Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાપા ચક્રવર્તી કી કથા
તથા–“રૂર'
અન્વયાર્થ–મો -મલિક ચૌદરત્ન અને નવનિધી આદિ મહા અદ્ધિ એના અધિપતિ જશદી- નવમા ચક્રવર્તી નદી પરન=માપ: મહાપ તેઓ મુનિ સુવ્રત સ્વામીના શાસન કાળમાં થયા છે. માપદંરા શરૂા-મા વર્ષમાં ચરવા આ સઘળા ભારત વર્ષને પરિત્યાગ કરીને તથા છે જે -હત્તનાન માન સરવા ઉત્તમ ભેગેને પરિત્યાગ કરીને ત જત્તર ગીત તપસ્યાની આરાધના કરી, તથા સકળ કમેને ક્ષય કરીને મેક્ષમાં પધાર્યા ૪૧
એમની કથા આ પ્રમાણે છે–
આ ભરતક્ષેત્રમાં અંતર્ગત હસ્તિનાપુર નામનું નગર હતું ત્યાં ઈક્વાકુ વંશના પ ત્તર રાજાનું શાસન હતું. જ્વાલા અને લક્ષમી નામની બે પટરાણીઓ હતી.
વાલા દેવીએ એક દિવસ કોમળ શૈયા પર સુતા સુતાં સ્વપ્નામાં એક સિંહ જે સ્વપ્ન અનુસાર તેમની કૂખે એક પુત્ર અવતર્યો, જેનું નામ વિષ્ણુ રાખવામાં આવ્યું આ પછી એક દિવસ એવી ઘટના બની કે, જ્યારે તે પોતાની કેમળ શયા ઉપર સૂતી હતી ત્યારે તેણે સ્વપ્નમાં ચોદ વન યાં. આ વન અનુસાર તેને એક બીજો પુત્ર થયો. એનું નામ મહાપદ્મ રાખવામાં આવ્યું. મહાપદ્મ ક્રમશઃ બીજના ચંદ્રમાની માફક વૃદ્ધી પામવા લાગ્યા. આ રીતે તેઓ યુવાવસ્થાએ પહોંચ્યા અને કળાચાર્યની પાસે જઈને સઘળી કળાઓને અભ્યાસ કર્યો. જો કે તેઓ નાના પુત્ર હતા છતાં પણ તેમણે પિતાના ગુણોથી પિતાને પિતાના તરફ ખૂબજ આકર્ષિત બનાવ્યા હતા. આથી પીત્તર રાજા એ તેમને યુવરાજ પદ ઉપર સ્થાપિત કર્યા. વાત પણ ઠીક છે. બ્રાહ્મણેમાં પ્રભાશાળીની તેમજ ક્ષત્રિઓમાં જયશાળીની પ્રતિષ્ઠા ઘણી યોગ્ય હોય છે. આ સમયે ઉજજેની નગરીમાં શ્રીવર્મા નામના રાજા હતા. તેમને નમચી નામના એક પ્રધાન હતા. તે વિત ડાવાદી હતા. એક દિવસની વાત છે કે, ત્યાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં મુનિ સવ્રતનાથના શિષ્ય સુવતાચાર્ય પધાર્યા. આ ચાર્યશ્રીનું આગમન સાંભળીને નગરજને એમને વંદના કરવા જવા લાગ્યા. મહેલના ઉપરના ભાગમાં બેઠેલા રાજાએ જ્યારે આ રીતે લોકોને ઉદ્યાનની તરફ જતા જોયા, જેથી પાસે બેઠેલાં નમુચી પ્રધાનને પૂછયું કે આજે શું કઈ ઉત્સવ છે કે જેથી નગર નિવાસીઓ ઉત્સાહથી સમુદાયરૂપમાં એકત્રિત થઈને બહાર જઈ રહ્યા છે? આ સાંભળીને નમુચીએ કહ્યું કે, મહારાજ ઉત્સવતે કેઈ નથી. પરંતુ આજે બહાર ઉદ્યાનમાં કેટલાક શ્રમણ આવેલા છે. તે તેમના આ ભક્તજને તેમને વંદના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૭૫