Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મેં તે હમણાં જ ત્રણ મડદાં જોયાં હતાં. મુનીરાજની આ વાત સાંભળીને તે વ્યંતર દેવે કહ્યું કે, હે મુનિ ! દૈવી શક્તિના પ્રભાવથી આપને મેં ત્રણ મડદાં બતાવેલ છે. “તમેએ કઈ રીતે બતાવ્યાં” આ પ્રકારે મુનિના પૂછવાથી વ્યંતરદેવે કહ્યું કે, હું મુનિ ! આનું કારણ હું તમને કહું છું તે સાંભળો આ કનકમાળા પહેલા ભવમાં ક્ષિતિપ્રતિષ્ઠિતપુરના રહેવાસી ચિત્રાંગદ નામના ચિત્રકારની પુત્રી હતી. એનું નામ કનકમંજરી હતું. એને વિવાહ ત્યાંના રાજા જીતશત્રુની સાથે થયા હતા, ત્યાં તેણે શ્રાવકના તેનું સારી રીતે પાલન કર્યું જેથી તે પરમ શ્રાવિકા બની ગઈ. મરણ સમયે પાંચ નમસ્કાર મંત્રની આરાધનાથી એ દેવકમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી ચ્યવન તે ઓપને ત્યાં પુત્રી રૂપે અવતરેલ છે. એને પૂર્વભવને પિતા કે, જે વૃદ્ધ ચિત્રકાર હતું તે મરીને વ્યન્તરદેવ થયેલ છે. અને તે હું છું.
આ સમયે મેં જ્યારે તેને દુઃખી હાલતમાં જોઈ ત્યારે તેની પાસે આવીને તેને ધીરજ આપી વધી આને જોતાં જ જ્યારે મારા ચિત્તમાં સ્નેહ જાગૃત બને ત્યારે મેં જ્ઞાનના ઉપગથી વિચાર કર્યો ત્યારે મને જણાયું કે, આ મારી પૂર્વ ભવની પુત્રી છે. આ સમયે આપ પણ અહીં આવી પહોંચ્યા. આપને આવતાં જોઈને મને મનમાં વિચાર આવ્યું કે, આ૫ આને લઈને અહીંથી ચાલ્યા જશે. આથી મારા થી એનો વિગ સહી શકાશે નહીં. આવું વિચારીને મેં મારી દેવીશકિતથી તેણીને મરણ પામેલી હાલતમાં તમને બતાવી હતી. માટે હે મુનિરાજ ! આપ મારા એ અપરાધની મને ક્ષમા આપો. આ પ્રકારનાં વ્યંતરદેવનાં વચન સાંભળીને મુનિરાજે કહ્યું- હે દેવ! મને તો આ પે દીક્ષા ગ્રહણ કરવામાં સહાયતા કરેલ છેઆ કારણે આપે તે મારા ઉપર ભારે ઉપકાર કર્યો છે આપનાથી જ તે હું આ અપાર સંસાર સાગરના કાદવથી પાર થઈ શક્યો છું. આ પ્રમાણે કહીને દઢશકિત વિદ્યાધર મુનિરાજ ત્યાંથી વિહાર કરી ગયા. કનકમાળાએ પણ દેવના મુખેથી પૂર્વભવને વૃત્તાંત સાંભળીને જાતિસમૃતિ થઈ આવવાથી પિતાના પૂર્વભવને સ્પષ્ટરૂપથી જોઈ લીધો. અને
આ મારા પૂર્વભવના પિતા છે” આ વિચારથી તે એ દેવમાં અત્યંત સ્નેહ ધરાવનાર બની ગઈ. એક સમય તેણે દેવને પૂછયું તાત ! મારા પતિ કેણું બનશે? અવધિજ્ઞાનથી વિચાર કરીને દેવે તેને કહ્યું કે, પુત્રિ ! તમારા પૂર્વભવના પતિ જીતશત્રુ જ તમારા પતિ થશે. તે જીતશત્રુ રાજા મરીને દેવલેકમાં ગયા. ત્યાંથી ચવીને હવે તે દઢસિંહ રાજાને ત્યાં પુત્રરૂપે અવતરેલ છે. અને તેનું નામ ત્યાં સિંહરથ રાખવામાં આવેલ છે. આ પ્રકારનાં દેવનાં વચન સાંભળી કનકમાળાએ ફરીથી દેવને પૂછયું કે, હે તાત ! તેમની સાથે મારે મેળાપ કયારે થશે? ત્યારે દેવે કહ્યું કે, પુત્રિ! એ તારા પૂર્વભવના પતિ અહી ઘેડાથી અપહૃત થઈને આવવાના છે. આથી તું ઉદ્વેગને તજી દઈને અહીં આનંદપૂર્વક રહે અને હું પણ આજ્ઞા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૧