Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક રાજા હતા. એની પટરાણીનું નામ સુભદ્રા હતું. તેમની કુખેથી દ્વિપૃષ્ટ અને વિજ્ય નામના બે પુત્રો થયા, તેમાં દ્વિપૃષ્ટ વાસુદેવ હતા. અને વિજય બળદેવ હતા. વિજય બળદેવનું આયુષ્ય પંચોતેરલાખ વર્ષનું હતું. દ્વિપૃષ્ટ વાસુદેવ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે વિજય બળદેવે દીક્ષા ધારણ કરી. અને પ્રામાણ્ય પર્યાયની સમ્યક પાલનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પંચોતેર લાખ વર્ષ પ્રમાણ પિતાનું સઘળું આયુષ્ય પૂર્ણ કરીને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી. દ્વિપૃષ્ટનું આયુષ્ય પંચોતેર લાખ વર્ષનું હતું. એ બન્નેના શરીરની ઉંચાઈ સાત સાત ધનુષ્યની હતી. જે ૫૦
મહાબલરાજ કી કથા
તથા–“ત ” ઈત્યાદિ . અન્વયાત-દૈવ આજ પ્રમાણે મી રારિણી-મરાવ જાનઋષિઃ મહાબેલ નામના રાજર્ષિએ ઉત્તર દિશા બાવા-શ્રી શિરસા ગાવાય શ્રીને પિતાના મસ્તક ઉપર ઘણાજ આદર ભાવ સાથે ધારણ કરી ગાવિવા રેણા-ગાન્તિન ચેતના ચંચલતા વર્જીત ચિત્તની એકાગ્રતાથી ૩ તાં શિવ-૩૪ તાઃ શા ઉગ્ર તપસ્યા કરીને ત્રીજા ભવમાં મુક્તિને લાભ કરેલ છે. મહાબલની કથા આ પ્રકારની છે–
ભરત ક્ષેત્રની અંદર આવેલા હસ્તિનાપુરનગરમાં આગળ અતુલ એવા બળશાળી એક બલ નામના રાજા હતા તેની સ્ત્રીનું નામ પ્રભાવતી હતું. તે એક દિવસ પિતાની સુકેમળ શિયા ઉપર રાત્રે સૂતી હતી ત્યારે તેણે સ્વપ્નામાં એક સિંહને જોયો. સવારની ક્રિયાઓથી નિવૃત્ત થઈને તે પોતાના પતિની પાસે પહોંચી અને રાત્રીમાં જોયેલા સ્વપ્નની વાત કહીને તે સ્વપ્નના ફળને પૂછયું. રાજાએ સ્વપ્નના ફળને એ પ્રમાણે કહ્યું, દેવી ! જે પ્રમાણે સિંહ મૃગ આદિ પશુઓને જીતીને વનનું રાજ કરે છે. આ પ્રમાણે તમારી કૂખે ઉત્પન્ન થનાર પુત્ર પણ શત્રુઓને પરાસ્ત કરી સર્વોપરી બનીને નિષ્કટ રાજ કરશે. આ પ્રકારનાં પતિના મીઠા વચનોને સાંભળીને પ્રભાવતી રાણી પિતાના ગર્ભનું ઘણાજ આનંદની સાથે રક્ષણ કરવા લાગી. ગર્ભની પુષ્ટી થતાં થતાં જ્યારે નવ માસ સાડાસાત દિવસ પૂરા થયા ત્યારે પ્રભાવતીએ પ્રસૂતિના સમયે શુભ લક્ષણ યુકત એવા એક પુત્રનો જન્મ આપ્યું. રાજાએ ઘણાજ સમારેહ સાથે પુત્ર જન્મને ઉત્સવ ઉજવ્યો. પુત્રનું નામ મહાબલ રાખવામાં આવ્યું. લાલન પાલન માટે રાજાએ પાંચ ધાવની દેખરેખ નીચે મહાબળને રાખે. ધાવ માતાઓ તરફથી ઘણુંજ પ્રેમપૂર્વક તેનું લાલન પાલન કરવામાં આવ્યું, વધતાં વધતાં મહાબલ કમશઃ યુવાવસ્થાએ પહોંચે. એ સમય દરમ્યાન તેણે કલાચા પાસેથી વિવિધ પ્રકારની કળાઓ શીખી લીધી. આ રીતે જ્યારે મહાબલ સઘળી રીતે યુગ્ય થયો ત્યારે માતા પિતાએ જુદા જુદા રાજ્યની આઠ કન્યાઓ સાથે તેનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૧