Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કામ, સ્વર્ગાથના માટે સ્વર્ગ અને મેક્ષાથીને માટે મોક્ષને આપન ર છે. આ પ્રકારે મિત્રના સમજાવવા છતાં પણ મોહથી તેણે એની વાતને ન માની અને આખરે બકરીની લીંડીઓને તથા છાણને ઢગલો કરી તેને સળગાવીને એ અગ્નિમાં એ કદી પડો. અગ્નિએ તેને જોત જોતામાં બળીને ખાખ કરી નાખ્યું. આ રીતે એ અકામ નિજાના પ્રભાવથી મરીને વિદ્યુમ્માલી નામને વ્યંતરદેવ થઈ ગયો. અગ્નિ મરણથી મરેલા પિતાના મિત્ર કુમારનંદીને જોઈને નાગિલના ચિત્તમાં સંસાર પ્રત્યે ઉદાસિનતા આવી ગઈ અને તેણે વિચાર કર્યો કે, જુએ કેટલા આશ્ચર્યની વાત છે કે, જે સુલભ ઉપાથી મળી શકે છે તેવા ભેગાદિકની પ્રાપ્તિના અર્થે મૂઢ માણસો રાત દિવસ દુઃખી થયા કરે છે. પરંતુ ચતુર્વ પ્રદાયી છનધર્મનું શરણુ અંગિકાર કરવા તૈયાર થતા નથી ! આવા મૂઢનું પણ ક્યાંય કોઈ ઠેકાણું છે? આવા પ્રકારને વિચાર કરીને નાગિલ શ્રાવક, સુભદ્રાચાર્યની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી લીધો. સાધુ ધર્મના સમ્યક્ પરિપાલનના પ્રભાવથી જ્યારે તે અંતકાળે સમાધીમરણ પૂર્વક મર્યા ત્યારે બારમા દેવલેક અયુત સ્વર્ગમાં દેવ થયા. ત્યાં ઉત્પન્ન થઈને અવધિજ્ઞાનથી પિતાના મિત્રની પરિસ્થિતિ જાણીને તેને સંબંધિત કરવાનો વિચાર કર્યો. તે પરમ દેદિપ્યમાન રૂપ લઈને તેના મિત્રની પાસે પહોંચ્યા. મિત્રે જ્યારે આ નવીન વ્યકિતને પિતાની પાસે આવેલ જોઈ ત્યારે અત્યંત અચંબામાં પડી ગયું. તેના તેજને સહન નહીં કરી શકવાથી તે વિદ્યુમ્માલી દેવ ત્યાંથી ભાગવા લાગ્યા. જ્યારે તે દેવે તેને ભાગતો કે તરતજ પિતાના તેજને સંકુચિત કરી લીધું અને તેને કહેવા લાગ્યા કે, અરે! તું ક્યાં ભાગે છે? શું મને નથી ઓળખતો? ત્યારે વિઘન્માલીએ તેની વાત સાંભળીને કહ્યું-શક્રાદિક દેને કોણ નથી જાણતું. શ્રાવકના જીવ દેવે જ્યારે એ જોયું કે, તે અસ્વસ્થ બની ચૂકી છે ત્યારે પિતાના આગલા ભવનું સ્વરૂપે પ્રગટ કરીને તેને કહેવા માંડયું કે, હું તારા પૂર્વભવને મિત્ર નાગિલ શ્રાવક છું. ભોગાની કામનાને વશ થઈને જ્યારે તેને બાળમરણથી મરતે જે ત્યારે એ સ્થિતિએ મારામાં એકદમ પરિવર્તન આણ્યું. મેં તેજ સમયે સંસારથી વિરકત થઈએ દીક્ષા અંગીકાર કરી, અને ઘતેનું વિશુદ્ધ પાલન કરવાથી અંતકાળે સમાધી મરણદ્વારા દેહનો ત્યાગ કરીને હું અચુત સ્વર્ગને દેવ બનેલ છું. તને યાદ હેવું જોઈએ કે, જ્યારે બાળમરણ દ્વારા તારા પ્રાણોની તું આહુતી આપી રહ્યો હતો ત્યારે મેં તને કેટલે સમજાવ્યો હતો પર તુ તેં મારી એક વ ત પણ માનેલ ન હતી. એનોજ આ પ્રભાવ છે કે, તું મરીને વ્યંતરદેવ બનેલ છે, જે તે જીને કહેલ ધર્મને આશ્રય સ્વીકાર્યો હોત તે મારા જેવી સ્થિતિને ભે ગવનાર બની જાત. અચુત સ્વગીય દેવનાં આ પ્રકારનાં વચન સાંભળીને પ્રબુદ્ધ થયેલા વિદ્યન્માલી દેવે કહ્યું કે, હવે જે થયું તે થયું. તેને વિચાર કરવાથી શું લાભ! હવે તો આપ મને એ રસ્તે બતાવે છે, જેના ઉપર ચાલવાથી પરલેકમાં મારું કલ્યાણ થાય, વિદ્યાન્માલીની આ પ્રકારની વાત સાંભળીને નામિલ શ્રાવકના જીવ દેવે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૮