Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હતી. તે લાવણ્ય અને તારૂણ્યથી પરિપૂર્ણ તથા શીલરૂપ અલંકારોથી અલકૃત હતી. ગુણાવળીરૂપ શાળીધાન્યની ઉત્પત્તિ માટે તે વપ્રક્ષેત્ર જેવી હતી. તે એક સમય રાત્રીના વખતે પેાતાના રાજભવનમાં કામળ એવી શૈયા ઉપર સૂતેલી હતી. ત્યારે તેણે રાત્રીના પાછલા પહેરમાં ચૌદ સ્વપ્નાં જોયાં. સ્વપ્નાનું યથાવત વૃત્તાંત પેાતાના પતિને નિવેદન કરીને પછીથી તેમની પાસેથી જાણવા મળ્યું કે, “ મને મહાપ્રતાપી પુત્ર થશે” આ સાંભળીને રાણીને અપાર હ થયા. તેણે પેાતાના ગ'ની રક્ષા તેમજ પુષ્ટી કરવામાં જરા પણુ કચાસ ન રાખી. જ્યારે ગભ પૂરા નવ માસ અને સાડાસાત દિવસના પૂર્ણ અને પરિપકવ થઈ ચૂકયો ત્યારે યાગ્ય સમયે વપ્રાએ એક પુત્રને જન્મ આપ્યા. માતા પિતાને તેના જન્મથી હુ થયા. તેઓએ તેનું નામ જય રાખ્યું. જય જ્યારે યુવાન થયા ત્યારે રાજકન્યાએ ની સાથે એમને વિવાહ કરી આપ્યા. તેના શરીરની ઉંચાઈ ભાર ધનુષ્યની હતી. પિતાએ રાજ્યરાનું વહન કરવાની તેનામાં સપૂર્ણ શક્તિ જાણી ત્યારે તેઓએ તેને રાયગઢી સુપ્રત કરીને પાતે સંભૂતિ વિયાચાયની પાસેથી દીક્ષા લીધી અને આત્મકલ્યાણ કરવાની સિદ્ધિમાં લાગી ગયા. જયના શસ્ત્રાગારમાં રાજ્યની પ્રાપ્તિ પછી ચૌદ્ર રત્નની ઉત્પત્તિ થઇ ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માગ અનુસાર ચાલીને જયે સઘળા ભરતક્ષેત્રને પેાતાના આધિન કરીને ચક્રવતીના પદ ઉપર બીરાજમાન થયા. ચક્રવતી પદની વિભૂતિ ભાગવતાં ભાગવતાં જયનાં જ્યારે અનેક વર્ષ વીતિ ચૂકવ્યાં ત્યારે એક સમયે રમણીય સંધ્યાકાળના થાડા સમય પછી સંધ્યાના એ રંગાને વિલીન થયેલા જોતાં તેના ચિત્તમાં વૈરાગ્યભાવ જાગૃત થઇ ગયા. તેમણે વિચાર્યું. “મુવિ માત્ર કવિયા, સ્થાêિવિપ્રયોગ, सुचिर मपि चरित्वा नास्ति भोगेषु तृप्तिः । सुचिर मपि सुपुष्टं याति नाशं शरीरम्, सुचिरमपि विचिन्त्यो, धर्म एकः सहायः " ॥१॥
આવી જતા
પાસે દીક્ષા
આ પ્રકારના વિચાર કરી, સંસાર, શરીર, અને ભાગેાથી વૈરાગ્ય ચક્રવર્તીએ પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરીને વિજયભદ્રાચાર્યની અંગીકાર કરી અને ખૂબજ કઠીન એવાં તપાનુ આરાધન કરવાના પ્રારંભ કર્યાં આ પ્રકારથી ઉગ્ર તપસ્યારૂપ અગ્નિથી કાલાન્તરમાં ઘાતીયા કમ રૂપી ઈંધણને ભસ્મિભૂત બનાવીને તેઓએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને પછીથી ખાકી રહેલાં અધાતીયા કર્મોના પણ નાશ કરીને મુક્તિ પ્રાપ્ત કરી. તેમના સઘળા આયુષ્યનું પ્રમાણુ ત્રણ હજાર વતું હતું. ॥ ૪૩ ll
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
८८