Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અમને કહેલ છે. ગાલવ કુળપતિનાં આ પ્રકારનાં વચન સાંભળીને રાજા એ સમયે ખૂબજ પ્રસન્ન થયે જે રીતે સ્વપ્ન જોનાર વ્યક્તિ પ્રસન્ન થાય છે. રાજાએ આ પછી એજ સ્થળે ગાંધર્વ વિધિ અનુસાર પદ્માની સાથે વિવાહ કર્યા. પદ્માનો પડ્યોત્તર નામને એક બીજી માતાને ભાઈ હતું. તેણે આ વિવાહની વાત જાણતાં તે સપરિવાર વિમાનમાં ત્યાં આવી પહોંચ્યો. તેણે આવતાંજ ઘણી પ્રસન્નતાથી રાજાને હાથ જોડીને પ્રાર્થના કરી કે, દેવ! આપ મારી બહેન પાના પતિ છે. આ વાતને જાણીને હું આપની સેવામાં ઉપસ્થિત થયો છું. આપને હવે મારી એ પ્રાર્થના છે કે, આપ આપના ચરણેની પવિત્ર ધૂળથી વૈતાઢયગિરિ ઉપર આવેલા મારા રત્નપુર નગરને પાવન કરે. પોત્તરની પ્રાર્થના સ્વીકારી સુવર્ણબાહુ રાજ કુળપતિ અને રત્નાવલી રાણીની આજ્ઞા લઈને રત્નપુર જવા વિમાનમાં રવાના થયા. તેની સાથે પિતાના અનુચરો અને નવવધૂ પડ્યા પણ હતાં. પદ્યોત્તરે રાજાના નિવાસને માટે પિતાને દિવ્ય રત્નથી સુશોભિત મહેલ કાઢી આપે અને પોતે તેમની સેવાના કામમાં લાગી ગયા. સુવર્ણબાહએ પણ ત્યાં રહેતાં રહેતાં અને શ્રેણીમાં પિતાનું રાજ્ય સ્થાપિત કરી દીધું. તથા અનેક વિદ્યાધર કન્યાઓ સાથે વૈવાહિક સંબંધ પણ કરી લીધું. રહેતાં રહેતાં તેને જ્યારે પોતાના પુરાણપુર નગરની યાદ આવી ત્યારે તે ત્યાંથી પિતાની સઘળી સ્ત્રિઓને સાથે લઈને તે વૈતાઢય પર્વતની શ્રેણથી પિતાના નગરમાં પહોંચી ગયા. સમયના વહેતાં વહેતાં તેના શસ્ત્રાગારમાં ચક્રવતી પદનું સૂચક ચરિત્ન ઉત્પન્ન થયું. આનાથી તેણે છ ખંડ પૃથ્વી ઉપર પિતાનું આધિપત્ય જમાવ્યું અને ઘણા સમય સુધી રાજય કર્યું. એક દિવસ જ્યારે તે પોતાના મહેલના ઉપરના ભાગમાં અંતઃપુરની સ્ત્રિ સાથે વિવિધ પ્રકારને આનંદ અનુભવી રહેલ હતા ત્યારે તેણે આકાશમાં વિમાનો દ્વારા ગમન-આગમન કરતા દેવોને જોયા. આથી તેમણે નગરમ જગન્નાથ નામના તીર્થકરનું આગમન જાણીને પોતાના પરિવાર સાથે વંદના માટે તેમની પાસે જઈ પહોંચ્યાં. વંદના કરીને સભામાં બેઠા. પ્રભુએ મેહમળને દૂર કરવાવાળી દેશના આપી દેશનાં સાંભળીને ચક્રવતી' ધર્મ ચકીને નમન કરી પોતાના મહેલમાં પાછા ફર્યા. ભગવાન તીર્થકરે પણ ભવ્યોને પ્રતિબંધ કરીને ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. તીર્થકર ભગવાનને વંદના કરી પાછા ફર્યા પછી ચક્રવતી સુવર્ણ બાહુએ તીથ. કરની પાસે ધર્મદેશના સાંભળવા આવેલા દેવાના વિષયમાં એવો વિચાર કર્યો કે, આ પ્રકારની દેવ-મનુષ્યોની સભા મેં કયાંક જોઈ છે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં ચક્રવતીને જાતીસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આથી તેઓએ પિતાના સઘળા પૂર્વભવેનું વૃત્તાંત જાણી લીધું. આ જાણી લેતાં તેમને મહા આનંદરૂપ વૃક્ષના બીજ સ્વરૂપ વૈરાગ્યની ઉત્પત્તિ થઈ આવી. કેટલાક કાળવ્યતીત થયા પછી દક્ષા ધારણ કરવાની અભિલાષાવાળા બનીને સુવર્ણ બહુ ચક્રવતીએ રાજ્યને ભાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૬