Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 260
________________ રગામ ગયેલ છે આ ખ્યાલથી તદ્દન બેફીકર બનીને દુરાચારનું સેવન કરવામાં પ્રવૃત્ત બની ગયાં એ બન્નેના દુષ્ટાચારને પાતાની આંખેથી જોઈને મરૂભૂતિ પ્રાતઃકાળ થતાં જ ત્યાંથી નીકળીને રાજા અરવિંદની પાસે પહેાંચ્યા અને ત્યા જઈને તેણે પોતાની પત્ની તથા પેાતાના મેટાલાઇ કમઠના દુરાચારની સઘળી વાત તેને કહી સભળાવી. રાજાએ દુરાચારની વાત સાંભળીને ઘણા જ અસેસ જાહેર કર્યા અને તુરતજ રાજાએ રાજ પુરૂષાને એ લાવીને એવી આજ્ઞા આપી કે, તાત્કાલીક અપરાધી કમનું માથું મુંડાવી તથા તેના ગળામાં ચામડાના જોડાની માળા પહેરાવીને મળમૂત્રથી તેના શરીરને લી પાવીને તેને નગરથી બહાર કાઢી મૂકેા. આ પ્રકારે જ્યારે તેને નગરથી બહાર કાઢી મૂકવામાં આવે ત્યારે તેને ગધેડા ઉપર બેસાડીને ગામ વચ્ચેથી બહાર કાઢવા. તેના ગળામાં જોડાઓની જે માળા પહેરાવવામાં આવે તેની વચમાં વચમાં માટીના શરારા પરાવવા તેમજ તેને શહેરની બહાર આ રીતે ગધેડા ઉપર બેસાડીને કાઢવામાં આવે ત્યારે ડીમડીમ વાજા વગાડીને તેના અનાચારને લેાકેા સમક્ષ જાહેર કર વામા આવે. આ પ્રમાણે આખા નગરમાં ચારે તરફ તેને ફેરવવામાં આવે. રાળની આ પ્રકારની આજ્ઞા મળતાં રાજપુરૂષોએ રાજઆજ્ઞા અનુસાર કરીને એ દુરાચારી કમઠ પુરે હિતને નગરથી બહાર કરી દીધા. આ પ્રમાણે મરણ) પણ અતિ ભયંકર એવા અપમાન પામવાથી એ કમઠના મનમાં તીવ્ર વૈરાગ્યભાવ જાગ્રત થઇ ગયા. આથી તે વનમાં ચાલ્યા ગયા ત્યાં તેણે તપસના વશમાં રહીને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક તપ તપવાના પ્રારંભ કરી દીધા આ તરફ મરૂભૂતિએ જ્યારે કમઢના આવા પ્રકારની દુઃસહ વિંટબના જોઇ ત્યારે તેનું અંતઃકરણ પદ્મ ત્ત પી ઉકળી ઉઠ્યું. અને તે મનામન વિચારવા લાગ્યા કે, મને ધિક્કાર છે, માં મે મારૂં ગૃહદ્રિ રાજા પાસે જાહેર કરીને આ પ્રકારની આર્પાત્ત ઉભી કરેલ છે. મોટાભાઇની આવી દુર્દશાનું કારણ હું જ છું. મારી આ પ્રકારની મૂખ`તાના કારણે આજે મારા હાથે મારૂ ઘર ઉજડ બનેલ છે. સાચું છે નીતિકારોનું એ કહવું છે કે, “પોતાના ધરનું છિદ્ર કાઈ પણ ભાગે કાંચ પ્રગટ ન કરવુ જોઈએ “મેં આ નીતિ વચનનું શા માટે ઉલ્લંઘન કર્યુ ? રાષના આવેષમાં આવી જઇને મેં ઘરના અને બહારને કાંઇ પણ વિચાર ન કર્યાં, આથી મારી ભલાઇ તે હવે એમાં જ રહી છે કે, હું મોટાભાઈના પગમાં પડીને મારા આ અપરાધની ક્ષમા યાચના કરૂ'. એમના ચરણામાં પડીને મારા અપરાધની ક્ષમા માગું અને તેમને ફરી પાછા ઘરમાં લઈ આવું. આ પ્રકારનાં વિચાર કરીને મરૂભૂતિ તે સમયે ઘરથી નીકળીને વનમાં ગયે. ત્યાં પહેાંચીને તેણે ઘણા જ પ્રેમથી ભાઇના ચરણામાં નમન કર્યું' નમન કરતાં જ દુબુદ્ધિથી ભરેલા એવા એ કમઠના ચિત્તમાં પેાતાની થયેલ દુર્દશાના ચિતાર જાગૃત બન્યા અને આથી કાઈ પ્રકારના વિચાર ન કરતાં એક પત્થરની શીલા ઉપાડીને તેના માથા ઉપર ઝીંકી. કમઠે દ્વારા મસ્તક ઉપર થયેલા શીલાના પ્રહારથી મરૂભૂતિનું મસ્તક છુંદાઈ ગયું અને એ પ્રહારના કારણે આત ધ્યાનથી મરીને વિધ્યાચળ પર્વત ઉપર હાથીની પર્યાયમાં ઉત્પન્ન થયા. આ મરૂભૂતિના પ્રથમ જીવ થયા, ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૪૮

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309