Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તૈયાર રહે. આ પ્રકારની સઘળી ઉચિત વ્યવસ્થા કરીને રાજા ઉદાયન જેઠ મહીનામાં સૈન્ય સહિત મુગટ બંધ તે દસ રાજાઓને તથા પોતાના સૈન્યને સાથે લઈ અવંતીની તરફ ચાલી નીકળ્યા. ઉદાયનના ચાલતા એ સૈન્યથી ઉડેલી ધૂળથી ચારે દિશાઓ ધૂળથી ઘેરાઈ ગઈ હતી આ પ્રમાણે ભારે આડંબર સાથે ચાલીને ઉદાયન રાજા કેટલેક સ્થળે દરમજલ મુકામ કરીને મરૂભૂમિમાં જઈ પહોંચ્યા. ત્યાં પાણીની ખેંચ હોવાને કારણે એ પ્રદેશમાં પાણી મળવું દુર્લભ હેવાથી રાજાના કેટલાક સૈનિકે પાણી ન મળવાથી જ્યારે મછિત બની ગયા ત્યારે રાજાએ તે સમયે પ્રભાવતી દેવીનું સ્મરણ કર્યું. આથી તેણે ત્યાં આવીને અગાધ જળથી છલછલ ભરેલા તથા કમળોથી સુશોભિત ત્રણ જળાશયની રચના કરી દીધી, રાજાના સૈનિકે એ જળાશયોમાં મન માન્યું જળપાન કર્યું અને સ્વસ્થ થઈને પછી તે આગળ ચાલયા. અન્નના વગર તે પ્રાણી કઈરીતે જીવી શકે છે પરંતુ પાણી વગર જીવી શકાતું નથી. જ્યારે રાજાની એ ચિંતા શાંત થઈ ત્યારે દેવી રાજાને પૂછીને પિતાના સ્થાન ઉપર ચાલી ગઈ. ચાલતાં ચાલતાં રાજા ઉજીની પાસે પહ ચી ગયા અને પિતાના તંબુ ત્યાં ઉભા કરાવી દીધા. રાજાએ એ સમયે વિચાર કર્યો કે આ સંગ્રામમાં બને તરફના દ્ધાઓને વ્યર્થમાં જ વિધ્વંસ થશે. આથી ઉચિત તે એ છે કે, મારૂં અને ચંડપ્રદ્યોતનનું જ સામ સામું યુદ્ધ શા માટે ન થાય? આ પ્રકારના વિચ રથી રાજા ઉદાયને પિતાના એક દૂતને રાજા ચંડપ્રદ્યોતનની પાસે સંદેશો લઈને મેક, દૂત રાજા ઉદાયનને સંદેશો લઈને રાજા ચંડપ્રદ્યોતન પાસે પહોંચ્યા અને રાજ ઉદાયનને સંદેશ સંભળાવ્યો કે “નિરપરાધી સૈનિકેનો વિનાશ સર્વથા અનુચિત છે. આથી હું અને તમે બન્નેનું જ યુદ્ધ થાય તે ઠીક છે” આમ કહી દીધું. તથા સાથે એવું પણ કહ્યું કે, મહારાજ ઉદાયન રાજાએ એવું પણ પૂછાવ્યું છે કે, આપ રથ ઉપર, ઘોડા ઉપર કે હાથી ઉપર ચડીને યુદ્ધ કરવા ચાહો છો અથવા તે ભૂમિ ઉપર રહીને ? જેવું આપને ઠીક લાગે તેવું આપ કરે પરંતુ આના ખબર અમને અવશ્ય અવશ્ય મોકલાવજે. જેથી અમે પણ એ પ્રમાણે યુદ્ધ સ્થાન ઉપર પહોંચીએ ઉદાયન રાજાના દૂતનો મોઢેથી આવા પ્રકારને સંદેશે સાંભળીને ચંડપ્રદ્યોતને કહ્યું- હે દૂત! તમે જઈને તમારા રાજાને કહી દે કે હું રથમાં બેસીને જ યુદ્ધ કરીશ. દૂતે ચંડપ્રદ્યોતનના આ સમાચાર રાજા ઉદાયનને કહી સંભળાવ્યા. બીજે દિવસે રાજા ઉદાયન યુદ્ધ માટે તૈયાર થયા અને રથ ઉપર બેસીને યુદ્ધ ભૂમિ ઉપર જઈ પહોંચ્યા પરંતુ કુટિલમતિ ચંડપ્રદ્યોતને વિચાર કર્યો છે. જે હં રાજા ઉદાયનની સામે રથમાં બેસી યુદ્ધ કરવા જાઉં તે મારે વિજય થવો અસંભવ છે આથી અનલગિરિ હાથી ઉપર ચડીને જ યુદ્ધ કરવું ઉચિત છે. આવા પ્રકારનો વિચાર કરી ચંડપ્રદ્યોતન અનિલગિરિ હાથી ઉપર બેસીને યુદ્ધ ભૂમી ઉપર પહોંચશે. આ પ્રમાણે ચંડપ્રદ્યોતનને યુદ્ધ ભૂમી ઉપર આવેલ જોઈને ઉદાયને કહ્યું–અરે જુઠું બોલનારા ! તમે પ્રતિજ્ઞા ભ્રષ્ટ કેમ થઈ રહ્યા છો! જે રથને છેડીને હાથી ઉપરે ચડીને આવ્યા છે. છતાં પણ યાદ રાખો કે તમારી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૫