Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન આવ્યા તે એક જૈન મુનિજ ન આવ્યા. જ્યારે આ પ્રકારે જૈનમુનિઓની પોતાના વૃદ્ધિપણાની ક્રિયામાં શુભ સંમતિ ન જોઈ ત્યારે તે આ બહાન થી તેમના તરફ વધારે ઈર્ષાળુ બન્યા. જેનસાધુઓને આ એક પ્રબળ અપરાધ છે કે આ અવસર ઉપર તેઓ વધાઈ આપવા આવ્યા નથી. આ પ્રકારને જનતામાં પ્રચાર કરી આ અપરાય માટે તેણે સુવ્રતાચાર્ય આદિ મુનિજને બેલાવ્યા અને કહેવા લાગે. આપ કો વ્યવહારથી બિલકુલ અનભિજ્ઞ અને ઉદંડ છે. તમને શું એ ખબર નથી કે રાજ્યપદ ઉપર રાજાએ મારે અભિષેક કરેલ છે? તમોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જયારે કેઈ નો રાજા થાય છે ત્યારે તેને વધાઈ આપવા માટે સાધુસંતે પણ જાય છે. કેમકે તેમના તપોવનની રક્ષાને ભાર રાજા ઉપર રહે છે, આથી રાજાના તરફ સન્માન પ્રકશિત કરવું એ તપસ્વીઓનું પણ કર્તવ્ય છે. પરંતુ આ૫ કેએ એ લૌકિક કર્તવ્યનું પાલન કરેલ નથી. આથી મને એ વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે તમે સઘળા મારા એક પ્રકારના નિંદક છે. આ કારણે એ ગુરૂત્તર અપરાધને દંડ તમારા માટે એક જ છે કે તમારામાંથી કોઈ પણ અમારા રાજ્યની અંદર ન રહે. જે કે ઈ તેને ભંગ કરશે તે તેને મોતની સજા કરવામાં આવશે તથા લોક અરે રાજ્યના વિરોધી એવા તમે લેકોને જે કંઈ પણ
વ્યક્તિ આશ્રય આપશે તેને પણ મોતની સજા કરવામાં આવશે, આ પ્રકારનાં નમુચિનાં વચનોને સાંભળીને આચાર્યદેવે કહ્યું, રાજન્ ! અમારા લેકે માટે એ બરોબર નથી કે અમે કોઈને પણ હવાઈ દેવા જઈએ કેમકે એ વાત મુનિમાર્ગથી વિરૂદ્ધની છે, આજ કારણને લઈ અમે લોકે આ ઉત્સવમાં સંમિલિત ન થયા. અમે લોકે સઘળા જીવેના તરફ સમાન ભાવ રાખીએ છીએ એ અમારે સનાતન સિદ્ધાંત છે. જોકે, અમોએ તને વધાઈ નથી આપી તેમ આપની કઈ જગ્યાએ નિંદા પણ નથી કરી. નિંદા કરવી કે સ્તુતિ કરવી એ જૈન સાધુઓના આચાર માર્ગથી તદ્દન વિરૂદ્ધને માગે છે. આ પ્રકારનાં સુત્રતાચાર્યનાં વચન સાંભળીને દુબુદ્ધિ નમુચિએ કહ્યું કે હવે હું કાંઇ વધારે કહેવા ચાહતા નથી તેમ તમારું કાંઈ પણ સાંભળવા ચાહતે નથી. મારે તમારા લેકે માટે અંતિમ આદેશ એકજ છે કે સાત દિવસની અંદર તમે સઘળા આ રાજ્યની હદ છોડીને ચાલ્યા જાવ. મારા રાજ્યમાં તમારામાંથી જે કઈ પણ રહેશે તે હું તેને ચોર સમજીને ફાંસી ઉપર લટકાવી દઈશ. નમુચિની આ પ્રકારની કઠેર વાતચીતને સાંભળીને સઘળા મુનિરાજો પિતાના સ્થાને આવીને વિચાર કરવા લાગ્યા કે જુઓ ! આ નમુચિ જૈનધર્મની સામે દ્વેષ રાખે છે તયા સાત દિવસ સુધીની આપણું લેને રહેવાની આજ્ઞા આપે છે. આવી સ્થિતિમાં વર્ષાકાળ આવી ચૂકેલ હોવાથી શો ઉપાય કરે? આ વાત સાંભળીને તેમાંના એક સાધુએ કહ્યું સાંભળે, હું એને ઉપાય કહું છું તે આ પ્રકાર છે.
છસો વર્ષ સુધી આકરા તપની આરાધના કરવાવાળા વિષણુકુમાર મુનિરાજ આ સમયે મેરૂતુંગ પર્વત ઉપર બિરાજમાન છે એમનો અને અહીંના મહાપદ્મ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩