ્મણાએ કહ્યું —
(ઇન્દ્રા)
"
स्नानादिसवांगपरिष्क्रियायां विचक्षणः प्रीतिरसाभिरामः । विश्रम्भपात्रं विधुरे सहायः, कोन्यो भवेदत्र विना स्त्रियायाः ||१||
હે દેવરજી ! સ્નાન આદિ ક્રિયામાં અને સધળી શારીરિક સેવા સુશ્રૂષા કરવામાં વિચક્ષણ અને પ્રેમપાત્ર તથા વિશ્વસ્તજન જો કાઇ હોય તે તે એક પેાતાની અર્ધાંગિની જ છે. આપત્તિમાં ફસાયેલ વ્યકિતના માટે દરેક પ્રકારની સહાયતા આપવામાં પ્રસન્નતા આપનાર પેાતાની ત્રીજ હોય છે. બીજી કાઇ પણ હેાતુ નથી. ૫૧૫ આઠમી સુસીમાએ કહ્યું—
(ઇન્દ્રવજ્રા બેદરૂપ ઋદ્ધિછ દ)
विना प्रियां को गृहमागतानां प्राघूर्णकानां मुनिसत्तमानाम् । करोति भोज्यप्रतिपत्तिमन्यः, कथं च शोभां लभते मनुष्यः ॥ १॥
9
હું આપને પૂજ્જુ છું કે, જયારે આપના ઘેર કાઇ મહેમાન અથવા મુનિરાજ પધારશે ત્યારે એમનેા આહાર પાણી વગેરેથી સત્કાર કાણુ કરશે? સમથ હેાવા છતાં પણ જયારે મનુષ્ય આ પ્રમાણે કરતા નથી તે! એથી એની કેઇ શાભા નથી, આથી માની જાવ અને જીવન સાથીની કન્યાની સાથે વિવાહ કરી લ્યા. પ્રિયા વગર આ સધળુ કામ તમારાથી ચાલશે નહીં, પા
આ પ્રમાણે કૃષ્ણની આઠેય પટરાણીયાથી અનુરેષિત બનેલ આ આરિષ્ટનેમિ કુમારની પાસે આવીને બળદેવ અને કૃષ્ણ આદિ મહાનુભાવાએ પણ એજ પ્રમ અનુરાધ કરવા શરૂ કર્યાં. બધાનેા આ પ્રમાણે આગ્રહ જોઇને ભગવાન્ અરિષ્ટનેમિ કુમારને “જુએ તે ખરા સંસારી જનેાની કેવી આ મેહ દશા છે” આ પ્રકારના વિચારથી ઘેાડુંક હસવુ આવી ગયું. તેમનું મંદ હાંસ્ય જોઇને કૃષ્ણ વગેરે બધાએ એવું માની લીધું કે પ્રભુએ વિવાહ કરવામાં પેાતાની શુભ સંમતિ આપી દીધી છે. આ પ્રકારના વિચારથી કૃષ્ણ વગેરે બધાને ઘણાજ હ થયા. એ હુ ના ઉત્સાહમાં શ્રી કૃષ્ણ મહારાજા સમુદ્રવિજયની પાસે જઇને કહેવા લાગ્યા કે, પ્રભુએ વિવાહ કરવાના સ્વીકાર કરી લોઁધા છે. આ સમાચાર સાંભળવાથી મહારાજા સમુદ્રવિજયનુ મન મયૂર નાચી ઉઠયું. તેઓએ એ સમયે કૃષ્ણને કહ્યું કે વત્સ ! હવે તમે વાર ન લગાડે અને નેમિના માટે કાઈ યેાગ્ય કન્યાની તપાસ કરી. મહારાજા સમુદ્રવિજયના આ પ્રમાણેના આદેશને મેળવીને શ્રી કૃષ્ણજીએ નેમિ પ્રભુના યેાગ્ય કન્યાની તપાસ કરવાના ચારે તરફ પ્રારંભ કરી દીધા પરંતુ તેમની છીમાં પ્રભુને ચેાગ્ય કાઇ કન્યા દેખાઈ નહી. કૃષ્ણને આ પ્રકારની ચિં'તાથી વ્યાકુળતાવાળા જોઈ ને સત્યભામાએ તેમના હાર્દિક વિચારોનો પત્તો મેળવીને તેમતે આ પ્રમાણે કહ્યુ -સ્વામિન્ આપ નેમિના વિષયની ચિંતાથી જે રીતે વ્યાકુળ બની રહ્યા છેા તે ચિંતાને આપ દૂર કરી દે. કારણકે, મારી બહેન જેનુ નામ રાજીમતી છે અને તે સદગુણુની ખાણુ જેવી છે, તથા કમળ જેવાં જેનાં એ નેત્ર છે. તે નેમિને યાગ્ય છે. તે ઘણીજ શુદ્ધમતિ સ'પન્ન છે. સત્યભામાનું આ પ્રકારનું વચન સાંભળીને કૃષ્ણે તેને ઘણેાજ ધન્યવાદ આપ્યા. અને પછી તે કહેવા લાગ્યા--પ્રિયે ! તમે ઘણું જ સારૂ કહ્યું છે, આથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૮