Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારે બન્નેનું પરસ્પરમાં તુમુલ યુદ્ધ જામી પડ્યું અનંગસિંહે યુદ્ધમાં ચિત્રગતને
જ્યારે અજેય જા ત્યારે એણે તે સમયે દિવ્ય ખડગને યાદ કર્યું. ખડગનું સ્મરણ કરતાં જ એ દિવ્ય ખડગ જ્વાલામાલાથી આકુલિત થઈને શત્રુના મદને દૂર કશ્વા માટે એના હાથમાં આવ્યું. દિવ્ય ખડગ હાથમાં આવતાં જ અનંગસિ હ એકદમ ભારે એવા મદના આવેશમાં આવી જઈને ચિત્રગતિને કહ્યું-રે મૂ! તું વ્યર્થમાં શા માટે મરવા ચાહે છે. જે જીવતા રહેવાની ઈચ્છા હોય તે અહીંથી જલદી નાસી છુટ. જે તું અહીંથી ચાલે નહીં જાય તે યાદ રાખો કે. આ ખડમથી તારા વિધ્વંસ કરી નાખવામાં આવશે. અનંગસિંહનાં આ પ્રકારનાં ગર્વભરેલાં વચનેને સાંભળીને ચિત્રગતિએ નિડર થઈને પ્રત્યુત્તરમાં કહ્યું કે–પિતાની જાતને શુરવીર માનીને નકામા ગર્વમાં ફુલાતા હે માનવિ! તું આ લોઢાના ટુકડાનું શું અભિમાન કરે છે. આનાથી તે તારી નિર્વિવંતાજ દેખાઈ આવે છે. આ પ્રમાણે કહીને ચિત્રગતિએ વિદ્યાના પ્રભાવથી યુદ્ધ સ્થળમાં અંધારું કરી દઈને અનંગસિંહના હાથમાંથી એ ખત્રરત્નને આંચકી લીધું. ખળ ચિત્રગતિના હાથમાં આવી જતાં ત્યાં પાછો એકદમ પ્રકાશ થઈ ગયે. આ પ્રકાશમાં અને ગસિંહે પિતાના હાને ખગ્ન રહિત જે ત્યારે તે ભારે અચંબામાં પડી ગયે. આજ સમયે આકાશમાંથી દેવતાઓએ ત્યાં પુષ્પવૃષ્ટિ કરી અચંબામાં પડેલા અનંગસેનને એ જ વખતે જેતિષીએ કહેલા વચનો યાદ આવી જવાથી તેને અપાર હર્ષ થયો. અને યુદ્ધનું સ્થળ શાંન્ત વાતાવરણના રૂપમાં ફેરવાઈ ગયું. પ્રસન્ન થઈને અસંગસિંહ ચિત્ર ગતિને પિતાના નગરમાં લઈ ગયો અને તેની સાથે પોતાની પુત્રી રત્ન વતીને વિવાહ કરી દીધા વિવાહવિધિ સમાપ્ત થઈ ગયા પછી ચિત્રગતિએ અખંડશીલ સુમિત્રની
બહેનને સાથે લઈને પિતાની પત્ની સાથે ચકપુરમાં પ્રવેશ કર્યો. અને પિતાના મિત્ર સુમિત્રને તેની બહેન સેંપી દીધી સુમિત્રે પણ પિતાના મિત્રને ઘણોજ આદર સત્કાર કર્યો. આ પ્રમાણે મિત્રથી આદરમાન પામીને ચિત્રગતિ થડા દિવસ ત્યાં રોકાઈને પિતાના સ્થાને પાછા ફર્યા. સુમિત્રની ભગિનીના હરણના વૃત્તાંતથી તેના મનમાં વૈરાગ્યની ભાવના જાગૃત બની ગઈ. આથી તેનું ચિત્ત સંસારી વ્યવહાર કાર્યમાં અરૂચિ સંપન્ન બની ગયું. થોડા દિવસો પછી પિતાના પુત્રને રાજ્યગાદી સેંપીને સુયશ મુનિરાજની પાસે દીક્ષા ધારણ કરી લીધી. આ રીતે સંસારથી વિર. કત બની મુનિ બની ગયેલા સુમિત્ર મુનિ નવ પૂર્વથી ચેડાં ઓછાં એવાં પૂર્વનું અધ્યયન કરીને ગુરૂની આજ્ઞાથી એકાકી વિચારવા લાગ્યા. વિહાર કરતાં કરતાં તેઓ એક સમય મગધ દેશમાં આવ્યા, ત્યાં ગામથી બહાર કઈ એક એકાત સ્થાનમાં જ્યારે તેઓ કાર્યોત્સર્ગમાં સ્થિત હતા. ત્યારે ત્યાં ઘૂમતે ઘમતે તેનો સંસાર અવસ્થાનો નાનો ભાઈ પ ત્યાં આવી પહેંચ્યો. તેણે કાયોત્સર્ગમાં લાગેલા મુનિરાજ સુમિત્રને જોઈને ઉત્પન્ન થયેલા કાધના આવેશથી પિતાની પાસેના બાણમાંથી આકરૂં એવું એક બાણું તેની છાતીમાં માર્યું. બાણ લાગતાં તેની છાતીમાં વીંધ પડી જવા છતાં મુનિરાજે તેના ઉપર ક્રોધભાવ ન કર્યો. પરંતુ પિતાના મનમાં એ વિચાર ર્યો કે, આ બાણથી વધાવામાં મારાજ કર્મના ઉદયનું કારણ છે. અને એનું જ આ ફળ છે, જે મેં આને એજ સમયે રાજ આપી દીધું હોત તે આ મારી સાથે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૫