Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિતાના સાતસો પુત્ર, અને બીજા ચાર હજાર રાજાઓની સાથે ભગવાન ઘનરથની પાસેથી દીક્ષા અંગીકાર કરી. આ પછી દ્વાદશાંગનું અધ્યયન કરીને પિતાની શિવ મંડળી સાથે ભૂમંડળમાં વિહાર કરવા લાગ્યા.
| મેઘરથ મુનિએ શિક્ષિ સ્થાનેની ફરી ફરી આરાધના કરી. આ પ્રમાણે સ્થા નિકવાસિત્વની સમારાધના કરીને સાધુ સિંહ મેઘ મુનિએ ઉગ્રવિંદ નિકીત તપ પૂર્વલક્ષ સુધી આચર્યું. આ પ્રમાણે સંયમની પાલન તેમજ અનશનનું આચરણ કરતાં કરતાં તેમણે અંતિમ સમયે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ પર્યાયને પ્રાપ્ત કરી. મેઘરથ મુનિરાજના અન્ય બંધુજન પણ કેટલાક કાળનું અનશન કરીને કાળ કરીને સર્વાર્થસિદ્ધમાં દેવ થયા.
આ ભરતક્ષેત્રમાં સઘળા પ્રકારની વિભૂતિઓથી સમન્વિત હસ્તિનાપુર નામનું નગર કે જે, ઈન્દ્રપુરી સમાન હતું. અલકામાં કુબેરની જેમ આ નગરના વિશ્વસેન નામના રાજા હતા. શીલરૂપી અલંકારથી વિભૂષિત અને સઘળા ગુણોની ખાણ સમાન અચિરા નામની રાજાની પટ્ટરાણી હતી. આ રાણી સરકમુખવસ્ત્રિકા મેઢા ઉપર બાંધીને ત્રિકાળ સામાયિક કરતી હતી. તથા બન્ને કાળ પ્રતિકમણ પણ કરતી હતી. અભયદાન અને સુપાત્રદાન આપતી હતી, સાધમ બંધુજનનું પિષણ, દીન, હીન, અનાથ વ્યક્તિઓનું સંરક્ષણ અને કેઈના તરફથી પીડીત કરાયેલા પ્રાણીનું ભરણપોષણ કરવું એ પણ રાણીનું દૈનિક કાર્ય હતું. ધર્મની પ્રભાવના તે એનાથી કદી પણ છૂટતી ન હતી. એ ખૂબજ ધર્મપરાયણ હતી.
એક સમયની વાત છે કે, રાણી રાત્રીના સમયે પોતાના શયનભવનમાં કુલ આચ્છાદિત મૃદુ શમ્યા ઉપર સુતેલ હતી એ સમયે તેના ઉદરના ગર્ભમાં સર્વાશ સિદ્ધથી ચ્યવને મેઘરથના જ પ્રવેશ કર્યો. આ સમયે રાણીને એક પછી એક એમ ચૌદ મહાસ્વને આવ્યાં. સવારે આ સ્વપ્નની વાત તેણે રાજાને કરી. રાજા એ એ સ્વપ્નાઓનું ફળસ્વરૂપ બતાવતાં કહ્યું કે, હે દેવી! તમારા ગર્ભમાં કાંતે કે સવશે પ્રવેશ કરેલ છે, અથવા તે કઈ સાર્વભૌમ-સર્વભૂમિના અધિપતિ ચક્રવર્તીએ પ્રવેશ કરેલ છે, આથી રાણીને ખૂબજ હર્ષ થયા. આ તરફ જેમ જેમ ગર્ભ પુષ્ટ થઈ રહેલ હતું તેમ તેમ રાજ્યમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા લાગ્યું, મહામારી આદિ રોગો પણ શાન્ત થઈ ગયા. કરદેશમાં સર્વાના પ્રભાવના કારણે રોગાદિકની શાંતિ થવાની સાથે સાથે સારાં માંગલિક કાર્યો ઉત્સાહભેર થવા લાગ્યાઃ ક્રમશઃ વધતાં વધતાં પુરા નવ મહિના વીતી ચૂકયા ત્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો કે જે પૂર્ણ ચંદ્રમાની કાંતિથી ભિત જણાતો હતે. ઉજવળ વર્ણવાળા અને મનમોહક કાંતિવાળા પુત્રને જન્મ થયાના ખબર મળતાં જ લોકોમાં પણ વિશિષ્ટ એવા આનંદની લહેર ઉઠી. ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ દેખાવા લાગે. નારકિઓને પણ શાંતિ વળી. આ બધું જ્યારે જ્યારે પ્રભુનો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
६७